Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીઠી મૂંઝવણ:ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છીએ પણ બોયફ્રેન્ડ લગ્ન કરવાનું ટાળે છે

    13 hours ago

    મોહિની મહેતા પ્રશ્ન: મારી ઉંમર 36 વર્ષની છે. મારે એક ગર્લફ્રેન્ડ છે અમે 3 વર્ષથી રિલેશનશીપમાં છીએ. હું જ્યારે જ્યારે તેને લગ્ન કરવા અંગેની વાત કરું એ ટાળી દે છે. હું તેને ખૂબ પ્રેમ કરું છું. એ પણ ને ઘણો પ્રેમ કરે છે, પણ લગ્ન માટે રાહ જોવાનું કહે છે, આવી પરીસ્થિતિમાં મારે શું કરવું?{ એક યુવાન ઉત્તર: 33 વર્ષની ઉંમરે 3 વર્ષ લાંબા સંબંધ પછી લગ્ન માટે સ્પષ્ટતા ઈચ્છવી એ તમારો હક છે. ઘણીવાર છોકરીઓ કરિયર કે જવાબદારીઓના ડરથી લગ્નની વાત ટાળતા હોય છે. પરંતુ માત્ર પ્રેમ પૂરતો નથી, સંબંધમાં કમિટમેન્ટ પણ એટલી જ જરૂરી છે. તેમની સાથે શાંતિથી બેસીને વાત કરો તેને નિર્ણય લેવા માટે કે એકથી બે મહિના સુધીનો સમય આપો. શું તેમને કૌટુંબિક દબાણ છે કે પછી બીજું કોઈ કારણ છે? તેમની આવી કોઈ સમસ્યા હોય તો સાથે મળીને ઉકેલ લાવો. જો તેઓ વારંવાર વગર કારણે વાત ટાળે, તો તમારે મક્કમ થઈને તમારા ભવિષ્ય અને આત્મસન્માન માટે કડક નિર્ણય લેવો પડશે. અનિશ્ચિત રાહ જોવાને બદલે, પોતાના ભવિષ્યને પ્રાથમિકતા આપો. પ્રશ્ન: મારી ઉંમર 20 વર્ષની છે. મારા સ્તન ભરાવદાર નથી આ કારણે હું જે કોઈ કપડાં પહેરું ત્યારે ખરાબ લાગે છે અને મને સંકોચ પણ થાય છે. મારી ફીમેલ ફ્રેન્ડ પણ આ કારણથી મારી હાંસી ઉડાવે છે. શું આ માટે હું કોઈ દવા લઈ શકું છું. મહેરબાની કરીને મને ઉપાય જણાવશો? { એક યુવતી ઉત્તર: પહેલી વાત તો એ કે હજી તમારી ઉગતી ઉંમર છે એટલે ઉંમર સાથે તમારા સ્તનમાં પણ ઉભાર આવશે. તમારે કોઈ દવા લેવાની જરૂર નથી, કારણ કે 20 વર્ષે દવા આળઅસર કરી શકે છે. તમે પેડેડ બ્રાનો ઉપયોગ કરી શકો છો તેનાથી તમારી સમસ્યાનું ઘણા અંશે ઉકેલ આવશે. હવે તો બજારમાં સોફ્ટ પેડેડથી લઈને સિલિકોન પેડેડ પણ ઉપલબ્ધ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. તમે નિશ્ચિંત રહો ઉંમર વધશે તેમ તમારા સ્તનનો પણ ઉભાર આવશે. બીજું કે આ સમસ્યાને લઈને તમારા મિત્રો તમારી હાંસી ઉડાવે તો તેને અવગણો. તમે પોતાના પર વિશ્વાસ રાખશો. પ્રશ્ન: મારી ઉંમર 36 વર્ષની છે મારા લગ્નજીવનને 4 વર્ષ થયા છે. મારી એક મિત્ર છે જે હજી સિંગલ છે તેના દ્વારા મને જાણ થઈ કે મારો પતિ ડેટિંગ એપ પર છે. તેણે મને મારા પતિની પ્રોફાઈલનો સ્ક્રિન શૉટ પાડીને મોકલ્યો છે, મારે બે સંતાનો છે તેમના કારણે હું તેને છોડી પણ શકતી નથી. મને કોઈ રસ્તો સુજતો માર્ગદર્શન આપશો?{ એક યુવતી ઉત્તર: લગ્નના 4 વર્ષ અને બે નાના બાળકોની જવાબદારી વચ્ચે જ્યારે આ આવી વાત જાણવા મળે ત્યારે આઘાત, ગુસ્સો અને લાચારી અનુભવાય તે સામાન્ય છે. બાળકોના ભવિષ્યને લીધે તમે તાત્કાલિક કોઈ મોટો નિર્ણય લેવા નથી માંગતા, જે તમારી પરિપક્વતા દર્શાવે છે. તમારી મિત્રએ મોકલેલો સ્ક્રીનશોટ એક મહત્ત્વનો પુરાવો છે, તેને મોબાઈલમાં સુરક્ષિત જગ્યાએ સેવ કરી લો. સૌપ્રથમ, ક્રોધ કે આક્ષેપો કર્યા વિના તમારી પત્ની સાથે એકાંતમાં ખુલ્લા મને વાત કરો. તમારી મિત્રએ મોકલેલો સ્ક્રિન શૉટ બતાવીને તેનો પક્ષ જાણવાનો પ્રયત્ન કરો. ક્યારેક જૂની કે નકલી પ્રોફાઇલ હોવાની શક્યતા પણ હોઈ શકે છે. લગ્નજીવનમાં ક્યાંક સંવાદની કે ભાવનાત્મક અંતરની કમી હોઈ શકે છે. આ માટે પ્રોફેશનલ મેરેજ કાઉન્સેલર કે સાયકોલોજિસ્ટની મદદ લો. તેઓ તમને બંનેને એકબીજાની સમસ્યાઓ સમજવામાં મદદ કરશે. આવેગમાં આવીને કોઈ મોટો નિર્ણય ન લો. બાળકોના ઉછેર માટે યોગ્ય વાતાવરણ જરૂરી છે. પતિની ભૂલ સુધારવાની ઈચ્છા હોય તો સંબંધને બીજી તક આપવા વિશે વિચારો. ધીરજ રાખો અને પરસ્પર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરો. પ્રશ્ન: મારી ઉંમર 27 વર્ષની છે મને 2 મહિનાથી પિરીયડ નથી આવ્યા. મારે એક બોયફ્રેન્ડ છે અમે અવાર નવાર સેક્સ કરીએ છીએ, પણ પ્રોટેક્શનનું ખાસ ધ્યાન રાખીએ છીએ. મને પ્રેગનેન્સી કિટ દ્વારા ચેક પણ કર્યું પણ નોર્મલ છે તેમ છતાં ડર લાગ્યા કરે છે. એક વાત જણાવું મને થાઈરોડ પણ છે. મેં સાંભળ્યું છે કે ઘણી વખત પ્રેગનેન્સી કિટ સચોટ રિજલ્ટ નથી આપતું. બને એટલી જલ્દી આ સમસ્યાનું નિવારણ જણાવશો? { એક યુવતી ઉત્તર: પ્રોટેક્શન વાપરવા છતાં જો પ્રેગ્નન્સી ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય, તો તેની ચોકસાઈ વધારવા માટે સવારના પ્રથમ પેશાબથી ફરી ટેસ્ટ કરી જુઓ. કારણ કે હોર્મોનનું સ્તર ઓછું હોવાથી ક્યારેક હોમ કિટમાં ચોક્કસ પરિણામ નથી મળતું. વધુ સચોટતા માટે ગાયનેકોલોજિસ્ટ પાસે Beta-hCG બ્લડ ટેસ્ટ કરાવો. તમારી સમસ્યાનું બીજું અને મુખ્ય કારણ થાઈરોઈડ હોઈ શકે છે. થાઈરોઈડ હોર્મોનનું અસંતુલન સીધું માસિક ચક્ર પર અસર કરે છે અને પિરિયડ્સ ખોરવી નાખે છે. આ સિવાય માનસિક તણાવ, વજનમાં ફેરફાર કે હોર્મોનલ ઈમબેલેન્સ પણ કારણભૂત હોઈ શકે. તમારી મૂંઝવણ દૂર કરવા માટે તાત્કાલિક કોઈ ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરી થાઈરોઈડ પ્રોફાઈલ અને બ્લડ પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવી લો. પ્રશ્ન: મારી ઉંમર 29 વર્ષની છે હું આઈટી કંપનીમાં નોકરી કરું છું. મને થોડા દિવસો પહેલાં પ્રમોશન પણ મળ્યું છે. હાલ હું કરિયર પર ધ્યાન આપવા માગું છું, પણ મારા પરિવારને મારા લગ્નની ઉતાવડ છે. આ સમસ્યાનો કોઈ ઉપાય જણાવશો? ઉત્તર: કરિયરમાં સફળતા મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. માતા-પિતાની વિચારસરણીથી વિચારીએ તો 29 વર્ષની ઉંમરે લગ્ન થઈ જવા જરૂરી છે. પણ માતા-પિતા સાથે ગુસ્સે થયા વગર શાંતિથી બેસીને વાત કરો. તેમને સમજાવો કે નવું પ્રમોશન તમારા માટે કેટલું મહત્ત્વનું છે અને તેનાથી ભવિષ્ય કેવું સુરક્ષિત બનશે. લગ્ન ના પાડવાને બદલે તેમની પાસે 1 કે 2 વર્ષનો સમય માંગો, જેથી તમે નવી પોસ્ટ પર સેટ થઈ શકો. બીજું એ કે તમે તેમને કહી શકો કે તેઓ અત્યારથી જ યોગ્ય પાત્ર શોધવાનું શરૂ કરે, કારણ કે સારો પાર્ટનર શોધવામાં પણ સમય લાગે છે. આમ તમને કરિયર સેટ કરવા માટે સમય પણ મળી જશે અને માતા-પિતા યોગ્ય મુરતિયો શોધવામાં વ્યસ્ત થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    મૂડ માઇન્ડ:જ્યારે શબ્દો મનમાં ઘા કરી જાય
    Next Article
    એકબીજાને ગમતા રહીએ:બાળઉછેરની નવી રીતઃ સ્લેપ (એસ.એલ.એ.પી.)

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment