Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કપાસ પરની 11% આયાત ડ્યુટીની માફી લંબાવવા સામે વિરોધ:કપાસ પરની 11% આયાત ડ્યુટીની માફી લંબાવવા સામે વિરોધ, ભાવ ગગડી 7 હજારે પહોંચવાની ભીતિ

    1 day ago

    સુરત જિલ્લાના દેલાડના ખેડૂત આગેવાન જયેશ પટેલે દેશના કપાસ પકવતા ખેડૂતોના હિતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મહત્વની રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે કપાસના રૂ પરની 11% આયાત ડ્યુટીની મુક્તિને વધુ ન લંબાવવામાં આવે. ચાર મહિના અગાઉ સરકારે ઓક્ટોબરના અંત સુધી આ ડ્યુટી નાબૂદ કરી હતી, પરંતુ હવે જો આ મુક્તિ લંબાવાશે તો દેશના લાખો કપાસ ઉત્પાદક ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. દેશમાં 300 લાખ ગાંસડી જેટલો કપાસનો વિપુલ પાક સમગ્ર દેશમાં ઓક્ટોબર મહિનાથી કપાસની આવક મોટા પાયે શરૂ થઈ ગઈ છે. અંદાજો મુજબ, આ વર્ષે દેશમાં 300 લાખ ગાંસડી જેટલો કપાસનો વિપુલ પાક થવાની સંભાવના છે. ગુજરાતમાં પણ કપાસની ધૂમ આવક શરૂ થઈ ચૂકી છે. હાલમાં બજારમાં ખેડૂતોને કપાસના પ્રતિ ક્વિન્ટલ ₹7,500 થી લઈને ₹9,000 સુધીના ખૂબ જ આશાસ્પદ ભાવ મળી રહ્યા છે. વિદેશી કપાસથી સ્થાનિક ભાવ ગગડવાની ભીતિ ખેડૂતોની મુખ્ય ચિંતા એ છે કે જો વિદેશી કપાસ સસ્તા ભાવે ભારતમાં ઠલવાશે તો સ્થાનિક કપાસના ભાવમાં મોટો ઘટાડો નોંધાશે. જો સરકાર 1 નવેમ્બર પછી પણ આયાત ડ્યુટી શૂન્ય ટકા રાખશે, તો હાલ જે ભાવ 9,000 સુધી મળી રહ્યા છે તે ઘટીને 7,000 સુધી પહોંચી જવાની આશંકા છે. બિયારણ, દવાઓ અને મજૂરીના વધતા ખર્ચ વચ્ચે ભાવ ઘટશે તો ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓ વધશે. ટેક્સટાઇલ ઉદ્યોગની માગ અને ખેડૂતોનો વિરોધ હાલમાં ગાર્મેન્ટ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરકાર પાસે કપાસની આયાતને ડ્યુટી ફ્રી રાખવા માટે સતત માંગણીઓ કરવામાં આવી રહી છે. ખેડૂત આગેવાન જયેશભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ટેક્સટાઇલ ઉદ્યોગને રાહત ચોક્કસ મળવી જોઈએ, પરંતુ તે દેશના અન્નદાતા અને કપાસ પકવતા ખેડૂતોના ભોગે ન હોવી જોઈએ. 11% ડ્યુટી ફરી લાગુ કરવા અપીલ દેશના 1.5 કરોડથી વધુ કપાસ ઉત્પાદક ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. પીએમ મોદીને લખેલા પત્રમાં સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે ખેડૂતોને કપાસની ખેતીમાં પોષણક્ષમ ભાવો મળતા રહે તે માટે ખેડૂતોના રક્ષણ હેતુ કપાસની આયાત પર ફરીથી 11% આયાત ડ્યુટી સત્વરે લાગુ કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    હાઈકોર્ટનો કેસ 3 મહિનામાં પતાવાની લાલચ આપી 5 લાખની છેતરપિંડી:મીઠાખળીમાં વકીલની ફી અને રજિસ્ટ્રીના બહાને ભાવનગરના શખસ પાસેથી રૂપિયા પડાવ્યા
    Next Article
    Every Citizen is a Milliionaire in Norway!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment