Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વાસ્થ્ય:મિડલાઇફમાં લાંબા સમયનો દુખાવો

    10 hours ago

    ડૉ. નિમિષા શાહ ઇન્ટરનેશનલ મેનોપોઝ સોસાયટી (IMS) એ 2026માં મેનોપોઝ અવેરનેસ મન્થની થીમ Chronic Pain in Midlife રાખી છે. ચાલો, આપણે તેને વિગતવાર સમજીએ ક્રોનિક પેઇન શું છે? 3 મહિના કે તેથી વધુ સમય સુધી રહેતો અથવા વારંવાર થતો દુખાવો ક્રોનિક પેઇન કહેવાય છે. મેનોપોઝ અને પેરીમેનોપોઝ દરમિયાન કેટલીક મહિલાઓમાં સાંધા અને સ્નાયુઓનો દુખાવો વધી શકે છે. સામાન્ય લક્ષણો • ઘૂંટણ, કમર, હિપ્સ અને અન્ય સાંધામાં દુખાવો. • સ્નાયુઓમાં દુખાવો, ખેંચાણ અથવા નબળાઈ. • સવારે અથવા લાંબો સમય બેસ્યા પછી જકડાઈ જવું. • ખભા અને ગરદનમાં દુખાવો. • માથાનો દુખાવો અથવા માઇગ્રેન. • હાથ-પગમાં ઝણઝણાટી, બળતરા અથવા સુન્નપણું. • મેનોપોઝમાં દુખાવો કેમ વધી શકે? • એસ્ટ્રોજનમાં થતો ઘટાડો અને હોર્મોનલ ફેરફાર • સ્નાયુઓની શક્તિ અને માસમાં ઘટાડો • વજન તથા પેટની ચરબીમાં વધારો • ઊંઘની કમી અને થાક • તણાવ, ચિંતા અને શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો • દરેક દુખાવો માત્ર મેનોપોઝને કારણે હોય એવું જરૂરી નથી કયા કારણોની તપાસ જરૂરી છે? • ઓસ્ટિઓઆર્થ્રાઇટિસ અથવા અન્ય સાંધાની સમસ્યા. • ર્યુમેટોઇડ આર્થ્રાઇટિસ જેવી સોજાવાળી બીમારી. • ઓસ્ટિયોપોરોસિસ અથવા હાડકાંની નબળાઈ. • થાઇરોઇડની તકલીફ અથવા વિટામિન B12ની ઉણપ. • ડાયાબિટીસ/પ્રીડાયાબિટીસ સાથેની નસની સમસ્યા. આહાર - શરીર અને સ્નાયુઓને પોષણ આપો • દરરોજ પૂરતું પ્રોટીન: દાળ, મગ, ચણા, પનીર, દહીં, ટોફુ વગેરે. • વિવિધ રંગનાં શાકભાજી અને લીલા શાક. • ફળો, આખા અનાજ અને પૂરતા પ્રમાણમાં ફાઇબર. • અખરોટ, બદામ, અળસી, ચિયા, તલ જેવી સારી ચરબીવાળી વસ્તુઓ. • કેલ્શિયમ અને વિટામિન D3 હાડકાં માટે મહત્ત્વપૂર્ણ છે. • વધુ ખાંડ, તળેલું અને અત્યંત પ્રોસેસ્ડ ખોરાક ઓછો કરો. • ક્રેશ ડાયટ ટાળો, કારણ કે તે સ્નાયુઓની શક્તિ ઘટાડી શકે છે. કસરત - દુખાવો હોવા છતાં યોગ્ય રીતે હલનચલન કરો • અઠવાડિયામાં આશરે 150 મિનિટ મધ્યમ ગતિની ચાલ અથવા અન્ય એરોબિક કસરત. • અઠવાડિયામાં 2–3 દિવસ શક્તિ વધારતી કસરત. • દરરોજ 10–15 મિનિટ હળવું સ્ટ્રેચિંગ અને મોબિલિટી કસરતો. • યોગ, શ્વાસની કસરત અને સંતુલનની કસરતો ઉમેરો. • દુખાવો વધે તો કસરત સંપૂર્ણ બંધ કરવાને બદલે યોગ્ય ફેરફાર કરો. ઊંઘ અને તણાવનું સંચાલન • નિયમિત સમયે સૂવાની અને જાગવાની ટેવ રાખો. • સૂતા પહેલાં મોબાઇલ/સ્ક્રીનનો ઉપયોગ ઓછો કરો. • સાંજે કેફીન ઓછું કરો. • દરરોજ 5–10 મિનિટ દીર્ઘ શ્વાસ, ધ્યાન અથવા રિલેક્સેશન કરો. • વજનનું યોગ્ય સંચાલન • વધારાનું વજન ખાસ કરીને ઘૂંટણ, હિપ્સ અને કમર પર ભાર વધારી શકે છે. ધીમે ધીમે વજનનું સંચાલન કરવા માટે પ્રોટીન, ફાઇબર, નિયમિત કસરત અને પૂરતી ઊંઘ પર ધ્યાન આપો. ક્યારે ડૉક્ટરની સલાહ લેવી? • ખૂબ તીવ્ર અથવા અચાનક શરૂ થયેલો દુખાવો. • સાંધામાં સોજો, ગરમાશ અથવા લાલાશ. • લાંબા સમય સુધી રહેતી સવારની જકડાઈ. • વધતું સુન્નપણું અથવા નબળાઈ. • વારંવાર પડવું અથવા ચાલવામાં તકલીફ. • ઈજા પછી સતત દુખાવો. • કારણ વગર વજન ઘટવું અથવા સતત રાત્રિનો દુખાવો.
    Click here to Read More
    Previous Article
    પરખ:ભાઈ-બહેનની તકરારમાં છુપાયો... પ્રેમ
    Next Article
    જ્ઞાન-વિજ્ઞાન:મેકઅપઃ સુંદરતા કે સાઇડ ઇફેક્ટ્સ?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment