Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાની અમાયરા શેખને મળ્યા બોલિવૂડ એક્ટર સલમાન ખાન:બાળકીએ પોતાનું પિગી બેંક 'બીઈંગ હ્યુમન' માટે ભેટ આપ્યું, સલમાને ઓટોગ્રાફ આપીને અમાયરાને ગળે લગાવી

    9 hours ago

    બોલિવૂડ એક્ટર સલમાન ખાન મુંબઈના સાંતાક્રુઝ-ઈસ્ટ સ્થિત ગ્રાન્ડ હયાત હોટેલ ખાતે 'ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી' (IIFA) એવોર્ડ્સની પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો હતો. આ દરમિયાન સલમાન ખાન અને વડોદરાની બાળકી અમાયરા શેખ વચ્ચેની એક મુલાકાતનો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. કડક સિક્યોરિટી વચ્ચે પહોંચેલા સલમાન ખાને તમામ સુરક્ષા પ્રોટોકોલ બાજુ પર મૂકીને અમાયરાને વહાલ કર્યું હતું અને ઓટોગ્રાફ આપ્યો હતો. અમાયરાએ પોતાનું પિગી બેંક 'બીઈંગ હ્યુમન' માટે ભેટ આપ્યું વડોદરાની રહેવાસી અમાયરા શેખ IIFAની પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાનને મળવા પહોંચી હતી. અમાયરાએ સલમાન ખાનને મળતાની સાથે જ તેને ગળે લગાવી લીધો હતો. આ દરમિયાન અમાયરાએ છેલ્લા એક વર્ષથી પોતાના પોકેટ મનીમાંથી ભેગા કરેલા પૈસાથી ભરેલું 'પિગી બેંક' (ગલ્લો) સલમાન ખાનના ચેરિટી ફાઉન્ડેશન 'બીઈંગ હ્યુમન' (Being Human) માટે ભેટ સ્વરૂપે સોંપ્યું હતું. સલમાન ખાને અમાયરાને ઓટોગ્રાફ આપ્યો નાની વયે દાન કરવાની આવી ઉમદા ભાવના અને સુંદર વિચાર જોઈને સલમાન ખાન અત્યંત પ્રભાવિત થયો હતો. તેણે અમાયરાની આ ભેટનો સહર્ષ સ્વીકાર કર્યો હતો અને તેને ઓટોગ્રાફ આપ્યો હતો. સલમાન ખાન સાથેના આ ખાસ પ્રસંગનો વીડિયો અને તસવીરો વાઇરલ થતાં જ અમાયરા શેખ રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    જામજોધપુર ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ લોકોની રજૂઆતો સાંભળી:કાર્યાલયે નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે રૂબરૂ મુલાકાત કરી નિરાકરણના પ્રયાસો કર્યા
    Next Article
    રાજકોટમાં આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકી પર હુમલો:ચાલુ એક્ટિવાએ થૂંકવા બાબતે યુવાને ધક્કો મારી પછાડ્યા, સામસામે લાફાવાળી થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment