Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિમાં 22,000થી વધુ ગરબા સ્થળે પોલીસનો પહેરો:શેરી ગરબાથી પાર્ટી પ્લોટ સુધી થ્રી-લેયર સુરક્ષા, મહિલા પોલીસ સાદા કપડાં અને ટ્રેડિશનલ ડ્રેસમાં નજર રાખશે

    16 hours ago

    નવરાત્રિ દરમિયાન રાજ્યભરમાં ખેલૈયાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા ગુજરાત પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. રાજ્યમાં 22 હજારથી વધુ ગરબા સ્થળોએ પોલીસ, હોમગાર્ડ અને TRB જવાનો તૈનાત રહેશે. ત્રણ સ્તરની સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ જિલ્લા પોલીસ વડાઓ અને પોલીસ કમિશનરોને એલર્ટ રહીને પેટ્રોલિંગ વધારવા સૂચના આપી છે. 364 પાર્ટી પ્લોટ અને 16,527 શેરી ગરબા સ્થળોએ બંદોબસ્ત રાજ્યભરમાં 364 પાર્ટી પ્લોટ, 2,727 જાહેર ગરબા સ્થળો અને 16,527 શેરી ગરબા સ્થળો સહિત વિવિધ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારો, ભીડભાડવાળા રસ્તાઓ, શોપિંગ ઝોન અને ગરબા સ્થળોએ પોલીસ સતત પેટ્રોલિંગ કરશે. લાખો ખેલૈયાઓ નવરાત્રિ દરમિયાન નિર્ભય બનીને ગરબે ઘૂમી શકે તે માટે સુરક્ષા વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવી છે. છેડતી કરનારાઓ પર ‘શી-ટીમ’ની નજર ગરબા દરમિયાન મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલા પોલીસ સાદા કપડાં અને યુનિફોર્મમાં તૈનાત રહેશે. આ ઉપરાંત, ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસકર્મીઓની ‘શી-ટીમ’ ગરબા ગ્રાઉન્ડમાં સતત વોચ રાખશે. છેડતી, અસભ્ય વર્તન કે યુવતીઓને હેરાન કરનારા તત્ત્વો સામે સ્થળ પર જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવશો તો કાર્યવાહી નવરાત્રિ દરમિયાન સોશિયલ મીડિયા પર ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસો અટકાવવા સાયબર ક્રાઇમ પોલીસ પણ સક્રિય રહેશે. દેવી-દેવતાઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી, અશ્લીલ સામગ્રી અથવા ધાર્મિક લાગણી દુભાય તેવા વીડિયો અને ઑડિયો વાયરલ કરનારાઓ પર નજર રાખવામાં આવશે. અફવા ફેલાવીને સામાજિક શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર સામે આઈટી એક્ટ સહિતના લાગુ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ઇમરજન્સીમાં 112 નંબર પર ફોન કરો ગુજરાત પોલીસે નાગરિકોને કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય અથવા કટોકટીની સ્થિતિ સર્જાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસ કંટ્રોલ રૂમ અથવા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 પર સંપર્ક કરવા અપીલ કરી છે. નવરાત્રિ દરમિયાન કાયદો-વ્યવસ્થા અને જાહેર સુરક્ષા જાળવવા પોલીસ તંત્ર સતત સતર્ક રહેશે.
    Click here to Read More
    Previous Article
    ઉત્તરાખંડના કોટદ્વારમાં વાહનો તણાયા, હરિદ્વારમાં કરા પડ્યા:લખનઉમાં પૂર, 40 હજારથી વધુ ઘરોમાં પાણી; બિહારના 6 જિલ્લાઓમાં વરસાદ
    Next Article
    વલસાડમાં તમાકુ વેચતા 33દુકાનદારો સામે કાર્યવાહી:રોણવેલ, વાંકલ અને ધરમપુર રોડ પર ચેકિંગ, રૂ. 6,800નો દંડ વસૂલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment