Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તૂટેલા રસ્તા પર થીગડાં બાદ નારિયેળ ફોડી નેતાઓનું ફોટો સેશન:રિપેરિંગ કામ પૂર્ણ થતા ગોથાણ-ઉમરા માર્ગને ભાજપ કોર્પોરેટરોએ ફરીથી શરૂ કરાવ્યો, 25000થી વધુ વાહનચાલકોને રાહત

    8 hours ago

    સાંભળવામાં થોડું અજીબ લાગશે પણ સુરતમાં હવે વિકાસની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. સામાન્ય રીતે નવા પ્રોજેક્ટના ઉદ્ઘાટન થતા હોય છે, પરંતુ સુરતમાં તૂટેલા રસ્તા પર માત્ર થીગડાં માર્યા બાદ નેતાઓ નારિયેળ ફોડીને ફોટો સેશન કરાવે છે. ગોથાણ-ઉમરા માર્ગનું રિપેરિંગ પૂરું થતાં જ વોર્ડ નંબર 1 ના ભાજપના કોર્પોરેટરો અને હોદ્દેદારોએ જે રીતે ઉદઘાટન કર્યું, તે સીધી રીતે સિસ્ટમની અને પ્રજાની મજાક ઉડાવવા સમાન છે. જેને જોઈ લોકોને લાગશે કે આ કોઈ નવા માર્ગનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. 25000થી વધુ વાહનચાલકોને મોટી રાહત હજીરા વિસ્તારને નેશનલ હાઈવે સાથે જોડતા મહત્વના માર્ગ પર આવેલો ગોથાણ-ઉમરા માર્ગ લાંબા સમયથી રિપેરિંગ માટે બંધ હતો. તેના કારણે ભારે વાહનો સહિત હજારો વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો ભારે સામનો કરવો પડતો હતો. માર્ગનું જરૂરી રિપેરિંગ કાર્ય પૂર્ણ થતાં આજે તેને ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેના પગલે આ માર્ગ પરથી રોજ પસાર થતા આશરે 25000થી વધુ નાના-મોટા વાહનોને સીધી રાહત મળી છે. ટ્રાફિક સમસ્યા હળવી થશે, સુરત આવવું સરળ બનશે નેશનલ હાઈવે પર રાજ હોટલ પાસેથી સુરતમાં આવવા આ માર્ગ ખૂબ જ મહત્વનો હતો અને લોકો તેમાં કોટિંગ ઉખડી જવાના કારણે ભારે હેરાન થતા હતા. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની રજૂઆતના પરિણામે ગોથાણ-ઉમરા માર્ગનું આ જરૂરી રિપેરિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ માર્ગ ખુલ્લો મુકાતા હવે રોડનો ઉપયોગ કરતા હજારો વાહનચાલકોને ટ્રાફિકમાંથી રાહત મળશે અને હાઇવેથી સુરત આવવા માટે વધુ સરળતા રહેશે. નેતાઓ અને આગેવાનોની હાજરી આ માર્ગને ખુલ્લો મુકવાના પ્રસંગે વોર્ડ નંબર 1ના કોર્પોરેટરો વિજય ભાટીયા, ભાજપ સંગઠનના હોદ્દેદારો, ગોથાણ-ઉમરાના ગ્રામજનો તેમજ વિવિધ સોસાયટીઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓની હાજરીમાં નાળિયેર વધેરીને રિપેર થયેલા માર્ગને વાહનવ્યવહાર માટે વિધિવત રીતે ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો, જેણે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે. કોન્ટ્રાક્ટર સામે પગલાં કેમ નહીં? કરોડો રૂપિયાના ખર્ચે બનેલા માર્ગો વરસાદમાં ધોવાઈ જાય અને મસમોટા ખાડા પડી જાય, ત્યારે સવાલ એ થાય છે કે માર્ગ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં કેમ લેવાતા નથી? ખરાબ કામગીરી કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરીને દંડ ફટકારવાને બદલે, સિસ્ટમ ચૂપચાપ પ્રજાના પૈસે રિપેરિંગ કરી આપે છે અને નેતાઓ આવીને તેનો જશ ખાટે છે. આનાથી મોટી કરૂણતા બીજી શું હોઈ શકે? સસ્તી પ્રસિદ્ધિ અને ફોટો સેશનનો શોખ માત્ર એક રિપેરિંગ કામ પૂર્ણ થવા પર ઉદઘાટનનો મેળાવડો યોજવો એ સ્પષ્ટ દર્શાવે છે કે સ્થાનિક નેતાઓને માત્ર સસ્તી પ્રસિદ્ધિ અને ફોટો સેશનમાં જ રસ છે. પ્રજા લાંબા સમયથી ટ્રાફિક અને ખાડાની સમસ્યાથી પીડાતી હતી ત્યારે તેમને મદદ કરવા કોઈ નેતા દેખાયા ન હતા, પણ જેવું કામ પૂરું થયું કે તરત જ ક્રેડિટ લેવા માટે નારિયેળ લઈને રસ્તા પર પહોંચી ગયા.
    Click here to Read More
    Previous Article
    ખાંભા શહેરમાં રહેણાંક વિસ્તારમાં સિંહોની લટાર, CCTV:વિવિધ વિસ્તારમાં 5 પશુઓનો શિકાર કર્યો, સ્થાનિકોમાં ભયનો માહોલ
    Next Article
    Humanoid Robots Show Off Martial Arts Moves On America's Got Talent, Earn Golden Buzzer

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment