Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના ઐતિહાસિક વારસાને જીવંત કરવા કવાયત:કોર્પોરેટરે ભાગળને હેરિટેજ સ્ક્વેર બનાવવા અને ક્લોક ટાવરના ઘંટને ગુંજાવવા મ્યુનિસિપલ કમિશનરને લખ્યો પત્ર

    9 hours ago

    સુરતના ઐતિહાસિક વારસાને જાળવી રાખવા અને શહેરના મહત્ત્વપૂર્ણ માર્ગો તથા સ્મારકોના વિકાસ માટે સુરત મહાનગરપાલિકાના કાયદા સમિતિના સભ્ય અને કોર્પોરેટર સંદીપ મુકેશભાઈ ચલકવાલા દ્વારા મ્યુનિસિપલ કમિશનર તથા સ્થાયી સમિતિ અધ્યક્ષને એક મહત્ત્વપૂર્ણ પત્ર પાઠવવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા બજેટ વર્ષ 2026-27માં ઐતિહાસિક ક્લોક ટાવરના રિસ્ટોરેશન અને રિનોવેશન માટે જે જોગવાઈ કરવામાં આવી છે, તેને આવકારીને આ પત્રમાં શહેરના હેરિટેજ વિકાસ માટે વિશેષ માંગણીઓ મૂકવામાં આવી છે. આધુનિકીકરણ સાથે પ્રાચીન ઓળખને ઉજાગર કરવાની પહેલ પત્રમાં જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “વિકાસ ભી, વિરાસત ભી!”ના મંત્રને અનુસરીને આધુનિક વિકાસની સાથે સુરતની પ્રાચીન ઓળખને ઉજાગર કરવી અત્યંત આવશ્યક છે. ક્લોક ટાવરનો ઐતિહાસિક ઘંટ ફરી ગુંજાવવા અને સ્થાપત્ય જાળવવા રજૂઆત આ સંદર્ભમાં મુખ્ય ચાર મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં સૌપ્રથમ ક્લોક ટાવરના રિસ્ટોરેશનની સાથે તેના ઐતિહાસિક ઘંટને ફરીથી ટેકનિકલ તપાસ કરીને ચાલુ કરવા વિનંતી કરાઈ છે, જે અનેક સુરતીઓની લાગણી સાથે જોડાયેલો છે. આ ઉપરાંત, ક્લોક ટાવરની મૂળ સ્થાપત્યશૈલી જાળવી રાખીને ત્યાં હેરિટેજ લાઈટિંગ, સાઈનેજ અને ફોટો પોઈન્ટ વિકસાવવા તેમજ આસપાસના દબાણો દૂર કરી માર્ગોનું સુદૃઢીકરણ કરવા રજૂઆત કરાઈ છે. ભાગળ ચાર રસ્તાને ‘હેરિટેજ સ્ક્વેર’ તરીકે વિકસાવવા માગ સુરતના રેલવે સ્ટેશનથી દિલ્હીગેટ થઈ ભાગળ અને ત્યાંથી ચોકબજાર સુધીના રાજમાર્ગને એકરૂપ હેરિટેજ લાઈટિંગ, ફૂટપાથ અને ઐતિહાસિક માહિતી બોર્ડ સાથે “આઈકોનિક હેરિટેજ રોડ” તરીકે વિકસાવવા માટે સંકલિત પ્રસ્તાવ તૈયાર કરવા પર પણ ભાર અપાયો છે. ખાસ કરીને, ભાગળ ચાર રસ્તાને “ભાગળ હેરિટેજ સ્ક્વેર” તરીકે વિકસાવવાની વિશેષ માંગ કરવામાં આવી છે. ગણેશ ઉત્સવ, દહીંહાંડી અને ક્રિકેટ વિજય જેવા અનેક તહેવારો તથા ઉજવણીઓ વખતે ભાગળ એ સુરતીઓના સામૂહિક ઉત્સાહ અને લાગણીઓનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે, ત્યારે આ વિસ્તારની હેરિટેજ ઓળખ જાળવીને સુંદર્યાકરણ તથા સલામત અવરજવરનું આયોજન કરવું જરૂરી છે. આગામી પેઢી માટે સમયબદ્ધ આયોજનની અપીલ ક્લોક ટાવર અને ભાગળ માત્ર સામાન્ય ભૌગોલિક સ્થળો નથી પરંતુ સુરતના ઇતિહાસ અને નાગરિકોની બાળપણની યાદોનો અમૂલ્ય હિસ્સો છે. આ સ્મારકો અને માર્ગોના હેરિટેજ વિકાસથી સુરતનું ગૌરવ વધશે અને આવનારી પેઢી પોતાના સમૃદ્ધ ઇતિહાસ પર ગર્વ અનુભવી શકશે. આથી વહેલી તકે આ તમામ બાબતોને ધ્યાને લઈને સમયબદ્ધ આયોજન અને સત્વરે સઘન કાર્યવાહી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વિવાદ વચ્ચે BJP યુવા મોરચા પ્રમુખે પદગ્રહણ કર્યું:કોંગ્રેસ વામપંથીઓ- વિદ્યાર્થી સંગઠનો મારફતે GEN-Zને રોડ પર લાવી, ભાજપ યુવા મોરચો સત્ય પહોંચાડવા પ્રયત્ન કરશે
    Next Article
    નાયબ સેક્શન અધિકારીની ફરજમોકૂફી સામે સ્ટાફ એસોસિએશન મેદાને:CM સમક્ષ રજૂઆતની તૈયારી, ઉચ્ચ સચિવો સમક્ષ મૂકી ત્રણ મોટી શરતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment