Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંચમો વેદ:કેટલાક લોકો કહે છે કે વધારે તલ હોય તો વ્યક્તિ ભાગ્યશાળી હોય છે, આયુર્વેદ શું કહે છે?

    12 hours ago

    વૈદ્ય પ્રેરક શાહ પ્રશ્ન: મને રાત્રે પડખું ફરીને સૂવાની ટેવ છે અને સૂતી વખતે હાથમાં ખાલી ચડી જાય છે. એના માટે શું કરવું?{ મહેશ કંસારા ઉત્તર: સૂતી વખતે હાથ દબાઈ જવાથી કે કોણી વધુ વાળેલી રહેવાથી હાથમાં ઝણઝણાટી કે ખાલી પડી શકે છે. સૂતી વખતે હાથ માથા કે શરીર નીચે ન રાખો અને કોણીને આરામદાયક સ્થિતિમાં રાખો. હાથમાં ખાલી પડી જાય તો હાથની સ્થિતિ બદલીને હળવેથી આંગળીઓ હલાવો. ગરદન અને ખભાને હળવી કસરતથી સક્રિય રાખો. દરરોજ ગરદનથી શરુ કરીને હાથની આંગળીઓ સુધી મહાનારાયણ તેલથી માલિશ કર્યા પછી એના પર ગરમ પાણીનો શેક કરવો. વારંવાર આવું થતું હોય તો ગરદનની નસની તકલીફ માટે તપાસ કરાવો. ગરદનનો x-ray કરાવીને નિદાન કરી શકાય પછી જરૂર પ્રમાણે દવાઓ કે અન્ય સારવાર વિચારી શકાય . પ્રશ્ન: મારી ઉંમર 24 વર્ષ છે. મને બોચીના ભાગે બહુ કાળાશ રહે છે. બ્યુટી પાર્લરમાં ટ્રીટમેન્ટ કરાવું તો થોડા સમય માટે સારું રહે છે, પરંતુ વારંવાર કરાવવું પોસાય તેમ નથી. કોઈ આયુર્વેદિક ઉપાય જણાવશો?{ રોમા વકીલ, અમદાવાદ ઉત્તર: બોચી કે ગરદનના પાછળના ભાગની કાળાશ માટે સૌપ્રથમ તડકાથી ત્વચાનું રક્ષણ કરવું જરૂરી છે. દરરોજ સનસ્ક્રીન લગાવો અને તડકામાં ચહેરો ઢાંકીને રાખો. બહુ પરસેવો થતો હોયતો, વારંવાર પસીનો લૂછતાં રહો. નહાતી વખતે બોચીના ભાગને ઘસીને સાફ કરો, બાદમાં હળવા ક્લેન્ઝરથી સાફ કરીને યોગ્ય મોઈશ્ચરાઇઝર લગાવો. સંવેદનશીલ ત્વચા હોય તો ચણાનો લોટ કે અન્ય ઉબટન પણ વાપરી શકાય. સમજ્યા વગર - સોશિયલ મીડિયામાં રીલ્સ જોઈને લીંબુ, ટામેટાં કે બેકિંગ સોડા વગેરે ઘસવાનું ટાળો. કાળાશ વધતી હોય કે ડાઘ લાંબા સમયથી હોય તો આયુર્વેદ વૈદ્યની સલાહ લો. જરૂર હોય તો વૈદ્ય તમને પિત્ત વધી ગયું હશે તો તેના માટે દવાઓ આપશે. અથવા લોકલ એપ્લિકેશન માટે યોગ્ય લેપની ભલામણ કરશે. પ્રશ્ન: મારા પિતાની ઉંમર 68 વર્ષ છે. તેમને ચાલવામાં ખૂબ તકલીફ પડે છે. ખાસ દુખાવો નથી, પરંતુ ઊભા થઈને ચાલી શકતા નથી. છેલ્લા 4-5 વર્ષથી આ તકલીફ છે. ડૉક્ટર કમરનું ઑપરેશન કરાવવાનું કહે છે, પરંતુ અમે તૈયાર નથી. શું આયુર્વેદમાં ઉપાય થઈ શકે?{ મીતા દલાલ ઉત્તર: આ ઉંમરે ચાલવામાં ખૂબ તકલીફ થતી હોય તો કમર, કમરના મણકાંમાંથી નીકળતી નસો, અને પગની શક્તિની તપાસ કરાવવી જરૂરી છે. તમે અગાઉ કરાવેલા x-ray કે MRIના રિપોર્ટ જોયા પછી જ ખ્યાલ આવે કે એમને ઑપરેશનની તાત્કાલિક જરૂર છે કે કેમ. ઘરે ચાલતી વખતે લપસી ન જવાય તેની કાળજી રાખો, બાથરૂમમાં પકડવાની રૉડ લગાવો અને જરૂર મુજબ વૉકરનો ઉપયોગ કરો. ફિઝિયોથેરાપિસ્ટની સલાહ મુજબ જ કસરત કરાવવાનું ચાલુ રાખો. અનુભવી આયુર્વેદિક વૈદ્ય પાસે અસરકારક સારવારના એક કરતાં વધારે (દવાઓ, પંચકર્મ - કટિબસ્તિ, બસ્તિ સારવાર, અગ્નિકર્મ, ક્ષારકર્મ જેવા) ઓપશન્સ હોય છે. પરંતુ પહેલા રિપોર્ટ્સ ના આધારે યોગ્ય નિદાન જાણવું જરૂરી છે. પ્રશ્ન: મારા આખા શરીર પર ઘણાં તલ છે. કેટલાક લોકો કહે છે કે વધારે તલ હોય તો વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. આયુર્વેદ તલ વિશે શું કહે છે? { પિનલ શાહ, ગાંધીનગર ઉત્તર: શરીર પર તલ વધારે હોય કે ઓછા, તેના આધારે વ્યક્તિનું ભાગ્ય નક્કી થતું નથી. આજકાલતો શરીરમાં નિશ્ચિત જગ્યાએ આર્ટિફિશિયલ તલ કરાવવાની ફેશન ચાલે છે. એટલેકે તલ ફેશનનો એક ભાગ છે. સામાન્ય રીતે પિત્ત પ્રકૃતિના લોકોને વધારે તલ હોવાની શક્યતા હોય છે. મોટાભાગના તલ હાનિકારક હોતા નથી. તેમ છતાં, સમયાંતરે તલના રંગ, આકાર અને કદમાં ફેરફાર થાય છે કે નહીં તેનું ધ્યાન રાખો. કોઈ તલ ઝડપથી મોટો થાય, રંગ બદલાય, કિનારી અનિયમિત બને, ખંજવાળ આવે કે લોહી નીકળે તો ડોક્ટરને બતાવો. તલ પર લીંબુ, એસિડ કે અન્ય ઘરગથ્થુ વસ્તુઓ લગાવીને દૂર કરવાનો પ્રયાસ ન કરો. પ્રશ્ન: મારી ઉંમર 36 વર્ષ છે. મારા જમણા પગના અંગૂઠાનો નખ પીળો પડી ગયો છે. જાણે ઇન્ફેક્શન થયું હોય એવું લાગે છે. બીજી કોઈ તકલીફ નથી, પરંતુ નખ તરત તૂટી જાય છે. શું કરવું? ઉત્તર: નખ પીળો પડવો અને બરડ થઈને તૂટી જવો ફંગલ ઇન્ફેક્શનને કારણે હોઈ શકે છે, પરંતુ અન્ય કારણો પણ શક્ય છે. પગને નિયમિત ધોઈને સારી રીતે સૂકા રાખો, ખાસ કરીને આંગળીઓ વચ્ચે. મોજાં રોજ બદલો, હવામાં સુકાઈ શકે તેવા જૂતાં પહેરો અને નખને સીધા કાપો. નખને ખેંચીને કાઢવાનો પ્રયાસ ન કરો તથા તેના પર બ્લીચ, એસિડ કે અન્ય તીવ્ર વસ્તુઓ ન લગાવો. ફંગલ ઇન્ફેક્શન હોય તો પંચવલ્કલ કવાથ કે ત્રિફળા કવાથથી રોજ ધોઈ શકાય. ત્યારબાદ પંચગુણ તેલ ચોપડવાથી ધીરે ધીરે નખ સારા થઇ શકે. નખને સ્વસ્થ થવામાં કેટલાંક મહિના લાગી શકે છે એટલે ધીરજ રાખશો. અથવા નજીકના વૈદ્યને રૂબરૂ બતાવી આવશો.
    Click here to Read More
    Previous Article
    જ્ઞાન-વિજ્ઞાન:મેકઅપઃ સુંદરતા કે સાઇડ ઇફેક્ટ્સ?
    Next Article
    મૂડ માઇન્ડ:જ્યારે શબ્દો મનમાં ઘા કરી જાય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment