Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ મહિનાની સારવાર બાદ ઘાયલ સિંહબાળ જંગલમાં મુક્ત:લોખંડના દરવાજામાં ફસાઈને ઘાયલ થયેલા સિંહબાળને ગિરનાર અભયારણ્યમાં મુક્ત કરાયું, માતા સાથે પુનઃમિલન

    9 hours ago

    ગિરનાર વન્યજીવ અભયારણ્ય નજીક આવેલા ગ્રોફેડ વિસ્તારમાં ગત 1લી ઑગસ્ટના રોજ એક કાળજું કંપાવી દે એવી ઘટના સામે આવી હતી. એક નાનું સિંહબાળ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન લોખંડના દરવાજામાંથી નીકળતી વખતે ફસાઈ જતાં ગંભીર રીતે ઘાયલ થયું હતું. અકસ્માત એટલો જીવલેણ હતો કે માસૂમ બાળકના જીવ સામે મોટો ખતરો ઊભો થયો હતો. જોકે, બનાવની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સિંહબાળને સુરક્ષિત રીતે બચાવી લઈને સઘન સારવાર હેઠળ ખસેડ્યું હતું. સક્કરબાગ ઝૂમાં સતત 3 મહિના સુધી અપાઈ સારવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા આ સિંહબાળને જૂનાગઢના વિશ્વવિખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે લાવવામાં આવ્યું હતું. જ્યાં વેટરનરી તબીબો અને વનકર્મીઓની ખાસ ટીમે દિવસ-રાત એક કરીને લગભગ ત્રણ મહિના સુધી તેની વિશેષ દેખરેખ રાખી હતી. ઈજાઓ ખૂબ ઊંડી હોવા છતાં તબીબોની નિષ્ઠાવાન સારવાર, દવાઓ અને સ્ટાફની સતત કાળજીના પરિણામે સિંહબાળના સ્વાસ્થ્યમાં ચમત્કારિક સુધારો જોવા મળ્યો હતો અને તે ટૂંક સમયમાં જ સંપૂર્ણપણે સ્વસ્થ અને તંદુરસ્ત બની ગયું હતું. ગિરનારની ડુંગર દક્ષિણ રેન્જમાં મુક્ત કરાતાં જ માતા સિંહણ સાથે પુનઃમિલન સંપૂર્ણપણે સાજા થઈ ગયેલા સિંહબાળને જંગલના કુદરતી વાતાવરણમાં પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા તમામ તકેદારી અને સુરક્ષા પ્રોટોકોલ સાથે તેને ગિરનાર વન્યજીવ અભયારણ્યની ડુંગર દક્ષિણ રેન્જમાં વિધિવત મુક્ત કરવામાં આવ્યું હતું. વન વિભાગ માટે સૌથી આનંદ અને રાહતની બાબત એ રહી કે જંગલમાં મુક્ત થતાં જ આ સિંહબાળનું તેની માતા સિંહણ સાથે સફળતાપૂર્વક પુનઃમિલન થઈ ગયું હતું. સામાન્ય રીતે લાંબા સમય સુધી માનવ દેખરેખમાં રહ્યા બાદ પુનઃમિલન જટિલ બનતું હોય છે, પરંતુ સિંહણે પોતાના બાળકને હેતપૂર્વક સ્વીકારી લેતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. વન વિભાગ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સરાહનીય કામગીરી આ સમગ્ર કપરા અને સંવેદનશીલ ઓપરેશનને સફળ બનાવવામાં જૂનાગઢ વન વિભાગ તેમજ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ઉચ્ચ અધિકારીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફની અથાક મહેનત અને સમર્પણ રહ્યું છે. વન્યજીવ સંરક્ષણ, તબીબી કાળજી અને જીવદયાનું આ એક ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે, જેને વન્યપ્રેમીઓ દ્વારા ખુબ બિરદાવવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    એકતાનગરમાં BSFના 28 જવાનો ડેન્ગ્યુની ઝપેટમાં:એકતા પરેડ માટે 40 જવાનની ટૂકડી આસામથી આવી હતી, તાવની ફરિયાદ બાદ મેડિકલ તપાસ કરાઈ
    Next Article
    28 ઓક્ટોબરથી રત્નકલા ગ્રાઉન્ડ પર 'સ્વદેશી મેળો' યોજાશે:‘સર્જનથી સમૃદ્ધિ’ થીમ સાથે રત્નકલા ગ્રાઉન્ડ પર સખી મંડળની હસ્તકલાનું વેચાણ; લોક ડાયરો, મેજિક શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો મુખ્ય આકર્ષણ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment