Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં આગની વધુ એક ઘટના:સદર બજારનાં 'મહેફિલે જાયકા' રેસ્ટોરન્ટમાં આગ લાગતા ફાયર વિભાગે કાબૂ મેળવ્યો, 5 ગેસ સિલિન્ડર જપ્ત કરાયા

    13 hours ago

    રાજકોટના સદર બજાર પાસે આવેલા ફૂલછાબ ચોક નજીક હીરા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત 'મહેફિલે જાયકા' નામની નોનવેજ રેસ્ટોરન્ટમાં રાત્રિના સમયે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. પ્રાથમિક વિગતો મુજબ, રેસ્ટોરન્ટના ઈલેક્ટ્રિક મીટર બોક્સ અને એ.સી.માં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું માલિકે જણાવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ નાગરિક બેંક ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડનો કાફલો મિની ફાઈટર સાથે સ્થળ પર પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર પૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર ટીમે સમયસૂચકતા વાપરી રેસ્ટોરન્ટ અંદરથી 5 એલ.પી.જી. ગેસ સિલિન્ડર સુરક્ષિત રીતે બહાર કાઢી જપ્ત કર્યા હતા, જેનાથી એક મોટી હોનારત અટકી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. રેસ્ટોરન્ટમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળ્યા પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં સદર બજાર પાસે આવેલ ફૂલછાબ ચોક નજીક આજે રાત્રિના સમયે એક નોનવેજ રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હીરા કોમ્પ્લેક્સ નામના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી 'મહેફિલે જાયકા' નામની જાણીતી નોનવેજ રેસ્ટોરન્ટમાં દુર્ઘટના બની હતી. રેસ્ટોરન્ટમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અને તાત્કાલિક ધોરણે રાજકોટ મહાપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. ACમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી ઘટનાની જાણ થતાં જ કંટ્રોલ રૂમના ફોન મેસેજ મુજબ નાગરિક બેંક ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ટીમો પોતાના વાહન મિની ફાઈટર સાથે તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં રેસ્ટોરન્ટના ઈલેક્ટ્રિક મીટર બોક્સ અને એ.સી. (A.C.)માં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું માલિકે જણાવાયું છે. ફાયર ફાઈટરોએ સ્થળ પર પહોંચીને ત્વરિત કામગીરી હાથ ધરી હતી અને ઈલેક્ટ્રિક મીટર બોક્સ તથા એ.સી.માં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર સેફ્ટીના સાધન તરીકે 1 ABC ડ્રાય કેમિકલ ફાયર એક્સટિંગ્યુશરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રેસ્ટોરન્ટની અંદર તપાસ કરતી વખતે ફાયર વિભાગની ટીમને 5 એલ.પી.જી. (L.P.G.) ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. ફાયર ફાઈટરોએ પોતાની સુઝબુઝ અને સમયસૂચકતા દાખવી આ તમામ 5 ગેસ સિલિન્ડરને સુરક્ષિત રીતે બહાર કાઢીને જપ્ત કર્યા હતા, જેના કારણે એક મોટી હોનારત અટકી ગઈ હતી. ફાયર વિભાગની સતર્કતાને કારણે સમગ્ર હોટેલ અને મિલકતને મોટું નુકસાન થતાં બચાવી લેવાઈ હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની કે ઈજા થઈ નથી. રેસ્ટોરન્ટના માલિક સલીમભાઈ રઝાકભાઈ મુરાણ પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ 112 ની ટીમ પણ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક તથા લોકોના ટોળાને નિયંત્રિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Mohun Bagan Beat Punjab FC On Penalties, Set Up Potential Derby In IFA Shield Final
    Next Article
    સમીર ઉસ્માનમિયાં' નામ ધારણ કરી યુવતીને ફસાવનાર સુનિલ જેલ હવાલે:યુવતીને બે વાર ગર્ભ રહી જતા જમીન દલાલે જબરદસ્તી ગર્ભપાત કરાવ્યો, ત્રીજી વાર ગર્ભ રહી જતા મારપીટ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment