Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૂંફ:કલ્પનાની પાંખે બાળપણ

    16 hours ago

    ડૉ.ઘર્માંશુ વૈધ ત્રણચાર વર્ષનું બાળક આંખો પહોળી કરીને કહે: ‘મમ્મી, મારા પલંગ નીચે વાદળી રંગનો રીંછ સૂતો હતો અને એ મારી સાથે વાતો કરતો હતો!’ ત્યારે ઘણા વડીલોના કપાળ પર ચિંતાની કરચલીઓ પડે છે. નીતિશાસ્ત્રના ચોપડા ઉઘાડીને આપણે મનોમન ગભરાઈએ છીએ કે નાનપણથી જ બાળક જૂઠું બોલતાં શીખી ગયું કે શું! પણ જરા અટકો. બાળકના આ નિર્દોષ શબ્દો પાપ નથી, પણ માણસ હોવાની સૌથી મોટી ભેટ, એટલે કે કલ્પનાશક્તિનો પ્રારંભિક ઉન્મેષ છે. બાળ મનોવિજ્ઞાનમાં આ તબક્કાને મેજિકલ થિંકિંગ કહેવામાં આવે છે. સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજેથી માંડીને હાર્વર્ડ યુનિવર્સિટીના વર્તમાન વિકાસાત્મક સંશોધકો નોંધે છે કે આ ઉંમરે બાળકના મનમાં વાસ્તવિકતા અને ફેન્ટસી વચ્ચે કોઈ લોખંડી દીવાલ હોતી નથી. એના માટે રમકડું સજીવ છે, પડછાયો દોસ્ત છે અને પવન એક સંગીત છે. જે વાત એણે ટીવીમાં જોઈ, વાર્તામાં સાંભળી કે મનમાં કલ્પી, તે એના ચેતનાતંત્રમાં એટલી જીવંત બની જાય છે કે એને પોતાની આંખો સામે સાચેસાચ ઘટેલી માને છે. ચાર વર્ષના બાળકમાં થિયરી ઓફ માઇન્ડ એટલે કે સામી વ્યક્તિના મનમાં શું ચાલે છે અને સત્ય-અસત્ય વચ્ચે શું સામાજિક ભેદરેખા રહેલી છે, તે સમજવાનું ન્યુરોલોજીકલ માળખું હજી ઘડાઈ રહ્યું હોય છે. જૂઠું બોલવા માટે જે કુટિલ આયોજન, સાચું છુપાવવાની ચાલાકી અને પરિણામનો ભય જોઈએ, એ ગણતરીબાજી નિર્દોષ શિશુ પાસે હોતી જ નથી. એ તો માત્ર પોતાના હૈયામાં ઊમટતા વિસ્મયને ભાષાનું રૂપ આપી રહ્યું હોય છે અને એની નિર્દોષ કલ્પનાનો આનંદ માણી રહ્યું હોય છે. માબાપ તરીકે આપણી સમસ્યા એ છે કે આપણે બાળકને વહેલું મોટું કરી દેવાની ઉતાવળમાં છીએ. કદાચ એટલે જ એની અંદર રહેલા કવિને અજાણતા જ દંડવાનું આપણા થકી થઈ જાય છે. પણ જેને આપણે જૂઠ્ઠાણું કહીએ છીએ, એ વાસ્તવમાં સર્જનાત્મક ભાષાનો પ્રથમ રણકો છે. યાદ રાખો કે જે બાળક આજે વાદળી રીંછની વાર્તામાં પોતાની જાતને જોડશે, એ જ બાળક આવતીકાલે વિજ્ઞાની બનીને અજ્ઞાત તારાઓ શોધશે કે સાહિત્યકાર બનીને જીવનનું મહાકાવ્ય રચશે. આલ્બર્ટ આઈન્સ્ટાઈને સહજભાવે કહેલું: "જો તમારે તમારાં બાળકોને બુદ્ધિશાળી બનાવવાં હોય તો તેમને પરીકથાઓ સંભળાવો.’ એટલે જ તમારા બાળકના આવા કાલ્પનિક સંવાદો સાંભળીને નૈતિકતાનો દંડ ઉગામવાને બદલે સહજ સ્મિત સાથે તેની આંખોમાં જો જો અને કહેજો, "અચ્છા, તો પછી એ રીંછે તને શું કહ્યું?’ વાસ્તવિકતાની ધૂળવાળી ધરતી પર તો આખી જિંદગી પગરખાં ઘસવાના જ છે, પણ બાળપણના થોડા વર્ષો એને કલ્પનાના આકાશમાં નિરાંતે પાંખો ફફડાવવા દઈએ તો જગતમાં સુંદરતા થોડી વધુ જીવતી રહેશે. પીપરમિન્ટ: શબ્દો તો વાંસ જેવા છે. તે એમાં ભાવ ભર્યો કે નહીં?
    Click here to Read More
    Previous Article
    સુનામી:બાળકને ઇન્ટરનેટથી દૂર રાખવું હોય તો એને બળદગાડામાં
    Next Article
    ખબરનામા:યુવા વૈજ્ઞાનિક સ્પર્ધા જીતી, 25000 ડોલરનું ઇનામ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment