Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુનામી:બાળકને ઇન્ટરનેટથી દૂર રાખવું હોય તો એને બળદગાડામાં

    16 hours ago

    બાળકોને મોબાઇલ નહીં આપવાનો, બાળકોને ઇન્ટરનેટથી દૂર રાખવાનાં, બાળકોને સોશિયલ મિડીયાની નજીક નહીં ફરકવા દેવાનાં-આવી બધી વાતોમાં માનો છો? મારા બાળકનો સ્ક્રીન ટાઇમ ઝીરો કરવા માટે મારે પણ મારો મોબાઇલ બાજુએ મૂકી દેવાનો-કારણ કે બાળક મને જોઇને શીખવાનું છે-એવી આદર્શ વાતોમાં માનો છો? મોબાઇલ બાજુએ મૂકી દીધા પછી તમારી જીંદગી સરળ રહેવાની છે ખરી-કે બાળકો માટે કુછ ભી....એ જોરે દરિયાઓ તરી નાખશો એવો તમને વિશ્વાસ છે? ઓફિસથી લઇને એન્ટરટેઇનમેન્ટ સુધીનું બધું જ મોબાઇલનાં સ્ક્રીન પર આવી ગયું છે ત્યારે તમે શું કરશો-ઓફિસ છોડી દેશો? એન્ટરટેઇનમેન્ટનો ભોગ આપશો? એન્ટરટેઇનમેન્ટ વિનાની જીંદગીથી ત્રસ્ત થઇ બાળકો પર ગુસ્સો કરશો? કે મી ટાઇમનાં નામે તમે પણ મોબાઇલ હાથમાં લઇને બેસી જશો? આજનો આર્ટિકલ વાંચતા પહેલા આ દરેક સવાલનાં સાચા જવાબો આપજો. હમણાં જ સુપ્રિમ કોર્ટે એવું કહ્યું કે-બાળકોને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો અધિકાર છે. એમની સલામતી માટે એમને ઇન્ટરનેટથી દૂર રાખવું એ કોઇ ઉકેલ નથી. સુપ્રિમ કોર્ટે આવું કહેવું પડે એ વાતે હથેળીમાં પાણી લઇને ડૂબી મરવું જોઇએ. કારણ કે-આપણે આપણાં રોજીંદા જીવનમાંથી ઇન્ટરનેટને બાજુએ મૂકી શકતા નથી અને આપણાં બાળકોને ઇન્ટરનેટથી, સોશિયલ મિડીયાથી, મોબાઇલથી દૂર રાખવાની વાતો કરીએ છીએ. બાળક મોબાઇલ પર શું કરે છે-એવો સવાલ મા-બાપ તરીકે થવો જ જોઇએ-પણ આપણને આવો સવાલ ના થાય એટલા માટે થઇને એમને મોબાઇલથી દૂર રાખવા એ હવેનાં સમયમાં થોડું વધારે પડતું છે. ઇન્ટરનેટ પર બધું જ સત્ય નથી, ઇન્ટરનેટ પર બધું જ સારું નથી, ઇન્ટરનેટ પર વિશ્વાસઘાત છે, છેતરપીંડી છે, છળ છે, કપટ છે, લોભ છે-લાલચ છે-બાળકની ઉંમરને છાજે એવું અને બાળકની ઉંમરને ન છાજે એવું કન્ટેન્ટ છે. પણ આ બધાથી ડરીને તમે કેટલી ઉંમર સુધી તમારા બાળકને ઇન્ટરનેટ કે મોબાઇલથી દૂર રાખશો? જો તમને ઇન્ટરનેટ પર થતા અકસ્માતોથી ડર લાગે છે તો રસ્તા પર થતા અકસ્માતો એનાં કરતા વધારે ભયાવહ છે-તો બાળકને રસ્તાથી દૂર રાખો. રસ્તા પર અકસ્માત ન થાય એટલા માટે જો આપણે બાળકને ટ્રાફિક સિગ્નલની સમજ આપી શકીએ, રસ્તાનાં નિયમો શીખવી શકીએ. ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ સમજાવી શકીએ તો ઇન્ટરનેટ પરનાં નિયમો, ઇન્ટરનેટ પર રાખવાની સાવચેતી વિશે એની સાથે વાત કેમ નથી કરતા? આપણે એ.આઇની વાતો કરીએ છીએ અને બાળકને એ.આઇથી દૂર રાખવાનાં કારસાઓ ઘડીએ છીએ. બેંકમાંથી પૈસા ટ્રાન્સફર કરવા હોય, કંઇક લખવું હોય, વાત કરવી હોય, શોપિંગ કરવું હોય, ઓફિસમાં ઇન્સ્ટ્રક્શન આપવી હોય, ઓફિસનું કામ કરવું હોય-પ્રેઝન્ટેશન તૈયાર કરવું હોય-આ બધું જ આપણે મોબાઇલની મદદથી અત્યારે કરી રહ્યા છીએ. અમેરિકાની સ્કૂલોની કેટલીક પરીક્ષાઓમાં બાળકો ચેટજીપીટીનો ઉપયોગ કરી જવાબ લખી શકે છે અને આપણે આપણાં બાળકને મોબાઇલથી-એ.આઇથી દૂર કરવાની વાતો કરી રહ્યા છીએ. કારણ કે-કોઇ એકે એવું કહ્યું કે મોબાઇલે બાળકોનું બાળપણ છીનવી લીધું એટલે આવું બીજાએ કહ્યું-ત્રીજાએ રીલ બનાવી-ચોથાએ મોબાઇલથી દૂર રાખવાનાં ઉપાયો બતાવ્યા.કેટલાક મા-બાપ જ્યારે ગર્વથી એવું કહે કે-અમારો દીકરો તો મોબાઇલને હાથ પણ નહીં લગાવે...ત્યારે એ મા-બાપની પીઠ થાબડવાને બદલે એમનાં દિકરાની દયા ખાજો...કારણ કે જ્યારે આખી દુનિયા મોબાઇલનો ઉપયોગ કરી રહી છે ત્યારે એમણે એમનાં બાળકને મોબાઇલથી દૂર રાખ્યો છે. ઇન્ટરનેટ પર માત્ર રીલ જ જોઇ શકાય એવું કોણે કહ્યું? ત્યાં તમે પુસ્તકો પણ વાંચી શકો, સારી-ક્લાસિક ફિલ્મો પણ જોઇ શકો-સામાન્ય જ્ઞાનને વધારી પણ શકો....આપણે પેરેન્ટિંગને બહુ આદર્શ બનાવી દીધું છે. ગોળ છોડાવવો હોય તો પોતે ગોળ ખાવાનો બંધ કરવો પડે-એ સાચી વાત છે પણ ક્યારે ગોળ છોડાવવો અને ક્યારે ન છોડાવવો એની જાણ હોવી જરૂરી છે. જે મા-બાપ પોતાનાં બાળકોને મોબાઇલથી, ઇન્ટરનેટથી, સોશિયલ મિડીયાથી દૂર રાખવાની વાતો કરે છે, બાળક મોબાઇલ ન વાપરે એટલે પોતે પોતાનો સ્ક્રીન ટાઇમ ઓછો કરી દીધો એવા બણગાં ફૂંકે છે-એ મા-બાપને મારે એક જ સવાલ કરવો છે કે તમે તમારા બાળક માટે બળદગાડું કેમ ખરીદી નથી લેતા? બાળકને સ્ટિયરીંગ પર બેસવા દો....દરેક વખતે કંટ્રોલ સારો નથી હોતો.
    Click here to Read More
    Previous Article
    સજાવટ:આપણા રસોડાની સૌથી ગંદી વસ્તુ કઈ?
    Next Article
    હૂંફ:કલ્પનાની પાંખે બાળપણ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment