Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિચિત્ર પ્રેમકથા:21 વર્ષનો પ્રેમી 44 વર્ષની લિવઇન પાર્ટનરને નવા પ્રેમી સાથે જોઈ જતાં ધોલધપાટ કરી

    2 days ago

    રાજકોટમાં પ્રેમપ્રકરણમાં મારામારીની બે અજબ ઘટનાઓ સામે આવી છે. જૂના એરપોર્ટ વિસ્તારમાં 21 વર્ષના યુવકે પોતાની સાથે લિવઇન રિલેશનશિપમાં રહેતી 44 વર્ષની પરિણીત પ્રેમિકાને અન્ય યુવક સાથે પકડી લેતાં ધોલધપાટ કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે યુવક, તેની પ્રેમિકા અને પ્રેમિકાનો પતિ એક જ ઘરમાં સાથે રહેતાં હોવાનું યુવકે જણાવ્યું હતું. માર માર્યા બાદ યુવક પોતે જ પ્રેમિકાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. મારુતિનગર વિસ્તારમાં રહેતી 44 વર્ષની પરિણીતા ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. તબીબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમ્નનગર પોલીસને જાણ કરી હતી. યુવકના જણાવ્યા મુજબ, તે જ્યાં નોકરી કરે છે તેની સામે જ પરિણીતા અને તેનો પતિ રહેતાં હતાં. પરિચય બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને કેટલાક મહિનાથી તેઓ લિવઇનમાં રહેતાં હતાં. પરિણીતાને સંતાન ન હોવાથી તેનો પતિ પણ આ વ્યવસ્થામાં સાથે રહેતો હતો. રવિવારે બપોરે યુવક અચાનક ઘરે પહોંચ્યો ત્યારે બહારથી તાળું હતું. અંદર કોઈ હોવાની શંકાએ અગાશી પરથી ઘરમાં પ્રવેશતાં પ્રેમિકા અન્ય યુવક સાથે મળી આવી હતી. આથી બંનેને માર માર્યાનું તેણે જણાવ્યું હતું. યુવકે પ્રેમિકાને બીજા પ્રેમી સાથે જોઈ જતા માર માર્યો મોરબીના રંગપર ગામે પણ પ્રેમપ્રકરણમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. મૂળ ઝારખંડની યુવતીને રાત્રે બે વાગ્યે તેના પતિ કમ પ્રેમીએ માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. યુવતીને માર મારનાર યુવક પણ તેની પત્ની સાથે હોસ્પિટલમાં હાજર હતો. યુવકના જણાવ્યા મુજબ, તેને એક દીકરો અને એક દીકરી છે. પત્નીની કુટુંબી બહેન સાથે પ્રેમ થતાં તેને પણ પત્ની તરીકે સાથે રાખી હતી. રાત્રે નાઇટ ડ્યૂટી દરમિયાન પત્નીના બે ફોન આવ્યા હતા. ત્યારબાદ બીજી પત્ની ઘરમાં ન હોવાનું જાણવા મળતાં તે શોધવા નીકળ્યો હતો. નજીકમાં જાળીમાંથી યુવતી અન્ય યુવક સાથે વાંધાજનક હાલતમાં મળી આવતાં તેને ઘરે લાવી માર માર્યો હતો. આ બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને કરી હતી.
    Click here to Read More
    Previous Article
    કપડાં ધોવા અને નહાવા ગયેલાં ભાઈ-બહેનના સાથે મોત નીપજ્યાં:સરધારમાં ચેકડેમમાં ડૂબતા ભાઈને બચાવવા જતાં બહેનનું પણ મોત
    Next Article
    કાર્યવાહી:ભાવનગરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ઝડપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment