Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કપડાં ધોવા અને નહાવા ગયેલાં ભાઈ-બહેનના સાથે મોત નીપજ્યાં:સરધારમાં ચેકડેમમાં ડૂબતા ભાઈને બચાવવા જતાં બહેનનું પણ મોત

    2 days ago

    રાજકોટ નજીક સરધાર ગામે ચેકડેમમાં ડૂબી જવાથી સગાં ભાઈ-બહેનનાં મોત નીપજ્યાં હતાં. બહેન ચેકડેમના કાંઠે કપડાં ધોઈ રહ્યાં હતાં ત્યારે ભાઈ નહાવા માટે પાણીમાં ઊતર્યા હતા. આ દરમિયાન ભાઈ ઊંડા પાણીમાં ડૂબવા લાગતાં તેમને બચાવવા ગયેલાં બહેન પણ પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. મોડી સાંજ સુધી બંને ઘરે ન આવતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી. ચેકડેમના કાંઠે કપડાં અને ચપ્પલ પડેલાં જોતાં બંને ડૂબી ગયાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ NDRFની ટીમે શોધખોળ કરીને બંનેના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, સરધારમાં રહેતાં કાંતાબેન ગોરધનભાઈ સોલંકી (ઉં.વ.40) અને તેમના મોટા ભાઈ મનુભાઈ ગોરધનભાઈ સોલંકી (ઉં.વ.45) રવિવારે ગામના ચેકડેમ ખાતે ગયાં હતાં. કાંતાબેન કપડાં ધોઈ રહ્યાં હતાં ત્યારે મનુભાઈ નહાવા માટે પાણીમાં ઊતર્યા હતા. જોકે તેઓ ઊંડા પાણીમાં ગરક થવા લાગતાં બહેન તેમને બચાવવા માટે પાણીમાં ગયાં હતાં, પરંતુ બંને ડૂબી જતાં મોત નીપજ્યાં હતાં. બનાવની જાણ થતાં રાજકોટના ઘંટેશ્વરથી SDRFની ટીમના PSI આર.એ. ચુડાસમા સહિત 17 જવાનો બોટ, રિંગ અને જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. પાણીમાં શોધખોળ બાદ બંનેના મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવી હતી. બીજી બાજુ આજી ડેમ પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ મેહુલભાઈ મુંધવા સહિતના પોલીસકર્મીઓએ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:‘કતારગામ પરથી પસાર થતા વિમાનોમાંથી કચરો પડે છે, તપાસ કરો’ નાગરિકની ફરિયાદ સામે તંત્રએ કહ્યું ‘આ વિમાન છે, ખટારો નથી’
    Next Article
    વિચિત્ર પ્રેમકથા:21 વર્ષનો પ્રેમી 44 વર્ષની લિવઇન પાર્ટનરને નવા પ્રેમી સાથે જોઈ જતાં ધોલધપાટ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment