Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ રેલવે પોલીસની મોટી કાર્યવાહી:રેલવે સ્ટેશન પરથી નારકોટિક્સ પદાર્થની હેરાફેરીનો કર્યો પર્દાફાશ, ગાંજાનાં જથ્થા સાથે બે આરોપીઓને ઝાપી પાડ્યા

    7 hours ago

    રાજકોટ રેલવે પોલીસે રેલવે સ્ટેશન પરથી નારકોટિક્સ પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. અને બે શખ્સોને ગાંજાનાં જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1/બી પર જામનગર તરફના છેડા પાસેથી ઝડપાયેલા શૈલેન્દ્રકુમાર ધરમવિર કુશવાહા અને આરિફ આલમશા સાયદ પાસેથી અંદાજે 8.750 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો, બે મોબાઇલ ફોન અને રોકડ રકમ રૂ. 32,450 મળી રૂ. 4,77,040 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અને રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી આરિફ સામે જુનાગઢ અને મોરબી પોલીસ સ્ટેશનોમાં હત્યા તેમજ એનડીપીએસ એક્ટ સહિતનાં ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ પેટ્રોલિંગ દરમિયાન રેલવે પોલીસ કોન્સ્ટેબલોને મળી હતી કે રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1/બી પર જામનગર તરફના છેડા પાસે બે શંકાસ્પદ ઇસમો ઊભા છે. જેમાંથી એક ઇસમે કોફી કલરનું ટી-શર્ટ અને બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલું છે તથા તેના કબજામાં ગ્રે કલરનો રેક્સિનનો થેલો છે જેમાં તે માદક પદાર્થ ગાંજો લઈને આવ્યો છે. જ્યારે અન્ય એક ઇસમે ક્રીમ કલરનો શર્ટ અને કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલું છે જેણે આ ગાંજાની ડિલિવરી લેવાની છે. આ બાતમીના આધારે પોલીસ ટીમ દ્વારા વોચ ગોઠવીને બાતમીવાળા બંને ઇસમો મળી આવતા તેમને કોર્ડન કરી ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેમની ઓળખ શૈલેન્દ્રકુમાર ધરરમવિર કુશવાહા (ઉ.વ.33, ધંધો: સવીનો સિરામિક કંપનીમાં સુપરવાઇઝર, રહે. પીપરાઢ, મોરબી) અને આરિફ આલમશા સાયદ (ઉ.વ.33, ધંધો: રીક્ષા ડ્રાઇવિંગ, રહે. ફુલગલી ખાટીકીવાસ કુબેરનાથ રોડ મોરબી) તરીકે થઈ છે. આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા મુદ્દામાલમાં અંદાજે 8.750 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો (કિંમત રૂ. 4,37,500), મોબાઇલ ફોન નંગ 2 (કિંમત રૂ. 17,000) તથા રોકડ રકમ રૂ. 32,450 મળી કુલ રૂ. 4,77,040 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પકડાયેલા આરોપી આરિફ આલમશા સાયદ સામે અગાઉ જુનાગઢ અને મોરબી પોલીસ સ્ટેશનોમાં હત્યા તેમજ એનડીપીએસ એક્ટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. હાલ આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ટંકારાના વીરપર પાસે કારમાં આગ લાગતાં કાર બળીને ખાખ:ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, ચાલકનો આબાદ બચાવ
    Next Article
    Jamia Protest: जामिया में तनाव बढ़ा, CRPF-ITBP तैनात! आज रात क्या होगा?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment