Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકી પર હુમલો:ચાલુ એક્ટિવાએ થૂંકવા બાબતે યુવાને ધક્કો મારી પછાડ્યા, સામસામે લાફાવાળી થઈ

    8 hours ago

    રાજકોટ શહેરમાં ચોટીલા સ્થિત પ્રખ્યાત આપાગીગાના ઓટલાના મહંત અને ભાજપના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર સોલંકી (નરેન્દ્ર બાપુ) સાથે આનંદ બંગલા ચોક નજીક એક બાઇકચાલક યુવાનની જાહેરમાં માથાકૂટ થઈ હોવાની ઘટના સામે આવી છે. ચાલુ વાહને થૂંકવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી આ બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની હતી અને બંને પક્ષે સામસામે લાફાવાળી તેમજ ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી. જોકે, ઘટના બાદ બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજાવટથી સમાધાન થઈ જતાં મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો ન હતો. ચાલુ એક્ટિવાએ થૂંક ઉડતાં યુવાને મહંતને ધક્કો મારી પછાડ્યા આ ઘટના અંગે નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, તે સાંજના સમયે આનંદ બંગલા ચોક પાસેથી પોતાનું એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેમણે રસ્તા પર થૂંકતાં પાછળ બાઇક લઈને આવી રહેલા એક અજાણ્યા યુવાન પર તે ઉડ્યું હતું. પાછળ આવતા વાહનચાલક પર થૂંક ઉડતાં તે સ્વાભાવિક રીતે ઉશ્કેરાઈ ગયો હતો અને એક્ટિવા રોકાવીને બોલાચાલી કરવા લાગ્યો હતો. મામલો એટલો બીચક્યો હતો કે યુવાને ઉશ્કેરાટમાં આવીને નરેન્દ્ર બાપુને ધક્કો મારી નીચે પછાડી દીધા હતા. સામસામે લાફાવાળી બાદ બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન ધક્કો મારી નીચે પછાડી દેતાં મહંતે ઉભા થઈને યુવાનને લાફો માર્યો હતો, જેના વળતા જવાબમાં યુવાને પણ મહંતને લાફો ઝીંકી દીધો હતો. જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જોકે, થોડીવાર ચાલેલી આ ઝપાઝપી બાદ બંને પક્ષોએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને પરસ્પર સમાધાન કરી લીધું હતું. નરેન્દ્ર સોલંકીએ સ્પષ્ટતા કરી હતી કે, આ નજીવી બાબત હતી અને બંને વચ્ચે વાત પૂરી થઈ ગઈ હોવાથી તેમણે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. જાહેર સ્થળોએ નજીવી બાબતોમાં વધતી તકરાર ચર્ચાનો વિષય રાજકોટ શહેરમાં ટ્રાફિક અને જાહેર રસ્તાઓ પર નાની-નાની બાબતોમાં વાહનચાલકો વચ્ચે બોલાચાલી અને હુમલાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે ત્યારે શહેરના જાણીતા ધાર્મિક અગ્રણી અને પૂર્વ જનપ્રતિનિધિ સાથે રસ્તા પર થયેલી આ માથાકૂટે સ્થાનિકોમાં ચર્ચા જગાવી છે. સદનસીબે બનાવ વધુ વણસે તે પહેલાં જ બંને પક્ષે શાંતિ જાળવી સમાધાન કરી લેતાં મામલો થાળે પડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વડોદરાની અમાયરા શેખને મળ્યા બોલિવૂડ એક્ટર સલમાન ખાન:બાળકીએ પોતાનું પિગી બેંક 'બીઈંગ હ્યુમન' માટે ભેટ આપ્યું, સલમાને ઓટોગ્રાફ આપીને અમાયરાને ગળે લગાવી
    Next Article
    ટંકારાના વીરપર પાસે કારમાં આગ લાગતાં કાર બળીને ખાખ:ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, ચાલકનો આબાદ બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment