Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:ભાવનગરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ઝડપાયું

    2 days ago

    ભાવનગર શહેરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટા સામે કાર્યવાહી કરતાં પેરોલ-ફર્લો સ્ક્વોડે કાળીયાબીડ વિસ્તારમાં હીમાલિયા મોલ સામે રોડ પરથી રોહિત ઉર્ફે આર.કે. માસાભાઈ કોતર (ઉં.વ. 27)ને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી મોબાઈલમાં GLOBAL7777.com નામની વેબસાઈટ મારફતે લાઈવ ક્રિકેટ મેચમાં રન ફેરના સોદા કરી રૂપિયાની હારજીતનો જુગાર રમાડતો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે પંચોને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપીના મોબાઈલમાં વેબસાઈટની માસ્ટર આઈડી ખુલ્લી મળી હતી, જેમાં રૂ.24,48,235.16નું બેલેન્સ દર્શાવાયું હતું. આરોપીએ માસ્ટર આઈડીમાં રૂ.60 લાખની ક્રેડિટ હોવાની પણ જાણકારી આપી હતી. પોલીસ તપાસમાં આરોપી અન્ય ગ્રાહકોને અલગ-અલગ પેટા આઈડી બનાવી આપતો હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદ મુજબ, ગઢડાના કિશનભાઈ ચાવડા અને કરદેજના જતીનભાઈ તીખાભાઈ ડાંગરને વિવિધ યુઝર આઈડી મારફતે સટ્ટા માટે બેલેન્સ આપવામાં આવ્યું હતું. આરોપીએ માસ્ટર આઈડી બોટાદના વિજયભાઈ નથુભાઈ ચૌહાણ પાસેથી મેળવી હોવાનું જણાવ્યું હતું. સટ્ટાની રકમનો હિસાબ કરી આંગડિયા મારફતે બોટાદ મોકલવામાં આવતી હોવાની વિગતો પણ ફરિયાદમાં નોંધાઈ હતી.પોલીસે આરોપી પાસેથી આશરે રૂ.40 હજારની કિંમતનો મોબાઈલ કબજે કર્યો હતો. મોબાઈલમાંથી માસ્ટર આઈડીના સ્ક્રીનશોટ તથા સક્રિય ગ્રાહકોની યાદી સંબંધિત દસ્તાવેજો પણ તપાસમાં સામેલ કરવામાં આવ્યા હતા. આરોપીની અટકાયત કરવામાં આવી હતી. માસ્ટર આઈડી પૂરી પાડનાર વ્યક્તિ સહિત અન્ય સંડોવાયેલા લોકો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    વિચિત્ર પ્રેમકથા:21 વર્ષનો પ્રેમી 44 વર્ષની લિવઇન પાર્ટનરને નવા પ્રેમી સાથે જોઈ જતાં ધોલધપાટ કરી
    Next Article
    પ્રમુખ સંજય પીપળિયાએ કરેલી રજૂઆત પણ એળે ગઈ:કુવાડવા પીજીવીસીએલમાં 22000 ગ્રાહકની સામે સ્ટાફની અછત છે, કાર્યપાલક ઈજનેરે ના પાડી દીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment