Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકબીજાને ગમતા રહીએ:બાળઉછેરની નવી રીતઃ સ્લેપ (એસ.એલ.એ.પી.)

    14 hours ago

    છેલ્લા થોડા સમયથી નાના બાળકોમાં માનસિક પ્રશ્નોની સંખ્યા વધતી જાય છે. જેને હજી કપડાં પહેરવાનું, ખાવાનું કે પોતાની જેન્ડરનું પણ ભાન નથી એવા બાળકને જ્યારે બાળ મનોવૈજ્ઞાનિક પાસે લઈ જવા પડે ત્યારે દાદા-દાદીને કે વડીલોને લાગે છે કે, એમના જમાનામાં તો આવું કંઈ હતું જ નહીં! ચાર-પાંચ બાળકો, એક સંયુક્ત પરિવારમાં લડતા-ઝઘડતા, મારતા-કૂટતા, પડતા-આખડતા મોટા થઈ ગયા. આજના માતા-પિતા કારણ વગરના ‘નખરા’ કરે છે અથવા બાળકની નાની નાની પ્રવૃત્તિઓને વધુ પડતું મહત્ત્વ આપીને જે નથી, એવા પ્રશ્નો ઊભા કરે છે! આ કદાચ સાવ ખોટું નહીં હોય, પરંતુ સાવ સાચું પણ નથી જ! સંયુક્ત પરિવારમાં ઉછરેલા કેટલા બધા બાળકો જે આજે 50-60ના થવા આવ્યા છે એમને પોતાના ‘ઉછેર’ વિશે, કારકિર્દી વિશે કે વ્યક્તિત્વ વિશે પ્રશ્નો છે જ. એમને ક્યારેક એવી ફરિયાદ ઉભી થાય છે કે એમનો ઉછેર કરતી વખતે એમને નિગ્લેક્ટ કરવામાં આવ્યા છે અથવા એમની બુદ્ધિશક્તિ કે પ્રતિભા મુજબ એમનો વિકાસ થઈ શક્યો નથી કારણ કે, એમના માતા-પિતા કશું સમજતા જ નહોતા... માતા-પિતાની ભૂમિકા એક સોની કે હીરાઘસુ જેવી છે. રૉ-મટીરિયલ એમને મળી ચૂક્યું હોય છે, એમાંથી જ એમણે શ્રેષ્ઠ વ્યક્તિત્વ કે નાગરિકનો વિકાસ કરવાનો હોય છે. લગભગ દરેક માતા-પિતાને (આજના માતા-પિતાને તો ખાસ) સવાલ થાય છે કે, શ્રેષ્ઠ બાળઉછેર કઈ રીતે થઈ શકે. ત્રણ-ચાર બાળકો હોય ત્યારે માતા-પિતાનું ધ્યાન, આર્થિક જવાબદારી અને બીજી અનેક બાબતો એ સૌની વચ્ચે વહેંચાઈ જાય, પરંતુ હવે જ્યારે મોટાભાગના પરિવાર એક જ સંતાનના માતા-પિતા બનવાનું પસંદ કરે છે ત્યારે બંનેનું ધ્યાન પોતાના બાળક પર સંપૂર્ણપણે હોય એ સ્વાભાવિક છે. વધુ પડતું ધ્યાન આપવાથી બાળઉછેર સારી રીતે થઈ શકે છે એવું માનતા માતા-પિતા પણ બાળકના વ્યક્તિત્વ અને ભવિષ્યને નુકસાન કરે છે. આજકાલના માતા-પિતા બે અંતિમો પર બાળઉછેર કરે છે... ઘડિયાળના પેન્ડુલમની જેમ એક તરફ અત્યંત કડક, સ્ટ્રીક નિયમો છે અને બીજી તરફ સંપૂર્ણ આઝાદી. ખાવા-પીવાની બાબતમાં, સૂવાના સમય કે એમના ‘સર્વાંગી વિકાસ’ માટે વધુ પડતી પ્રવૃત્તિઓ કરાવવાની બાબતમાં (જાતભાતના ક્લાસીસ) કેટલાંક માતા-પિતા જરાય બાંધછોડ કરતાં નથી. બાળકને શું ગમે છે અથવા શું અનુકૂળ છે એનો વિચાર કરવાને બદલે એને ધરાર ચેસ, ટેનિસ, ડ્રોઈંગ, બેલે ડાન્સિંગ, સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ કરવાની ફરજ પાડે છે. આમાંના કોઈ લાઈફ સ્કિલ્સ નથી! આ બધું કરવામાં ખરેખર જે શીખવાનું છે અથવા જીવન જીવવા માટે જે જરૂરી બાબતો છે એ શીખવવાની રહી જાય છે અથવા એ વિશે માતા-પિતા ધ્યાન આપતા નથી. ભાષા, સંવેદના, સમજદારી અથવા શેરિંગ જેવી બાબતોને આજના સમયમાં ફિલોસોફિકલ રીતે ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે, પરંતુ ખરેખર પ્રેક્ટિકલ જીવન જીવવામાં આ બધી બાબતો ભૂલાઈ ગઈ છે. ઘરમાં એક ચોકલેટ આવે તો બાળકને દાદાને આપો, દાદીને આપો વગેરે કહીને ‘શેરિંગ’ શીખવવાનો પ્રયત્ન થાય છે, પરંતુ જ્યારે એ જ બાળક એની ઉંમરના સમવયસ્ક બાળકો સાથે રમે ત્યારે માતા-પિતા સાવ સહજતાથી કહી દે છે, ‘એના રમકડાં કોઈને નહીં આપે’ અથવા ‘એના રૂમની બાબતમાં બહુ પઝેસિવ છે’ અથવા ‘એ સોરી નહીં જ કહે...’ આપણને આશ્ચર્ય થાય એ હદે વિરોધાભાષી ઉછેરમાં ઉછરી રહેલી આજની આખી પેઢી ભવિષ્યમાં કયા પ્રકારની વ્યક્તિ બનશે? એક તરફ, કડક નિયમો છે, ને બીજી તરફ સાવ આઝાદી... બાળકને જે ફાવે તે પહેરે, જેમ ફાવે તેમ વર્તે અને એને કશું જ કહેવાનું નહીં એવા એક ‘જેન્ટલ પેરેન્ટિંગ’ની નવી ફિલોસોફી આજની પેઢીને ઉદ્ધત, મનસ્વી અને અનસોશિયેબલ બનાવી રહી છે. સંયુક્ત પરિવાર તૂટી ગયા એ પછી અન્યને અનુકૂળ થવાનું આપણે સૌ ભૂલી ગયા છીએ. લગભગ દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા અને પોતાના સમય પ્રમાણે જીવવા માગે છે. પોતાને ન ફાવે તે બધું જ બદલી નાખવું અથવા છોડી દેવું એ જ જાણે દરેક વ્યક્તિનો અભિગમ થઈ ગયો છે ત્યારે બાળકોને પણ એમ જ ઉછેરવામાં આવે છે.(અનુસંધાન પાના નં: 11 પર)
    Click here to Read More
    Previous Article
    મીઠી મૂંઝવણ:ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છીએ પણ બોયફ્રેન્ડ લગ્ન કરવાનું ટાળે છે
    Next Article
    સજાવટ:આપણા રસોડાની સૌથી ગંદી વસ્તુ કઈ?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment