Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં દિવાળી ટાણે ખાનગી બસ સંચાલકોની ઉઘાડી લૂંટ:રત્નકલાકારો પાસેથી બમણાં-ત્રણગણા ભાડાં વસૂલાતાં હોવાથી રોષ, યુનિયને કરી કડક કાર્યવાહીની માગ

    18 hours ago

    દિવાળીના તહેવારો નજીક આવતાં જ સુરતથી સૌરાષ્ટ્ર સહિત પોતાના વતન તરફ જતા રત્નકલાકારો અને સામાન્ય વર્ગના લોકો ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોની મનમાનીનો ભોગ બને છે. તહેવારોની મોસમમાં ખાનગી બસ સંચાલકો દ્વારા બેફામ ભાડાવધારો ઝીંકી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ મામલે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રાજ્ય સરકાર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વાહનવ્યવહાર મંત્રી સમક્ષ રજૂઆત કરી કડક પગલાં ભરવાની માગ કરી છે. ગૃહ અને વાહનવ્યવહાર મંત્રીને રજૂઆત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે આ મુદ્દે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, સુરતમાં વર્ષોથી લાખો રત્નકલાકારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. દિવાળીના તહેવાર ટાણે તેઓ માદરે વતન પરિવાર સાથે જતા હોય છે, ત્યારે ખાનગી ટ્રાવેલર્સના સંચાલકો દ્વારા તેમની પાસેથી મનસ્વી રીતે બેથી ત્રણ ગણા એટલે કે ₹3000 સુધીનું તોતિંગ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. આ ગંભીર બાબતને લઈને રાજ્યના ગૃહ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવા માગ કરી છે. ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા યુનિયનના આગેવાને વધુમાં જણાવ્યું કે, ખાનગી બસોમાં ટ્રાફિક અને સુરક્ષાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. નિયમ મુજબ એક સોફામાં માત્ર એક જ મુસાફરને બેસાડવાનો હોય છે, તેની સામે ડબલ સોફામાં પાંચ-પાંચ અને સિંગલ સોફામાં ત્રણ-ત્રણ મુસાફરોને ઘેટાં-બકરાંની જેમ બેસાડવામાં આવે છે. આ પ્રકારના ગેરકાયદે કૃત્યો સામે તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી કરવાને બદલે ગ્રાઉન્ડ લેવલ પર કડક તપાસ કરે તે અત્યંત જરૂરી છે. ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરી કાર્યવાહી કરવા અપીલ તેમણે ઉમેર્યું કે, સરકાર દ્વારા એસટી બસોનું સંચાલન કરવામાં આવે છે પરંતુ મર્યાદિત વ્યવસ્થાના કારણે દરેક મુસાફર સુધી સરકારી સેવા પહોંચી શકતી નથી. આ મજબૂરીનો ગેરફાયદો ઉઠાવી ખાનગી બસ માફિયાઓ મધ્યમ વર્ગના સામાન્ય માણસોનું આર્થિક શોષણ કરી રહ્યા છે. સુરત પોલીસ અને વાહનવ્યવહાર વિભાગ તાત્કાલિક રસ્તા પર ઊતરીને 'ગ્રાઉન્ડ રિયાલિટી' ચેક કરે અને લૂંટ ચલાવતા સંચાલકો સામે આકરાં પગલાં ભરે જેથી સામાન્ય પ્રજાને રાહત મળી શકે.
    Click here to Read More
    Previous Article
    વ્યાજખોરોનાં ત્રાસથી આપઘાત કરનાર દંપતિનો મામલો:મોરબીના કુખ્યાત ગોગન આહીર સહિત 5 સામે FIR, અંતિમવિધિમાં પરિજનો ચોધાર આંસુએ રડી પડ્યા
    Next Article
    નિકોલમાં બિલ્ડરે મિત્રતામાં ફોર્ચ્યુનર કાર વાપરવા આપતા પચાવી પાડી:એક મહિનાનું કહીને લઈ ગયા પછી સંબંધીઓ બહારગામ લઈ ગયાના બહાના કાઢ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment