Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ઇલેક્ટ્રિક દુકાનમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો:પોલીસે ગુમડા મસ્જિદ પાસેથી આરોપીને પકડી 21,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

    11 hours ago

    પાટણના રસણીયાવાડા વિસ્તારમાં હરસિદ્ધિ ઇલેક્ટ્રિક બંધ દુકાનમાંથી ચોરી કરનાર શખ્સને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી વાયરના બંડલ અને રોકડ રકમ સહિત 21,400 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો. ડીવાયએસપી પરેશ રેણુકા અને સીટી એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ભોયેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. બાતમીના આધારે ગુમડા મસ્જિદ પાસેથી શંકાસ્પદને અટકાવી તપાસ કરાઈ. તપાસમાં તેની પાસેથી જેઈન પ્લસ કંપનીના 6 વાયર બંડલ (8,400 રૂપિયા) અને રોકડા 13,000 રૂપિયા મળ્યા. જવાબ ન મળતાં પૂછપરછ કરાઈ. તેણે ત્રણ દિવસ પહેલાં હરસિદ્ધિ ઇલેક્ટ્રિક દુકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી. પોલીસે આ ચોરીના ગુનામાં રોશન સતીષકુમાર અમરતલાલ મોદી (રહે. રાજકાવાડો, કાલી બજાર રોડ, પાટણ) આરોપીની ધરપકડ કરી 21,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો.
    Click here to Read More
    Previous Article
    શહેરા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે જેઠા ભરવાડની બિનહરીફ વરણી:હાલ નાફેડ, પંચામૃત ડેરી અને પંચમહાલ બેંકના ચેરમેન; સહકારી ક્ષેત્રના આગેવાનો અને સમર્થકોમાં ઉત્સાહ
    Next Article
    'ઓળખ અણહીલપુર પાટણની' પુસ્તકનું વિમોચન:ઇતિહાસકારો-રાજવી અગ્રણીઓની હાજરીમાં યુવા પેઢી સુધી સંક્ષિપ્ત ઇતિહાસ પહોંચાડવાનો ઉદ્દેશ્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment