Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજખોરોનાં ત્રાસથી આપઘાત કરનાર દંપતિનો મામલો:મોરબીના કુખ્યાત ગોગન આહીર સહિત 5 સામે FIR, અંતિમવિધિમાં પરિજનો ચોધાર આંસુએ રડી પડ્યા

    1 day ago

    રાજકોટમાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ધમકીથી કંટાળીને દંપતિએ આપઘાત કર્યાની હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. જેમાં કૃષ્ણનગરમાં રહેતા અને અટિકા ખાતે લસણ ફાલવાનું કારખાનું ચલાવતા રમેશભાઈ માવજીભાઈ ચાવડા અને તેમના પત્ની ભારતીબેને રવિવારે મોડી રાત્રે કારખાનામાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ દંપતિની અંતિમવિધિમાં તેના પરિવારજનો ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા હતા. 5 આરોપીની સાથે અન્યના નામ પણ ખુલી શકે આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં મોરબીના કુખ્યાત ગોગન આહીર સહિત 5 શખ્સો સામે મનીલેન્ડર્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. જેમાં મુખ્ય આરોપી તરીકે (1) ગોગન કરાભાઈ બંધીયા, (2) નિશાબેન બુખારી, (3) નિઝામ અબ્બાસભાઈ ધુસા (પોપટપરા, રાજકોટ), (4) અજયસિંહ જેના અને (5) વ્યાજના રૂપિયા માટે ફોર-વ્હીલ કાર મારુતિ કંપનીની સેલેરીયો વાદળી કલરની લઈ જનાર બાપુ તથા તપાસમાં ખુલે તે તમામનાં નામ લખવામાં આવ્યા છે. ધંધાના સ્થળ સહિતની જગ્યાએ આવી પ્રેશર આપતા મૃતક રમેશભાઈ ચાવડાનાં પિતા માવજીભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પુત્ર રમેશ માવજીભાઈ ચાવડાએ આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. તે રૂપિયા વ્યાજ સાથે મુદલ રકમ પણ ચૂકવી દીધી હોવા છતાં, આરોપીઓ દ્વારા સતત વ્યાજના રૂપિયા ચૂકવવા માટે ફોન કરી, ધંધાના સ્થળે જઈને ત્રાસ આપી પ્રેશર કરવામાં આવતું હતું. જેમાં ગોગન બંધીયા તેમજ નિશાબેન બુખારી દ્વારા દીકરા તથા તેની પત્ની પાસેથી રૂપિયાની લેતી-દેતીનું બળજબરીથી લખાણ કરાવી ચેક પણ લઈ લીધા હતા. આરોપીઓના આ અસહ્ય ત્રાસથી કંટાળીને દીકરા રમેશભાઈ તથા તેમની પત્ની ભારતીબેને પોતાના લસણના કારખાને જઈ દુપટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. તમામ આરોપીઓએ દંપતિને મરવા મજબૂર કરી ગુનો આચર્યો હોય બધા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી છે. આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માગ બીજીતરફ મૃતક રમેશભાઈ ચાવડા અને તેના પત્ની ભારતીબેન ચાવડાની અંતિમવિધિ શાસ્ત્રોક્ત રીતરિવાજ મુજબ કરવામાં આવી હતી. જેમાં પિતા માવજીભાઈ સહિતના પરિવારજનો ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા હતા. માત્ર પરિવાર જ નહીં આસપાસના લોકોમાં પણ આ દંપતિનાં આપઘાતને લઈ ભારે શોકનો માહોલ છવાયો હતો. બંનેને મારવા મજબુર કરનારા આ વ્યાજખોરો સામે કડક પગલાં લેવાની માગ લોકોમાં ઉઠી હતી. હાલમાં તો ભક્તિનગર પોલીસે માવજીભાઈની ફરિયાદના આધારે આરોપીનીઓ સામે મની લોન્ડરીંગ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તમામને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે. જાણો શુ હતો સમગ્ર મામલો? રામેશભાઈ અને ભારતીબેને ત્રણેક મહિના પહેલા મોરબી તરફના અને અટિકામાં આવ-જા કરતા ગોગન આહીર પાસેથી રૂપિયા 3.4 લાખ વ્યાજે લીધા હતા. શરૂઆતમાં વ્યાજ ચૂકવ્યું હોવા છતાં બાદમાં રકમ વધારીને રૂપિયા 8 લાખની ઉઘરાણી કરાતી હતી અને કુલ રૂપિયા 21 લાખ ચૂકવ્યા છતાં પણ વ્યાજખોરોનો ત્રાસ ચાલુ રહ્યો હતો. એટલું જ નહીં, સોમવારે સંપૂર્ણ રકમ નહીં ચૂકવે તો રોજના રૂ. 70 હજાર વસૂલવાની અને ગત અઠવાડિયે રૂપિયા 20 લાખનો કરાર કરાવી લેવાની ધમકી આપવામાં આવી હતી. મોડી રાત્રે સાડા બાર વાગ્યે રમેશભાઈ અને ભારતીબેન ઘરેથી કારખાને જવા નીકળ્યા હતા અને મોડે સુધી પરત ન આવતા પરિવારે તપાસ કરતાં બંનેના મૃતદેહ લટકતા જોવા મળ્યા હતા. આ દુર્ઘટનાથી રમેશભાઈનો 15 વર્ષનો પુત્ર જય માતા-પિતા વિહોણો બન્યો છે, જ્યારે વૃદ્ધ માતા-પિતાએ પોતાનો યુવાન દીકરો અને વહુ ગુમાવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદની 4 સ્કૂલ-મોદી સ્ટેડિયમમાં બોમ્બ-બ્લાસ્ટની ધમકી:'બાળકોને દિલજીતના કોન્સર્ટમાં ના મોકલતા, સ્કૂલમાં 1:11 વાગ્યે બ્લાસ્ટ થશે'; 11 મહિનામાં 8મી વાર ધમકી
    Next Article
    સુરતમાં દિવાળી ટાણે ખાનગી બસ સંચાલકોની ઉઘાડી લૂંટ:રત્નકલાકારો પાસેથી બમણાં-ત્રણગણા ભાડાં વસૂલાતાં હોવાથી રોષ, યુનિયને કરી કડક કાર્યવાહીની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment