Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સજાવટ:આપણા રસોડાની સૌથી ગંદી વસ્તુ કઈ?

    15 hours ago

    દિવ્યા દેસાઇ આપણે રસોડું તો રોજ સાફ કરીએ છીએ. પ્લેટ ધોઈએ, પ્લેટફોર્મ લૂછીએ અને સિંક પણ ચમકાવીએ. છતાં રસોડામાં કેટલીક એવી વસ્તુઓ છે, જે દેખાવમાં સ્વચ્છ હોવા છતાં સૂક્ષ્મજીવોનું ઘર બની શકે છે. આશ્ચર્યની વાત એ છે કે તેમાંની એક વસ્તુનો ઉપયોગ આપણે દિવસમાં અનેક વાર કરીએ છીએ! નંબર વન પર રસોડાનો સ્પોન્જ! વાસણ ધોવાનો સ્પોન્જ રસોડાની સૌથી વધુ ધ્યાન આપવા જેવી વસ્તુઓમાંનો એક છે. વાસણના બચેલા ખોરાકના કણો અને ભેજ તેમાં રહી શકે છે. સ્પોન્જ લાંબા સમય સુધી ભીનો રહે તો તેમાં બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવો ટકી શકે છે. આ જ સ્પોન્જથી પ્લેટ, ચમચી અને પ્લેટફોર્મ સાફ કરીએ ત્યારે સૂક્ષ્મજીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ શકે છે. અમેરિકાના કૃષિ વિભાગ (USDA) મુજબ, સ્પોન્જને સાફ કરવાની કેટલીક રીતો સૂક્ષ્મજીવો ઘટાડે છે, પરંતુ તેનાથી સ્પોન્જ સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જાય તેની ખાતરી નથી. તેથી જૂના સ્પોન્જને સમયસર બદલવો જરૂરી છે. કટિંગ બોર્ડ પણ બની શકે છે કારણ! શાકભાજી કાપવા માટે વપરાતું કટિંગ બોર્ડ પણ ધ્યાન માગે છે. વારંવાર છરી ફેરવવાથી તેની સપાટી પર નાના કાપા પડી શકે છે, જેમાં ખોરાકના કણો રહી શકે છે, જે હાનિકારક બેક્ટેરિયા ફેલાવાનું જોખમ રહે છે. બોર્ડ પર ઊંડા કાપા પડી ગયા હોય અને તેને સારી રીતે સાફ કરવું મુશ્કેલ બનતું હોય, તો તેને બદલી નાખવું જોઈએ. ફ્રિજના હેન્ડલ અને મસાલાના ડબ્બા પણ તપાસો! રસોડામાં સફાઈ કરતી વખતે આપણે મોટાભાગે પ્લેટફોર્મ અને ગેસ સ્ટવ પર ધ્યાન આપીએ છીએ, પરંતુ ફ્રિજનું હેન્ડલ, કબાટનાં હેન્ડલ અને મસાલાના ડબ્બાના ઢાંકણાં ઘણી વાર નજર બહાર રહી જાય છે. રસોઈ કરતી વખતે કાચા ખોરાકને હાથ લગાવીને આ વસ્તુઓને સ્પર્શ કરવામાં આવે તો તેના પર પણ ગંદકી અને સૂક્ષ્મજીવો ફેલાઈ શકે છે. તેથી અઠવાડિયામાં એક વાર જ નહીં, જરૂરિયાત મુજબ નિયમિત રીતે આ સપાટીઓ પણ સાફ કરવી જોઈએ. શું દરેક વસ્તુને જંતુમુક્ત કરવી જરૂરી છે? ના! દરેક વસ્તુ પર જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જરૂરી નથી. સામાન્ય સફાઈ માટે સાબુ અને પાણી ઘણી વખત પૂરતાં હોય છે. ખોરાકના સંપર્કમાં આવતી સપાટીઓ માટે યોગ્ય હોય તેવા સેનિટાઇઝરનો ઉપયોગ લેબલ પર આપેલી સૂચના પ્રમાણે કરો. સફાઈનાં રસાયણોનો ખોરાક પર છંટકાવ ન કરો અને તેમને એકબીજા સાથે મિક્સ પણ ન કરો. એક નાની ચેલેન્જ આજે તમારા રસોડામાં નજર ફેરવો અને તપાસો કે છેલ્લે સ્પોન્જ ક્યારે બદલ્યો હતો, કટિંગ બોર્ડ કેટલું સ્વચ્છ છે અને કિચન નેપ્કિન છેલ્લે ક્યારે ધોયો હતો. આ ત્રણ નાની બાબતો પર ધ્યાન આપવાથી રસોડાની સ્વચ્છતામાં મોટો સુધારો લાવી શકાય છે!
    Click here to Read More
    Previous Article
    એકબીજાને ગમતા રહીએ:બાળઉછેરની નવી રીતઃ સ્લેપ (એસ.એલ.એ.પી.)
    Next Article
    સુનામી:બાળકને ઇન્ટરનેટથી દૂર રાખવું હોય તો એને બળદગાડામાં

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment