Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ-જૂનાગઢ હાઈવે પર પેટ્રોલ પંપ નજીક ટ્રકમાં આગ લાગી:ડ્રાઇવરની સમયસૂચકતાથી ટ્રકને પેટ્રોલ પંપથી દૂર ખસેડાયો, ફાયર ટીમે કાબૂ મેળવી મોટી દુર્ઘટના ટાળી

    12 hours ago

    વેરાવળ-જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલા જયવર્ધન પેટ્રોલ પંપ નજીક પાર્ક કરેલા એક ટ્રકની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પેટ્રોલ પંપની નજીક જ ટ્રકમાં આગ લાગવાની ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. જોકે, ટ્રકના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી ટ્રકને પેટ્રોલ પંપની હદથી થોડો આગળ ખસેડી લેતાં અને વેરાવળ ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરતાં મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, વેરાવળ-જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલા જયવર્ધન પેટ્રોલ પંપ નજીક ઓગળભાઈ મસરીભાઈ ચુડાસમાની માલિકીનો ટ્રક નંબર GJ-32-T-5687 પાર્ક કરવામાં આવ્યો હતો. દરમિયાન અચાનક ટ્રકની કેબિનમાં આગ લાગતાં જોતજોતામાં પરિસ્થિતિ ગંભીર બની હતી. પેટ્રોલ પંપની નજીક જ આગની ઘટના બનતાં આગ વધુ ફેલાવાની આશંકા વચ્ચે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આ સમયે ટ્રકના ડ્રાઇવરે પરિસ્થિતિની ગંભીરતા સમજી સમયસૂચકતા દાખવી હતી. તેણે ટ્રકને પેટ્રોલ પંપની હદથી થોડો આગળ ખસેડી લીધો હતો. આ નિર્ણયથી આગની ઘટનાને પગલે ઊભા થયેલા સંભવિત જોખમને ઘટાડવામાં મદદ મળી હતી. દરમિયાન ઘટનાની જાણ વેરાવળ ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવ્યો હતો. વેરાવળ ફાયર સ્ટેશનના ડી.સી.ઓ. હરપાલસિંહ ખેર અને ફાયરમેન કેતન વાળા સહિતની ટીમ જરૂરી સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી ટ્રકની કેબિનમાં લાગેલી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગની ઝડપી કામગીરીના પગલે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. પેટ્રોલ પંપ નજીક ટ્રકમાં આગ લાગવાની આ ઘટનાએ થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જ્યો હતો. જોકે, ડ્રાઇવરની સમયસૂચકતા અને ફાયર વિભાગની ત્વરિત કામગીરીના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી અને સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું તે અંગેની વિગતો સામે આવી નથી. પ્રાથમિક અનુમાન મુજબ વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય.
    Click here to Read More
    Previous Article
    'ઓળખ અણહીલપુર પાટણની' પુસ્તકનું વિમોચન:ઇતિહાસકારો-રાજવી અગ્રણીઓની હાજરીમાં યુવા પેઢી સુધી સંક્ષિપ્ત ઇતિહાસ પહોંચાડવાનો ઉદ્દેશ્ય
    Next Article
    કોલસાની કટોકટી અને ઊર્જા સંકટની અસર:સુરતમાં દિવાળી પર સરકારી ઈમારતો પર થતી રોશનીના દિવસો ઘટશે, હવે માત્ર ત્રણ-ચાર દિવસ જ ઝગમગશે શહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment