Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેકાના ભાવ કરતાં રૂ.500 સુધી વધુ મળતાં ખેડૂતો ખુશ:હિંમતનગર યાર્ડમાં ગત વર્ષ કરતાં મગફળીની ખરીદીમાં 55 હજાર ક્વિન્ટલનો વધારો થયો

    14 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું મબલખ ઉત્પાદન થવાની સાથે ખેડૂતોને ઓલટાઈમ હાઈ ભાવ મળી રહ્યા છે. હિંમતનગર યાર્ડમાં ટેકાના ભાવ કરતાં રૂ. 500 સુધી વધુ મળી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ ખરીદીમાં 55 હજાર ક્વિન્ટલનો વધારો નોંધાયો છે. ગત વર્ષે અત્યાર સુધીમાં 1.34 લાખ ક્વિન્ટલ ખરીદી થઈ હતી તેની સામે ચાલુ વર્ષે 1.89 લાખ ક્વિન્ટલ મગફળીની ખરીદી થઈ છે. જીરુંનું વાવેતર કરનાર ખેડૂતોને પણ રૂ.1000 થી રૂ.1200 નો વધુ ભાવ મળતાં ત્રણ વર્ષના નુકસાનનું સાટું વળી ગયુ છે. જિલ્લામાં ચાલુ વર્ષે 84 હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. વીઘા દીઠ 70 મણ જેટલું ઉત્પાદન મળતું હતું તે આ વખતે વધીને સરેરાશ 75 મણ સુધી મળ્યું છે. હિંમતનગર યાર્ડમાં લાંબા સમયથી 25હજાર બોરીની આસપાસ આવક થઈ રહી હોવા છતાં મગફળીના ભાવ રૂ.1650 થી 2હજાર, 2100 સુધી બોલાઈ રહ્યા છે. જે અત્યાર સુધીના ઓલટાઈમ હાઈ ભાવ ગણવામાં આવી રહ્યા છે અને ટેકાના ભાવ કરતાં 150 થી 500 વધુ છે. સામાન્ય રીતે આવક વધતા ભાવમાં ઘટાડો જોવા મળતો હોય છે પરંતુ અનિયમિત વરસાદ અને સૌરાષ્ટ્રમાં મગફળીના ઉત્પાદનમાં આવનાર ઘટને લઈ ખરીદીમાં હરીફાઈ જોવા મળી રહી છે. ધી સોલ્વન્ટ એક્સ્ટ્રેકશન એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગ્રાઉન્ડ સર્વેમાં વર્ષ 2026-27માં રાજ્યમાં મગફળીનું કુલ ઉત્પાદન ઘટીને 33.30 લાખ મેટ્રિક ટન રહેવાનો અંદાજ છે. ગત વર્ષના 41.88 લાખ મેટ્રિક ટન ઉત્પાદનની સરખામણીએ આ વર્ષે 8.58 લાખ મેટ્રિક ટન એટલે કે લગભગ 20.5% નો ઘટાડો સૂચિત કરાયો છે. રાજ્યમાં મગફળીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થવાના એંધાણને પગલે સ્થાનિક બજારમાં મગફળીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આગામી દિવસોમાં પણ ભાવ ઊંચા મળવાની શક્યતા હિંમતનગર યાર્ડના ચેરમેન જયેશભાઈ પટેલે જણાવ્યું કે ગત વર્ષે તા.1-09-25 થી તા.26-10-25 સુધીમાં મગફળીની 1.34 લાખ ક્વિન્ટલ ખરીદી થઈ હતી તેની સામે ચાલુ વર્ષે તા.1-09-26થી તા.26-10-26 સુધીમાં 1.89 લાખ ક્વિન્ટલ મગફળીની ખરીદી થઈ છે. જે 55 હજાર ક્વિન્ટલ વધારો સૂચવે છે. અગાઉના વર્ષોની સરખામણીએ રાજ્યમાં કુલ ઉત્પાદનનું પ્રમાણ 25 ટકા ઘટવાથી ટ્રેડિંગ માર્કેટમાં મગફળીનો જથ્થો મર્યાદિત રહેવાનો અંદાજ છે. આગામી દિવસોમાં પણ મગફળીના બજાર ભાવ ઊંચા જળવાઈ રહેવાની પૂરી શક્યતા છે. જિલ્લામાં ચાલુ વર્ષે પશ્ચિમ પટ્ટામાં 200 એકર જેવું જીરુંનું વાવેતર પણ થયેલ છે તેમાં પણ રૂ.1000 થી 1200નો વધારો મળતાં ખેડૂતોના છેલ્લા ત્રણ વર્ષનું નુકસાન સરભર થઈ ગયું છે.
    Click here to Read More
    Previous Article
    સિસ્ટમ ખોરવાતાં અરજદારો રઝળ્યા:ઈ-નગર પોર્ટલ 26 દિવસથી બંધ હોઇ હિંમતનગર પાલિકામાં વેરા વસૂલાત ઠપ
    Next Article
    તહેવારોમાં તંદુરસ્તી સાથે રોજગારી મેળવી શકે તેવો ઉદ્દેશ:પાટણમાં બહેનોને સુગર ફ્રી મીઠાઈ અને ઓઇલ ફ્રી ફરસાણ બનાવતાં શીખવવા તાલીમ વર્ગ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment