Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિર્ણય:કોર્ટ વિભાજનનો પ્રશ્ન નહીં ઉકેલાતાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનનો તમામ લોક અદાલતોના બહિષ્કારનો ઠરાવ

    12 hours ago

    મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા સોમવારે મળેલી સામાન્ય સભામાં ગુજરાત વડી અદાલત દ્વારા કોર્ટ વિભાજનના પ્રશ્ને હકારાત્મક પ્રતિસાદ નહીં મળવાને કારણે આગામી તમામ લોક અદાલતોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે. મહેસાણાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત વડી અદાલત દ્વારા કોર્ટ વિભાજન અંગે હકારાત્મક પ્રતિસાદ ન મળવાને કારણે હવે પછી આવનાર તમામ લોક અદાલતોનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રમુખ રાજેન્દ્ર બારોટે જણાવ્યું કે, હવે પછી આવનાર કોઈપણ લોક અદાલતમાં ડિસ્ટ્રિક્ટ બારના કોઈ પણ વકીલ દ્વારા મિડિએશન માટે કેસ મૂકવા સંમતી આપવામાં આવશે નહીં. તેમજ હાલ જે વકીલો મિડિએટર તરીકે કામગીરી કરી રહ્યા છે, તેઓ પણ આ કામગીરીમાં ભાગ લેશે નહીં. તેમજ કોઈ પણ વકીલ દ્વારા મધ્યસ્થી તરીકે પોતાના નામની સંમતી આપવામાં આવશે નહીં તેમજ આગ્રહપૂર્વક ના પાડવામાં આવશે. આ ઉપરાંત, કોઈપણ વકીલે કોર્ટની કોઈપણ કમિટીમાં કાયદાના સલાહકાર તરીકે જોડાવવાનું રહેશે નહીં. ​આ તમામ ઠરાવો સર્વાનુમતે પસાર કરાયા છે અને તે ડિસ્ટ્રિક્ટ બારના તમામ નોંધાયેલા વકીલોને ફરજિયાત લાગુ પડશેનું જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ:ખુલ્લી કેનાલ હવે અંડર ગ્રાઉન્ડ થતા સ્નાન, કપડાં ધોવા તેમજ મૂર્તિ વિસર્જન જેવી પાણી પ્રદૂષણ અટકશે
    Next Article
    Pune Man Molests Teen On Road, Tries To Kidnap Her, Locals Thrash Him

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment