Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીના NTPCના પ્રસ્તાવિત પરમાણુ પ્રોજેક્ટ સામે આદિવાસીઓનો વિરોધ:બે તાલુકાના 8 ગામની ગ્રામસભાઓમાં સર્વાનુમતે ઠરાવ પસાર, કલેક્ટર મારફત રાજ્યપાલને આવેદન

    13 hours ago

    તાપીના વાલોડ અને વ્યારા તાલુકાના ખુશાલપુરા તથા આસપાસના અસરગ્રસ્ત ગામોમાં પ્રસ્તાવિત NTPC અને NPUNL ના પરમાણુ ઊર્જા પ્રોજેક્ટ સામે સ્થાનિક આદિવાસી સમાજ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટના વિરોધમાં વિવિધ ગ્રામ પંચાયતો દ્વારા ખાસ ગ્રામસભામાં સર્વાનુમતે વિરોધના ઠરાવો પસાર કરવામાં આવ્યા છે અને જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કયા ગામોએ નોંધાવ્યો વિરોધ? વાલોડ અને વ્યારા તાલુકાના કહેર, ધામોદલા, બેડકુવા, લોટરવા, કલમકુઈ, ખુશાલપુરા, ભાનાવાડી અને બાલ્દા સહિતના અસરગ્રસ્ત ગામોના સરપંચો, ગ્રામસભાના પ્રતિનિધિઓ અને ગ્રામજનોએ એકસૂરે આ પ્રોજેક્ટ સામે કાયમી જાહેર વિરોધ નોંધાવ્યો છે. ગામોની મુખ્ય માંગણીઓ અને ઠરાવો બંધારણીય અધિકાર: આવેદનપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 244(1) હેઠળ આ આદિવાસી વિસ્તાર પાંચમી અનુસૂચિ (ફિફ્થ શેડ્યુઅલ)માં સમાવિષ્ટ છે. પ્રોજેક્ટ સામે અસંમતિ: કહેર ગ્રામ પંચાયત ખાતે તા. 18/10/2026ના રોજ મળેલી ખાસ ગ્રામસભામાં ઠરાવ પસાર કરાયો છે કે ગામની જમીન, પાણી, રસ્તા, ગૌચર, વનવિસ્તાર, પર્યાવરણ, આરોગ્ય, સંસ્કૃતિ કે આજીવિકાને અસર કરતા કોઈપણ સરકારી, અર્ધસરકારી કે ખાનગી (ઔદ્યોગિક, ઊર્જા, પરમાણુ, ન્યુક્લિયર, ખાણકામ) પ્રોજેક્ટ સામે ગ્રામસભાની સ્પષ્ટ અસંમતિ છે. સર્વે અને પ્રવેશ પર પ્રતિબંધ: ગ્રામસભાની મંજૂરી વિના ગામની ખાનગી, સામુદાયિક, ગૌચર કે સરકારી પડતર જમીન પર કોઈપણ પ્રોજેક્ટના હેતુસર જમીન માપણી, બોરિંગ, માટી-પાણીના નમૂના લેવા, ભૂસ્તરીય અભ્યાસ, વૃક્ષ કાપણી કે મશીનરી લાવવા જેવી કામગીરી અને સર્વે સામે સંપૂર્ણ ના-મંજૂરી દર્શાવવામાં આવી છે. વિરોધનું મુખ્ય કારણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 26/05/2026ના રોજ NTPC દ્વારા સત્તાવાર ટેન્ડર (GEM/2026/B/7561644 - "ફીઝિબિલિટી સ્ટડી ફોર ઓડીસી એટ દેવગઢ, ખાટીગુડા, ખુશાલપુરા એન્ડ રાંધા સાઈટ્સ" બહાર પાડવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા સામે સ્થાનિક ગ્રામજનોએ પોતાની જમીન અને પર્યાવરણના રક્ષણ માટે એકજૂથ થઈને આ પરમાણુ ઊર્જા પ્રોજેક્ટ તાત્કાલિક અસરથી રદ કરવા સરકાર સમક્ષ ઉગ્ર માંગણી કરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના રામધન આશ્રમમાં શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી:મહંત ભાવેશ્વરી માઁ અને રત્નેશ્વરીદેવીના સાનિધ્યમાં યજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદ યોજાયા
    Next Article
    પાટણ નપા ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠકમાં મહત્વના નિર્ણયો:વિકાસ કામો માટે બે રહેણાંક પ્લોટ વેચાશે, ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનની કાર્યવાહી માટે ચીફ ઓફિસર અને ટીપી ચેરમેનની કમિટીને સત્તા સોંપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment