Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખંડેરાવ માર્કેટ પાસે બે દુકાનમાં આગથી દોડધામ:બે ફાયર સ્ટેશનની ટીમે આગ પર કાબુ મેળવ્યો, શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન

    5 days ago

    વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આજે વહેલી સવારે બે દુકાનોમાં આગ લાગી હતી. જે દુકાન ફ્રુટના ગોડાઉન હતા અને શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે, આગ વિકરાળ બનતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બે ફાયર સ્ટેશનની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ ભીડને નિયંત્રિત કરવા નવાપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર જવાનો દ્વારા ભારે જહેમત અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આગ પર કાબૂ મેળવાયો હતો. નુકસાન કેટલું થયું તેને લઈ તપાસ સ્ટેશન ફાયર ઓફિસર પ્રતાપ ડામોરે જણાવ્યું હતું કે, ખંડેરાવ માર્કેટ પાછળ આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે દાંડિયાબજાર ફાયર અને બદામડીબાગ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી દુકાનોમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, તેમજ આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન કેટલું થયું છે તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દરવાજો ખુલ્લો હતો ને બેડરૂમમાં હતી લાશ:પ્રતિષ્ઠિત સોસાયટીમાંથી સોનાની બંગડીઓની લૂંટ, કોણ હતું અસલી કાતિલ?
    Next Article
    વ્યાજખોરોનાં ત્રાસથી આપઘાત કરનાર દંપતિનો મામલો:મોરબીના કુખ્યાત ગોગન આહીર સહિત 5 સામે નોંધાઈ ફરિયાદ, અંતિમવિધિમાં પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment