Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૂડ માઇન્ડ:જ્યારે શબ્દો મનમાં ઘા કરી જાય

    12 hours ago

    ડો. સ્પંદન ઠાકર અંજલિબહેન સવારે પતિને એક વાત કહેવા ગયાં. પતિ મોબાઇલમાં વ્યસ્ત હતા. અંજલિબહેને ફરી વાત કરી, તો પતિ અકળાઈને બોલ્યા, ‘તારી સાથે તો કોઈ વાત જ ન થઈ શકે, તારી સાથે તો રહેવું જ મુશ્કેલ છે!’ અંજલિબહેન ચૂપ થઈ ગયાં. થોડી વાર પછી પતિનો ગુસ્સો શાંત થઈ ગયો. તેઓ રોજની જેમ ઓફિસ જવાની તૈયારી કરવા લાગ્યા. જતાં પહેલાં અંજલિબહેનને પૂછ્યું પણ ખરું, ‘સાંજે શું બનાવવાની છે?’ પણ અંજલિબહેનના મનમાં સવારનું વાક્ય અટકી ગયું હતું. રસોડામાં કામ કરતાં વિચાર આવ્યો, ‘હું એવું તો શું બોલી હતી?’ પછી થયું, ‘મારી વાત સાંભળવામાં પણ એમને રસ નથી!’ બપોર સુધીમાં તો સવારની એક વાત સાથે જૂની કેટલીક ફરિયાદો પણ યાદ આવી ગઈ. જાણે મનમાં જ્યારે જ્યારે કઈપણ નેગેટિવ થયેલું એના બધા ખાના એકસાથે ખુલી ગયા. સાંજે પતિ ઘરે આવ્યા ત્યારે બધું સામાન્ય હતું, પણ અંજલિબહેનનો મૂડ હજી બરાબર નહોતો. પતિએ પૂછ્યું, ‘શું થયું? આજે શાંત છો!’ અંજલિબહેને કોઈ જવાબ આપ્યો નહીં. પતિ તરત સમજી ગયા, ‘અરે, એ વાત હજી યાદ છે? હું તો ક્યારનો ભૂલી ગયો!’ અંજલિબહેન બોલ્યાં, ‘તમે ભૂલી ગયા, પણ મને તો આખો દિવસ એવું લાગતું રહ્યું કે મારી વાતની તમને કોઈ કિંમત જ નથી!’ પતિ કદાચ આટલું વિચારીને બોલ્યા જ નહોતા. પરંતુ અંજલિબહેનના મનમાં એ વાક્યનો અર્થ કંઈક જુદો થઈ ગયો હતો. આપણી સાથે પણ આવું થાય છે. કોઈ એક વાત બોલી દે છે અને પછી પોતાના કામમાં લાગી જાય છે. પણ સાંભળનારના મનમાં એ જ વાત વારંવાર વાગોળાતી રહે છે. ક્યારેક તો એક વાક્યમાંથી બીજી દસ વાતો યાદ આવી જાય છે! કારણ કે આપણને માત્ર શબ્દો નથી સંભળાતા, એ શબ્દોનો અર્થ પણ આપણે કાઢીએ છીએ. નજીકની વ્યક્તિ કંઈક કડવું બોલે ત્યારે દુઃખ માત્ર એ શબ્દોનું નથી હોતું; ક્યારેક એ શબ્દોના લીધે આપણે એવું અનુભવીએ છે કે આપણી વાત, આપણી લાગણી કે આપણું મહત્ત્વ ઓછું છે.આપણે આખા દિવસમાં થયેલી પાંચ સારી વાતો ભૂલી જઈએ, પણ એક કડવી વાત યાદ રાખીએ, એવું પણ ઘણી વાર બને છે. એટલે જ ઝઘડો પૂરો થઈ જાય છે, પણ આપણે ઘણી વાર કોઈના શબ્દો કરતાં એનો અર્થ વધુ યાદ રાખીએ છીએ. નજીકની વ્યક્તિના શબ્દો વધુ વાગે છે, કારણ કે તેની પાસેથી અપેક્ષાઓ પણ વધુ હોય છે. વળી, મન કડવી વાતોને સારી વાતો કરતાં વધુ સમય સુધી પકડી રાખે છે. એક જ વાતને વારંવાર યાદ કરવાથી દુઃખ ઓછું થવાને બદલે વધી પણ શકે છે. છતાં મનમાં એ વાત પૂરી થતી નથી.આવી સ્થિતિમાં કદાચ બહુ મોટી વાત કરવાની જરૂર નથી હોતી. જીવનસાથીને એટલું પૂછી લેવું કે, ‘મારી વાતથી તને દુઃખ થયું?’ અને પોતાની ભૂલ સમજાય તો દિલથી માફી માગી લેવી. બીજી તરફ, દુઃખ થયું હોય તો મનમાં વાતને વારંવાર ફેરવવાને બદલે સામેની વ્યક્તિને કહી દેવું કે કઈ વાત ખૂંચી.કારણ કે ક્યારેક સામેની વ્યક્તિને ખબર પણ નથી હોતી કે તેની એક વાત મનમાં આટલી દૂર સુધી પહોંચી ગઈ છે. મૂડ મંત્ર: ક્યારેક આપણે શું બોલ્યા એ ભૂલી જઈએ છીએ, પણ સામેની વ્યક્તિને કેવું લાગ્યું એ પૂછવાનું ભૂલી જઈએ છીએ. સંબંધોમાં આટલું યાદ રાખીએ, તો ઘણી નાની વાતો મોટી બનતી અટકી શકે છે.
    Click here to Read More
    Previous Article
    પાંચમો વેદ:કેટલાક લોકો કહે છે કે વધારે તલ હોય તો વ્યક્તિ ભાગ્યશાળી હોય છે, આયુર્વેદ શું કહે છે?
    Next Article
    મીઠી મૂંઝવણ:ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છીએ પણ બોયફ્રેન્ડ લગ્ન કરવાનું ટાળે છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment