Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરખ:ભાઈ-બહેનની તકરારમાં છુપાયો... પ્રેમ

    9 hours ago

    જયસ્વી પટેલ ભાઈ-બહેનનો પ્રેમભર્યો સંબંધ અનોખો તો હોય છે. પણ નાની-નાની વાતમાં બંને વચ્ચે ખેંચતાણ ચાલતી જ રહે છે. ભાઇ-બહેનનો આ લેખ વાંચીને તમને પણ થશે કે આવું તો અમારા ઘરે પણ થાય છે. હિટલર દીદી જો પરિવારના 2-3 સંતાનોમાં સૌથી મોટી દીકરી હોય, તો તેને નાના ભાઈ-બહેનોને નિયંત્રિત કરવાનું લાઇસન્સ મળી જાય છે. એવે વખતે મોટી બહેન તેને મળેલા વિશેષાધિકારનો સખતાઇથી ઉપયોગ કરે છે. નાના ભાઈ-બહેન પર રોફ જમાવવો, તેમને ધમકાવવાં-ફટકારવાં, પોતાનાં કામ તેમની પાસે કરાવવાં, દરેક વાતની પપ્પાને ફરિયાદ કરવાની ધમકી આપવી એ મોટી બહેનની આદત હોય છે. મોટા ભાઈ સાહેબ મોટો દીકરો ધીરગંભીર-આજ્ઞાકારી હોય છે. કોઇ પૂછપરછ વિના મા-બાપની વાત માની લે છે. નાના ભાઈ-બહેન પાસે પણ એ જ અપેક્ષા રાખે છે, જ્યારે તેઓ મોટા ભાઈની વાતને ગંભીરતાથી લેતાં નથી ત્યારે ઇમોશનલ થઈ બડબડાટ કરે છે, ભલે હમણાં મારી વાતને મજાકમાં લો, પછી પસ્તાશો. આગલા ધોરણમાં ભણતરનો બોજ વધશે, ત્યારે ખબર પડશે એટલે અત્યારથી જ ભણતરમાં ધ્યાન આપો. સફાઇ પસંદ બહેન કેટલાક પરિવારમાં દીકરી મમ્મીના પગલે ચાલતાં, ઘરને ઘણું સાફસૂથરું રાખે છે. જો ક્યારેક ભાઈ ચીજ-વસ્તુ વેરવિખેર કરી ગંદકી કરે તો તે બહુ ખીજાઈ જાય છે. જમ્યા પછી એંઠી પ્લેટ ટેબલ પર કેમ મૂકી? પુસ્તકો કેમ વેરવિખેર છે? ભીનો ટુવાલ બેડ પર કેમ મૂકી રાખ્યો છે? સફાઈ-પસંદ બહેન, ભાઈ સામે આવા સવાલોની ઝડી વરસાવે રાખે છે. ધુરંધર જાસૂસ કેટલાંક બાળક પેરેન્ટ્સ માટે ભાઈ-બહેનની જાસૂસી કરે છે. આવું બાળક ચતુરાઈથી ભાઈ-બહેનની બધી ગતિવિધિ પર નજર રાખે છે. કોઈ ખાસ સૂચના હાથ લાગે તો તકનો લાભ ઉઠાવી ભાઈ-બહેનને બ્લેકમેલ કરે છે. દા.તઃ તું મને ચોકલેટ અપાવ, નહિંતર મમ્મીને કહીશ કે તું કાલે ફોન મચેડતો હતો. પપ્પાને કહીશ કે, તેં કાલે તારા ક્લાસ ટેસ્ટ નોટ છુપાવી હતી...એમનાં ભાઈ-બહેન તેમને જોતાં જ સચેત થઈ જાય છે. ફરિયાદી છોટુ જે પરિવારમાં બે-ત્રણ બહેનનો એકલો નાનો ભાઈ હોય છે, તે સૌનો લાડકો હોય છે. દાદા-દાદીથી માંડી મમ્મી-પપ્પા સુધી બધાં તેનું જ સાંભળે છે. આ જ કારણે તે ઘર પર રાજ કરે છે. દાદા-દાદીને કે મમ્મી-પપ્પાને અવારનવાર દીદીની ફરિયાદ કર્યા કરે છે. દા.તઃ આજે મમ્માએ ખાવામાં ભીંડાનું શાક બનાવ્યું છે, દીદી મને રિમોટ આપતી નથી, તમે લોકો મને જ કહો છો..બાળકની આવી માસૂમિયત ભરી ફરિયાદ સાંભળી પરિવાર હસી પડે છે. પપ્પાની પ્રિન્સેસ એવું કહેવાય છે કે દીકરી પપ્પાની લાડલી હોય છે. આ જ કારણે ભાઈઓ સાથે તેનો સહેજ સિબલિંગ રાઇવલરી હોય છે. પોતાની વહાલી બહેન પ્રત્યે ભાઈના મનમાં થોડી ઈર્ષ્યા પણ હોય છે. તેમને એવું લાગે છે કે પપ્પા બહેનને વધારે પ્રેમ કરે છે અને તેની દરેક વાત માને છે. આવી લાડલી દીકરી પોતાના સ્પેશિયલ સ્ટેટસનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. તે પોતાની દરેક ફરમાઈશ પપ્પાને જ કહે છે. થાળીનું રીંગણ આ કેટેગરીના ભાઈ-બહેનની પ્રજાતિ હવે લુપ્ત થતી જાય છે. પાછલી પેઢીમાં જ્યારે મોટાભાગના પરિવારમાં બેથી વધુ ભાઈ-બહેન હતા ત્યારે તેમના વચ્ચે કેટલાંય ગ્રુપ બનતાં. જેમ કે, મસાલેદાર, લડાયક અને લડકણું ગ્રુપ, ઓછું બોલતાં કે શાંત બાળકનું ગ્રુપ, ગંભીર કે શરારતી બાળકનું ગ્રુપ..ઘણીવાર તેમની વચ્ચે ગંભીર અથડામણ પણ થતી. જ્યારે પેરેન્ટ્સ તેમને કોઇ બાબત વિશે પૂછતાં તો થોડાં બાળક જૂઠી ફરિયાદ કરનાર પક્ષનો સાથ આપતાં. આવાં તકવાદી બાળકોને તેમના ભાઈ-બહેન થાળીનું રીંગણું કે પલટુરામ કહી ચીઢવતાં.
    Click here to Read More
    Previous Article
    મધુરિમા બ્યૂટી:કર્લી વાળ માગે ખાસ સંભાળ
    Next Article
    સ્વાસ્થ્ય:મિડલાઇફમાં લાંબા સમયનો દુખાવો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment