Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઓળખ અણહીલપુર પાટણની' પુસ્તકનું વિમોચન:ઇતિહાસકારો-રાજવી અગ્રણીઓની હાજરીમાં યુવા પેઢી સુધી સંક્ષિપ્ત ઇતિહાસ પહોંચાડવાનો ઉદ્દેશ્ય

    12 hours ago

    પાટણની એમ.એન. હાઇસ્કૂલ ખાતે 'અણહીલપુર પાટણના હિન્દુ રાજાઓનો સંક્ષિપ્ત ઇતિહાસ - ઓળખ અણહીલપુર પાટણની' પુસ્તકનું વિમોચન થયું. આ કાર્યક્રમ મહારાણા પ્રતાપ સ્વાભિમાન મંચ, અખિલ મહાગુજરાત રાજપૂત સંઘ અને આનર્ત ભારતી વાસા દ્વારા યોજાયો હતો. જેમાં સાહિત્યકારો, ઇતિહાસકારો અને ગુજરાતભરના ક્ષત્રિય અગ્રણીઓ હાજર રહ્યા હતા. પુસ્તકના લેખક મનુજદાસ ગુરુ પ્રાગદાસ બાપા ગોદડીયાએ જણાવ્યું કે, નવી પેઢી મોટા પુસ્તકોને બદલે સંક્ષિપ્ત લખાણ પસંદ કરે છે. આથી, પાટણના ઐતિહાસિક શાસકોની ગાથા સરળતાથી દરેક ઘર સુધી પહોંચાડવા માટે આ પુસ્તક તૈયાર કરાયું છે. સુરેન્દ્રસિંહ સિસોદિયાએ વિદ્યાર્થીઓ સુધી સાચો ઇતિહાસ પહોંચાડવા પર ભાર મૂક્યો. મહિપતસિંહ જાડેજાએ વનરાજ ચાવડા અને સિદ્ધરાજ જયસિંહના શાસનકાળના પ્રસંગો યાદ કર્યા. તેમણે પાટણમાં ૨૫ કરોડના ખર્ચે બની રહેલા નાયકાદેવી મ્યુઝિયમની વિગતો પણ આપી. ડૉ. મહેન્દ્રસિંહે નવી શિક્ષણનીતિમાં સ્થાનિક ઇતિહાસ સમાવવાના નિર્ણયને આવકાર્યો.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ઇલેક્ટ્રિક દુકાનમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો:પોલીસે ગુમડા મસ્જિદ પાસેથી આરોપીને પકડી 21,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
    Next Article
    વેરાવળ-જૂનાગઢ હાઈવે પર પેટ્રોલ પંપ નજીક ટ્રકમાં આગ લાગી:ડ્રાઇવરની સમયસૂચકતાથી ટ્રકને પેટ્રોલ પંપથી દૂર ખસેડાયો, ફાયર ટીમે કાબૂ મેળવી મોટી દુર્ઘટના ટાળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment