Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિવાદ વચ્ચે BJP યુવા મોરચા પ્રમુખે પદગ્રહણ કર્યું:કોંગ્રેસ વામપંથીઓ- વિદ્યાર્થી સંગઠનો મારફતે GEN-Zને રોડ પર લાવી, ભાજપ યુવા મોરચો સત્ય પહોંચાડવા પ્રયત્ન કરશે

    8 hours ago

    ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત યુવા મોરચાના પ્રમુખ તરીકે નરેશ દેસાઈએ ઉંમરને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે વિધિવત રીતે પદભાર સંભાળી લીધો છે. યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમના નામની સત્તાવાર જાહેરાત થતાંની સાથે જ ભાજપના કાર્યકર્તાઓ અને રાજકીય વર્તુળોમાં તેમની જન્મતારીખ અને વાસ્તવિક ઉંમર અંગે ગણગણાટ શરૂ થયો હતો. સરકારી દસ્તાવેજોમાં અલગ-અલગ જન્મતારીખ હોવાના અહેવાલો વચ્ચે સંગઠનમાં યુવા મોરચા માટે નિર્ધારિત મનાતા 35 વર્ષની વયમર્યાદાના નિયમને અવગણીને નિમણૂક કરવામાં આવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. તમામ વિવાદો વચ્ચે ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. હેમાંગ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં તેમણે વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો. ડૉ. હેમાંગ જોશી રાષ્ટ્રીય સ્તરે જતાં નરેશ દેસાઈની વરણી થઈ ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ ડૉ. હેમાંગ જોશીની રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ તરીકે વરણી થયા બાદ પ્રદેશ સંગઠનમાં સુકાન સોંપવા માટે કવાયત હાથ ધરાઈ હતી. જેમાં અગાઉ મહામંત્રી તરીકે નિયુક્ત કરાયેલા નરેશ દેસાઈને પ્રમોશન આપી પ્રદેશ અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જ્યારે તેઓને મહામંત્રી બનાવવામાં આવ્યા ત્યારે પણ ઉંમરને લઈને ચર્ચાઓ થઈ હતી, પરંતુ પ્રમુખ તરીકેની જાહેરાત બાદ સંગઠનના નિયમો અને સરકારી દસ્તાવેજોમાં નોંધાયેલી વિગતોને લઈને અંદરોઅંદર મતભેદો વધુ સપાટી પર આવ્યા હતા. ઉંમર વિવાદ પર નરેશ દેસાઈનો જવાબ: ‘આ પાર્ટીનો વિષય છે’ પોતાની જન્મતારીખ અને ઉંમર મર્યાદાના વિવાદ સંદર્ભે પ્રતિક્રિયા આપતાં નવનિયુક્ત પ્રમુખ નરેશ દેસાઈએ સ્પષ્ટતા કરી હતી કે, આ સમગ્ર વિષય ભારતીય જનતા પાર્ટી અને સંગઠનનો આંતરિક નિર્ણય છે. પક્ષના મોવડીમંડળે તેમના પર વિશ્વાસ મૂકીને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. તેમણે ઉમેર્યું હતું કે પાર્ટીમાં કામગીરી અને સમર્પણને ધ્યાને રાખીને નિર્ણયો લેવાતા હોય છે, જેથી આવા વિવાદોથી સંગઠનના લક્ષ્ય પર કોઈ અસર નહીં પડે. Gen-Z આંદોલનો મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર પદભાર સંભાળ્યા બાદ નરેશ દેસાઈએ સંગઠનની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, છેવાડાના ગામડાઓ સુધીના યુવાનો રાષ્ટ્રવાદ અને ભાજપની વિચારધારા સાથે જોડાય તે માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. દેશમાં ચાલતા કથિત 'GenZ' આંદોલનો અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, ચૂંટણીઓમાં સતત પરાજય મેળવી રહેલી કોંગ્રેસ હવે યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે હવાતિયાં મારી રહી છે. વામપંથી વિચારધારા અને વિદ્યાર્થી સંગઠનોના માધ્યમથી યુવાધનને રસ્તા પર ઉતારવાના પ્રયાસોને જનસમર્થન મળતું નથી. આજે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુત્વના જતન માટે યુવાનો ભજન ક્લબિંગ અને રચનાત્મક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તરફ વળ્યા છે. અંતમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મોવડીમંડળનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    एक फिल्म, दो किरदार और 4 घंटे का मेकअप, यामी गौतम की नई नवेली में आदिनाथ कोठारे ऐसे बने रावण
    Next Article
    સુરતના ઐતિહાસિક વારસાને જીવંત કરવા કવાયત:કોર્પોરેટરે ભાગળને હેરિટેજ સ્ક્વેર બનાવવા અને ક્લોક ટાવરના ઘંટને ગુંજાવવા મ્યુનિસિપલ કમિશનરને લખ્યો પત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment