Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તહેવારોમાં તંદુરસ્તી સાથે રોજગારી મેળવી શકે તેવો ઉદ્દેશ:પાટણમાં બહેનોને સુગર ફ્રી મીઠાઈ અને ઓઇલ ફ્રી ફરસાણ બનાવતાં શીખવવા તાલીમ વર્ગ યોજાયો

    13 hours ago

    પાટણમાં તહેવારોની સિઝનમાં નગરજનો સ્વાદની સાથે સ્વાસ્થ્ય જાળવી શકે અને મહિલાઓ રોજગારી મેળવી શકે તેવા હેતુથી શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરી ટ્રસ્ટ અને મહિલા ટીમ દ્વારા ‘ગંગાબા રોજગાર કેન્દ્ર’ અંતર્ગત એક દિવસીય દિવાળી સ્પેશિયલ વાનગીઓ બનાવવાની તાલીમ વર્ગ યોજાયો હતો. સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી ચાલેલા આ તાલીમમાં પાટણની 30 જેટલી બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વાસ્થ્ય તંદુરસ્તી જળવાઈ તેવી વાનગીઓ બનાવવાની રીતો શીખી હતી. તાલીમ વર્ગમાં ગુજરાતના પ્રખ્યાત અને એવોર્ડ વિજેતા માસ્ટર શેફ (વિસનગરના વતની) ગાયત્રીબેન ત્રિવેદીએ ખૂબ જ સરળ રીતે પ્રોટીન, ઓમેગા-3, વિટામિન, મિનરલ, બાયોટીન અને કેલ્શિયમથી ભરપૂર એવી હેલ્ધી બાઇટ્સ, ખજૂર અંજીર હલવો, રોઝ ગુલકંદ હલવો અને કોકોનેટ હલવો જેવી સુગર ફ્રી મીઠાઈઓ બનાવતા શીખવ્યું હતું. આ ઉપરાંત, તહેવારોમાં સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે મઠરી, મેથી સ્ટીક્સ, ચટપટા સ્ટીક્સ, હેલ્ધી ચેવડો અને ઓટ્સનો ચેવડો જેવા ફરસાણ ઓઇલ ફ્રી કે ઓછા તેલમાં કેવી રીતે બનાવી શકાય તેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મહિલા ટીમના પ્રમુખ હર્ષિદાબેન સોનીએ સ્વાગત પ્રવચન કરી મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ઘરઆંગણે જ સ્વચ્છ, શુદ્ધ અને સાત્વિક મીઠાઈ-નાસ્તા બનાવીને બહેનો દિવાળી ટાણે સ્વરોજગારી મેળવી શકે તે માટે આ સેમિનાર ઉપયોગી નિવડ્યો છે. લાઈબ્રેરી દ્વારા આગામી સમયમાં મહેંદી ક્લાસનું પણ આયોજન કરવામાં આવશે, જેનો લાભ લેવા બહેનોને અનુરોધ કર્યો હતો. ટ્રસ્ટના પ્રમુખ ડો. શૈલેષ સોમપુરાએ લાઇબ્રેરીમાં ચાલતા વિવિધ કોર્સ તેમજ આગામી મહેંદી ક્લાસ વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે સંયોજક દીપ્તિબેન સોની, સ્નેહાબેન પરીખ, દીપિકાબેન શાહ, જયશ્રી સોમપુરા, જ્યોતિબેન પટેલ, ગૌરાંગી પાગેદાર, વર્ષાબેન સોની, આરતીબેન દેશમુખ સહિતના કારોબારી સભ્યો અને બહેનોએ હાજરી આપી હતી. કાર્યક્રમની આભાર વિધિ જયમાલાબેન પંચાલ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ટેકાના ભાવ કરતાં રૂ.500 સુધી વધુ મળતાં ખેડૂતો ખુશ:હિંમતનગર યાર્ડમાં ગત વર્ષ કરતાં મગફળીની ખરીદીમાં 55 હજાર ક્વિન્ટલનો વધારો થયો
    Next Article
    પાટણ:ખુલ્લી કેનાલ હવે અંડર ગ્રાઉન્ડ થતા સ્નાન, કપડાં ધોવા તેમજ મૂર્તિ વિસર્જન જેવી પાણી પ્રદૂષણ અટકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment