Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટંકારાના વીરપર પાસે કારમાં આગ લાગતાં કાર બળીને ખાખ:ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, ચાલકનો આબાદ બચાવ

    7 hours ago

    મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વીરપર ગામ નજીક મોરબી-રાજકોટ હાઇવે પર પસાર થતી એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. કારચાલકે સમયસૂચકતા વાપરી કારને રોડ સાઇડમાં ઊભી રાખી નીચે ઉતરી જતાં તેનો બચાવ થયો હતો. જોકે, ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. કારમાં અચાનક આગ લાગતાં ચાલકે કાર ઊભી રાખી ટંકારાના વીરપર ગામ પાસેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર કારમાં આગ લાગી હતી. આગ લાગતાં જ કારચાલકે પોતાની કારને રોડ સાઇડમાં ઊભી રાખી દીધી હતી અને સમયસર કારમાંથી નીચે ઉતરી ગયો હતો. જોકે, જોતજોતામાં આગે આખી કારને લપેટમાં લઈ લીધી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી કારમાં આગ લાગવાની જાણ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. બીજી તરફ, ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાઇવે પર એક તરફનો રસ્તો બંધ કરાયો કારમાં લાગેલી આગને કારણે હાઇવે પર અન્ય કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસે ચાર માર્ગીય રસ્તાની એક બાજુનો માર્ગ બંધ કર્યો હતો. વાહનવ્યવહારને સિંગલ પટ્ટી રસ્તા પરથી રાજકોટ અને મોરબી તરફ આવતાં-જતાં વાહનો માટે ચાલુ રાખવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. કારમાં લાગેલી આગને કારણે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, કારચાલક સમયસર કારમાંથી બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકી પર હુમલો:ચાલુ એક્ટિવાએ થૂંકવા બાબતે યુવાને ધક્કો મારી પછાડ્યા, સામસામે લાફાવાળી થઈ
    Next Article
    રાજકોટ રેલવે પોલીસની મોટી કાર્યવાહી:રેલવે સ્ટેશન પરથી નારકોટિક્સ પદાર્થની હેરાફેરીનો કર્યો પર્દાફાશ, ગાંજાનાં જથ્થા સાથે બે આરોપીઓને ઝાપી પાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment