Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નપા ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠકમાં મહત્વના નિર્ણયો:વિકાસ કામો માટે બે રહેણાંક પ્લોટ વેચાશે, ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનની કાર્યવાહી માટે ચીફ ઓફિસર અને ટીપી ચેરમેનની કમિટીને સત્તા સોંપાઈ

    14 hours ago

    પાટણ નગરપાલિકાના સભાખંડમાં ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન ડિમ્પલબેનના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. શહેરના આયોજનબદ્ધ વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ ડેવલપમેન્ટ ચાર્જના દર, બેટરમેન્ટ ચાર્જના ઉપયોગ, નગરપાલિકાના બે રહેણાંક પ્લોટના વેચાણ અને ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાની પ્રક્રિયા અંગે મહત્વના ઠરાવો સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યા હતા. ડેવલપમેન્ટ ચાર્જના દરોની સમીક્ષા કરાશે બેઠક અંગે માહિતી આપતાં પાટણ નગરપાલિકાનાં ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે, હાલમાં ડેવલપમેન્ટ ચાર્જનો દર ₹2 અમલમાં છે. આ દરમાં સુધારો કરવા માટે આસપાસની નગરપાલિકાઓ અને એ-ક્લાસ નગરપાલિકાઓમાં અમલમાં રહેલા દરોનો અભ્યાસ કરીને નિર્ણય લેવામાં આવશે. આ પ્રક્રિયાનો હેતુ શહેરના વિકાસ અને આયોજન સંબંધિત કામગીરી માટે યોગ્ય દર નક્કી કરવાનો છે. બેટરમેન્ટ ચાર્જની રકમ ટીપીના કામોમાં વપરાશે નગરપાલિકા દ્વારા વસૂલવામાં આવતા બેટરમેન્ટ ચાર્જના નાણાંના ઉપયોગ અંગે પણ મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ રકમનો ઉપયોગ માત્ર ટાઉન પ્લાનિંગ (ટીપી) સંબંધિત કામગીરી માટે જ કરવામાં આવશે. તેમાં રસ્તા ખોલવા અને ટીપી હેઠળના પ્લોટોને રક્ષિત કરવા સહિતનાં કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સાંસદ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને સૂચનોને ડેવલપમેન્ટ પ્લાન રજૂ કરતી વખતે પ્રસ્તાવ તરીકે સમાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. અઘારા દરવાજા અને વાડીના ચોક પાસેના પ્લોટ વેચાશે પાટણ નગરપાલિકાને રહેણાંક હેતુ માટે ફાળવવામાં આવેલા બે ફાઇનલ પ્લોટના વેચાણ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પ્લોટ નંબર 199 અઘારા દરવાજા પાસે અને પ્લોટ નંબર 291 વાડીના ચોક પાસે આવેલો છે. આ બંને પ્લોટના વેચાણથી મળનારી રકમનો ઉપયોગ ટીપીના રસ્તા ખોલવા અને શહેરનાં વિકાસકાર્યો માટે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને પ્લોટનું વેચાણ કરતાં પહેલાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને રચાયેલી સમિતિ દ્વારા નિયત મૂલ્યાંકન સહિતની સરકારી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ પ્લોટ વેચાણની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનની સત્તા માટે વહીવટી માળખામાં ફેરફાર પાટણ વિસ્તાર વિકાસ સત્તામંડળના વિસ્તાર માટે ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન એટલે કે વિકાસ નકશો તૈયાર કરવાની પ્રક્રિયા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ, 1976ની જોગવાઈઓ અનુસાર જરૂરી કાર્યવાહી કરવા માટે અગાઉ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર પાસે રહેલી સત્તા હવે ચીફ ઓફિસર અને ટાઉન પ્લાનિંગ (ટીપી) ચેરમેનની કમિટીને સોંપવાનો ઠરાવ સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી વિકાસ નકશો તૈયાર કરવા અને તેને લગતી વહીવટી પ્રક્રિયાઓ આગળ ધપાવવા માટે જવાબદારીનું નવું માળખું નક્કી કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    તાપીના NTPCના પ્રસ્તાવિત પરમાણુ પ્રોજેક્ટ સામે આદિવાસીઓનો વિરોધ:બે તાલુકાના 8 ગામની ગ્રામસભાઓમાં સર્વાનુમતે ઠરાવ પસાર, કલેક્ટર મારફત રાજ્યપાલને આવેદન
    Next Article
    ભીલડીમાં 325 કરોડના ખર્ચે BBBRC સેન્ટર તૈયાર:પીએમ મોદી 30 ઓક્ટોબરે લોકાર્પણ કરશે, ઉત્તમ નસ્લનાં પશુઓના સંવર્ધન થકી પશુપાલકોની આવકમાં વધારો કરવાનો ઉદ્દેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment