Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ:ખુલ્લી કેનાલ હવે અંડર ગ્રાઉન્ડ થતા સ્નાન, કપડાં ધોવા તેમજ મૂર્તિ વિસર્જન જેવી પાણી પ્રદૂષણ અટકશે

    12 hours ago

    પાટણ પાલિકા દ્વારા પદ્મનાભ ચોકડીથી સિદ્ધિ સરોવર સુધીની કેનાલમાં લોકો દ્વારા થતા સ્નાન,કપડાં ધોવા તેમજ મૂર્તિ વિસર્જન જેવા પ્રદૂષણને અટકાવવા આસપાસ પતરાનું ફેન્સિંગ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પાણી શુદ્ધિકરણ બાદ શહેરીજનોને પીવા માટે પૂરું પાડવામાં આવતું હોવાથી સ્વચ્છતા જાળવવી અનિવાર્ય હતી. ભૂતકાળમાં કારોબારી સમિતિમાં સિંચાઈ વિભાગના નિર્ણયની રાહ જોવાની શરતે આ મુદ્દે વિચારણા હાથ ધરવામાં આવી હતી, પરંતુ હવે સિંચાઈ વિભાગ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરાતાં ચિત્ર બદલાયું છે. સિંચાઈ વિભાગ (પાટણ સિંચાઈ પેટા વિભાગ નં-5) દ્વારા ચીફ ઓફિસરને લખેલ નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરીના પત્ર મુજબ, સરસ્વતી જળાશય યોજના હેઠળ આવતી હાંસાપુર ગામથી પદ્મનાભ ચાર રસ્તા અને ત્યાંથી ખાન સરોવર સુધીની કેનાલની બાજુમાં નવી પાઈપલાઈન નાખવાનું મહત્વનું આયોજન હાથ ધરાયું છે. સિંચાઈ વિભાગે નગરપાલિકાને વિનંતી કરી છે કે જ્યાં સુધી પાઈપલાઈન નાખવાનું કામ પૂર્ણ ન થાય, ત્યાં સુધી કેનાલની બાજુમાં સર્વિસ રોડ બનાવવાની તેમજ સ્ટ્રીટ લાઈટ નાખવાની કોઈ પણ કામગીરી શરૂ ન કરવી અને તેને હાલ પૂરતી સ્થગિત રાખવી. પાઈપલાઈનનું કામ પૂર્ણ થયા બાદ જ આગળના વિકાસકામો હાથ ધરી શકાશે. આ પત્ર બાદ હવે પાલિકા દ્વારા આ વિસ્તારમાં રોડ અને ફેન્સિંગ સહિતની પ્રક્રિયા સિંચાઈ વિભાગની કામગીરી પૂર્ણ થયા બાદ આગળ વધારવામાં આવશે. કેનાલ ખુલ્લી હોવાથી લોકો સ્નાન કરતા હોય છે. (ફાઈલ તસવીર
    Click here to Read More
    Previous Article
    તહેવારોમાં તંદુરસ્તી સાથે રોજગારી મેળવી શકે તેવો ઉદ્દેશ:પાટણમાં બહેનોને સુગર ફ્રી મીઠાઈ અને ઓઇલ ફ્રી ફરસાણ બનાવતાં શીખવવા તાલીમ વર્ગ યોજાયો
    Next Article
    નિર્ણય:કોર્ટ વિભાજનનો પ્રશ્ન નહીં ઉકેલાતાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનનો તમામ લોક અદાલતોના બહિષ્કારનો ઠરાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment