Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિકોલમાં બિલ્ડરે મિત્રતામાં ફોર્ચ્યુનર કાર વાપરવા આપતા પચાવી પાડી:એક મહિનાનું કહીને લઈ ગયા પછી સંબંધીઓ બહારગામ લઈ ગયાના બહાના કાઢ્યા

    17 hours ago

    નિકોલ વિસ્તારમાં મિત્રતામાં વિશ્વાસઘાતની ઘટના સામે આવી છે. જેમાં મિત્રતાનો દુરુપયોગ કરી અંદાજે રૂ. 37.98 લાખની ફોર્ચ્યુનર કાર એક મહિનાના વપરાશ માટે લઈ જઈને પરત ન આપી મિત્રે બિલ્ડર સાથે ઠગાઈ આચરી છે. જેમાં પરત માંગતા સંબંધી બહારગામ લઈ ગયા તેવા બહાના બતાવતો હતો. કંટાળીને બિલ્ડરે મિત્ર સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દિલ્હી પ્રવાસ અને સગાના પ્રસંગના બહાના બતાવ્યા ​નિકોલમાં રહેતા વિકાસ કમાણી બાંધકામનું કામ કરે છે. તેમણે તાજેતરમાં જ રૂ. 37.98 લાખની ફોર્ચ્યુનર કાર ખરીદી હતી. ગત 3 ઓગસ્ટે તેમના મિત્ર મોહિત અશોકકુમાર લુધાણી અંગત વપરાશ માટે એક મહિનાની વાત કરી આ ગાડી લઈ ગયા હતા. ગાડી પરત કરવાની હતી, પરંતુ આરોપીએ વિવિધ બહાના બનાવી ગાડી પરત આપી ન હતી. ​આરોપી મોહિત લુધાણીએ શરૂઆતમાં સગાને પ્રસંગમાં ગાડી આપી હોવાનું અને બાદમાં દિલ્હી પ્રવાસે ગઈ હોવાનું જણાવી ખોટા વાયદાઓ આપ્યા હતા. નિકોલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ ફરિયાદીને શંકા જતા અને વારંવાર ઉઘરાણી કરવા છતાં ગાડી પરત ન મળતા આખરે મિત્રતામાં વિશ્વાસઘાત થયાનું સામે આવ્યું હતું. ગાડી આપતી વખતે રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ્ડ લખાણ પણ કરવામાં આવ્યું હતું. આ અંગે વિકાસભાઈએ મિત્ર મોહિત સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં દિવાળી ટાણે ખાનગી બસ સંચાલકોની ઉઘાડી લૂંટ:રત્નકલાકારો પાસેથી બમણાં-ત્રણગણા ભાડાં વસૂલાતાં હોવાથી રોષ, યુનિયને કરી કડક કાર્યવાહીની માગ
    Next Article
    Star Trek Actor Walter Koenig, Who Played Pavel Chekov, Dies At 90

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment