Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભીલડીમાં 325 કરોડના ખર્ચે BBBRC સેન્ટર તૈયાર:પીએમ મોદી 30 ઓક્ટોબરે લોકાર્પણ કરશે, ઉત્તમ નસ્લનાં પશુઓના સંવર્ધન થકી પશુપાલકોની આવકમાં વધારો કરવાનો ઉદ્દેશ

    18 hours ago

    બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ખાતે આગામી 30 ઓક્ટોબર, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસ ડેરીના પાંચ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં ભીલડી ખાતે 127 એકર જમીનમાં ₹325 કરોડના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર-BBBRCનું લોકાર્પણ કરવામાં આવશે. આ કેન્દ્ર દ્વારા પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા અને ઉત્તમ નસ્લના પશુધનના સંવર્ધનને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પશુપાલકોને બ્રીડર બનાવવાનો બનાસ ડેરીનો પ્રયાસ બનાસ ડેરી દ્વારા પશુપાલકોને માત્ર દૂધ ઉત્પાદન અને વેચાણ પૂરતા મર્યાદિત ન રાખીને ઉત્તમ નસ્લનાં પશુઓ તૈયાર કરતા બ્રીડર બનાવવાના હેતુથી ‘બોવાઇન બ્રીડપ્રિન્યોર ક્લબ’ની સ્થાપના કરવામાં આવી છે. આ પહેલ હેઠળ અત્યાર સુધીમાં આશરે 316 પ્રગતિશીલ પશુપાલકો BBBRC સાથે જોડાઈ ચૂક્યા છે. આ યોજના થકી પશુપાલકોના તબેલાને સ્થાનિક સ્તરે ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા ધરાવતા પશુધનના સંવર્ધનનાં કેન્દ્રો તરીકે વિકસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઉત્તમ નસ્લનાં પશુઓ તૈયાર કરીને વધારાની આવકની તક ‘બોવાઇન બ્રીડપ્રિન્યોર ક્લબ’ હેઠળ જોડાયેલા પશુપાલકોને ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા ધરાવતા જર્મપ્લાઝ્મ એટલે કે શ્રેષ્ઠ નસ્લના પશુઓના સંવર્ધન માટે જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આના આધારે પશુપાલકોના ફાર્મ પર તૈયાર થતાં ઉત્તમ વાછરડાં, પાડીઓ કે ભ્રૂણમાંથી પસંદગીના પશુધનને ખરીદવાનો પ્રથમ અધિકાર BBBRC પાસે રહેશે. જો કેન્દ્ર કોઈ પશુધન ખરીદવાનું પસંદ ન કરે, તો પશુપાલક તેને ખુલ્લા બજારમાં વેચી શકશે. આ વ્યવસ્થાથી પશુપાલકોને દૂધના વેચાણથી થતી નિયમિત આવક ઉપરાંત ઉત્તમ નસ્લનાં પશુઓના વેચાણ થકી વધારાની આવક મેળવવાની તક મળશે. આ પહેલ પશુપાલનને આવકના વધુ એક સ્ત્રોત સાથે જોડવાનો પ્રયાસ છે. વૈજ્ઞાનિક માવજત અને પશુઓના આરોગ્ય પર ભાર ઉત્તમ નસ્લના પશુધનના સંવર્ધન માટે વૈજ્ઞાનિક માવજત અને પશુઓના આરોગ્યની નિયમિત દેખરેખ જરૂરી છે. આ ક્લબના સભ્યો પશુઓની ગર્ભાવસ્થા, વિયાણની તારીખ, માતા-પિતાની વંશાવળી, વજન અને દૈનિક દૂધ ઉત્પાદન સહિતની વિગતોનો રેકોર્ડ રાખે છે. આ ઉપરાંત, સભ્ય પશુપાલકોનાં પશુઓની વર્ષમાં એક વખત સઘન આરોગ્ય તપાસ પણ કરવામાં આવે છે. પશુઓની આરોગ્ય તપાસ અને તેમની વંશાવળી સહિતના રેકોર્ડ જાળવવાથી પશુધનની ગુણવત્તા અંગે વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ બને છે. તેનાથી ખરીદદારોનો વિશ્વાસ વધવાની સાથે પશુપાલકોને ઉત્તમ ગુણવત્તાવાળા પશુઓના યોગ્ય ભાવ મેળવવામાં પણ મદદ મળી શકે છે. ગામડાં સુધી આધુનિક પશુપાલન પદ્ધતિઓનો ફેલાવો બનાસ ડેરી અને BBBRC દ્વારા શરૂ કરાયેલી આ પહેલ પ્રયોગશાળા પૂરતી મર્યાદિત ન રહેતાં ગામડાં સુધી પહોંચી રહી છે. સભ્ય પશુપાલકોના ફાર્મ પર અપનાવવામાં આવતી આધુનિક પદ્ધતિઓથી પ્રેરાઈને અન્ય પશુપાલકો પણ પશુઓના પોષણ, રહેઠાણ અને સ્વચ્છતા અંગે વધુ વૈજ્ઞાનિક અભિગમ અપનાવી રહ્યા છે. ભીલડી ખાતે શરૂ થનારા આ કેન્દ્ર અને ‘બોવાઇન બ્રીડપ્રિન્યોર ક્લબ’ દ્વારા પશુપાલકોને પશુધનની ગુણવત્તા સુધારવા તથા આવકના નવા વિકલ્પો વિકસાવવા માટે પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. બનાસકાંઠાથી શરૂ થયેલી આ પહેલ ભવિષ્યમાં દેશના ડેરી ઉદ્યોગમાં વૈજ્ઞાનિક પશુસંવર્ધન અને પશુપાલકોની ભાગીદારીનું ઉદાહરણ બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ નપા ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠકમાં મહત્વના નિર્ણયો:વિકાસ કામો માટે બે રહેણાંક પ્લોટ વેચાશે, ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનની કાર્યવાહી માટે ચીફ ઓફિસર અને ટીપી ચેરમેનની કમિટીને સત્તા સોંપાઈ
    Next Article
    Amid Opposition Protests On SIR, Union Ministers To Hit The Streets

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment