Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્ઞાન-વિજ્ઞાન:મેકઅપઃ સુંદરતા કે સાઇડ ઇફેક્ટ્સ?

    11 hours ago

    ડૉ. વિજય દવે જાણીતા કોસ્મેટોલોજીસ્ટ એલિઝાબેથ આરડેને સ્ત્રીઓ વિશે એક શાશ્વત સત્ય કહેલુ છે કે, Every Woman Has The Right To Be Beautiful. (દરેક મહિલાને સુંદર દેખાવાનો હક છે.) અને આ સુંદર થવામાં મહિલાને મદદ કરતા ઉપકરણોમાં ચહેરાનો મેકઅપ અગત્યનું સ્થાન ધરાવે છે. પણ આ મેકઅપનાં સામાનથી પણ ક્યારેક ચામડીને અથવા સમગ્ર શરીરને નુકશાન થઈ શકે છે. ચહેરાની ચામડી સહિત શરીરના વિવિધ અંગો પર થતી મેકઅપની ખરાબ અસરો આ પ્રમાણે છે. ફાઉન્ડેશન, કન્સીલર અથવા પ્રાઇમર જેવાં હેવી મેકઅપ ત્વચાના છિદ્રો બંધ કરી દે, તેથી ત્વચાને પુરતો ઓકિસજન ન મળતા ખીલ અને બ્લેકહેડ્સ થઈ શકે. દિવસભર મેકઅપ રાખ્યા પછી જો તેને રાત્રે ઉતારી ના નખાય તો કોલેજન બોડીઝનું પ્રમાણ ઘટતા ચહેરા પર કરચલીઓ પડે કે ફાઇન લાઇન્સ દેખાઈ શકે છે. કેટલીક કેમિકલ યુક્ત પ્રોડકટસ ચામડીની તૈલીય ગ્રંથિઓને સુકવી નાખતા ચામડી ડ્રાય થઈ જાય તો કેટલીક કેમિકલ પ્રોડકટસ વળી તૈલીય ગ્રંથિનો સ્ત્રાવ વધારી દેતાં ચામડી તૈલીય થઈ જાય. મેકઅપમાં વપરાતા પેરાબન્સ, સલ્ફેટ , કૃત્રિમ સુગંધીદાર તત્વો કે પ્રીઝર્વેટિવ્સની એલર્જીથી લાલ ચકામા ખંજવાળ, બળતરા, સોજો કે ચહેરો લાલ થઈ જઈ શકે. કાજળ, આઇલાઇનર કે સસ્તા મસ્કારા વગેરેનો લાંબો સમય ઉપયોગ કરવાથી અથવા અન્ય સાથે શેર કરવાથી આંખોમાં ઇન્ફેકશન થાય, આંખો લાલ થઈ જાય, ખીલ થાય કે આંખની અન્ય તકલીફો થઈ શકે છે. સસ્તી કે મેટ લિપસ્ટિક કે લીપબામ વાપરવાથી હોઠ પોતાની કુદરતી ભીનાશ ખોઈ બેસતા હોઠ સુકાયેલા, ચીરાયુક્ત, તરડાયેલા કે કાળા પડી શકે છે. હેર સ્પ્રે, કેમિકલયુક્ત કલર્સ કે જેલના ઉપયોગથી વાળ અકાળે સફેદ થઈ જાય, ખરી પડે અને માથાની ત્વચામાં સોરાયસીસ જેવી તકલીફ થઈ શકે છે. કેટલીક લોકલ, સસ્તી કે આઇએસઆઇ જેવા સ્ટાન્ડર્ડ વગરની પ્રોડક્ટસ જેમાં સીસુ, મરક્યુરી કે આર્સેનિકની હાજરીથી તેનું શરીરમાં શોષણ થતા સ્વાસ્થ્ય સંબંધી ગંભીર તકલીફો થઈ શકે. આનાથી બચવાના અત્યંત સરળ ઉપાયો તમે અજમાવી શકો છો. હંમેશા સારી ગુણવત્તાવાળા, પ્રમાણિત, ઓર્ગેનિક અને કે મિનરલ બેઝડ મેકઅપ જ વાપરો. રાત્રે ગમે તેટલા થાક્યા હો, મોડું થયું હોય તો પણ મેકઅપ ઉતારીને જ સુવો. અઠવાડિયામાં એક-બે દિવસ મેકઅપ ફ્રી રાખવાથી ત્વચા કુદરતી રીતે શ્વાસ લઈ શકશે. તમારા મેકઅપ, બ્રશ, સ્પોન્જ વગેરે હંમેશાં સાફ રાખો અને તે કોઈની સાથે શેર ન કરો. મેકઅપ નક્કી કરતા અને વાપરતા પહેલાં તમારા ચામડીના નિષ્ણાતનો સંપર્ક કરી તમારી ત્વચાનો પ્રકાર, તમારી જરૂરત અને જો કોઈ એલર્જી હોય તો તે અંગે ચર્ચા જરૂર કરી લેવી. (વધુ આવતા સપ્તાહે)
    Click here to Read More
    Previous Article
    સ્વાસ્થ્ય:મિડલાઇફમાં લાંબા સમયનો દુખાવો
    Next Article
    પાંચમો વેદ:કેટલાક લોકો કહે છે કે વધારે તલ હોય તો વ્યક્તિ ભાગ્યશાળી હોય છે, આયુર્વેદ શું કહે છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment