Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકતાનગરમાં BSFના 28 જવાનો ડેન્ગ્યુની ઝપેટમાં:એકતા પરેડ માટે 40 જવાનની ટૂકડી આસામથી આવી હતી, તાવની ફરિયાદ બાદ મેડિકલ તપાસ કરાઈ

    8 hours ago

    31 ઓક્ટોબરે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લેવા માટે આસામથી એકતાનગર આવેલી સીમા સુરક્ષા બળ (BSF)ની ટુકડીના 28 જવાનોને ડેન્ગ્યુ થયો છે. આ ઘટનાને પગલે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. એક પછી એક જવાનોને તાવ આવતા ખુલાસો થયો પ્રાપ્ત માહિતી અનુસાર, 40 જવાનોની આ ટુકડીમાંથી એક પછી એક જવાનોને તાવની ફરિયાદ રહેતા તાત્કાલિક મેડિકલ તપાસ કરવામાં આવી હતી. જેમાં 28 જવાનોના રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. તમામ સંક્રમિત જવાનોને સારવાર અર્થે એકતાનગર સ્થિત ટ્રૉમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી તેમની સઘન સારવાર ચાલી રહી છે અને તબીબો દ્વારા રોજેરોજ તેમના બ્લડ સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. પરેડમાં સહભાગિતા અંગે અનિશ્ચિતતા ડેન્ગ્યુના સંક્રમણને કારણે આ જવાનો આગામી 31 ઓક્ટોબરની પરેડમાં ભાગ લઈ શકશે કે કેમ તે અંગે હાલ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. જો કે, આગામી દિવસોમાં સ્વાસ્થ્યમાં સુધારો થાય તો તેઓ પરેડમાં જોડાઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એકતાનગર વિસ્તારમાં મચ્છરોના ઉત્પત્તિસ્થળો શોધીને તેનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે સમગ્ર વિસ્તારમાં ફોગિંગ, ક્લોરિનેશન અને સઘન સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ચીન અરુણાચલ પ્રદેશને ગળી જશે?:બે સેના ચીફના સ્ફોટક ખુલાસા, એકનો વીડિયો રાતોરાત ગાયબ, ‘મોદી નકશો જાહેર કરે’, મોદીની તપસ્યાની અગ્નિપરીક્ષા
    Next Article
    ત્રણ મહિનાની સારવાર બાદ ઘાયલ સિંહબાળ જંગલમાં મુક્ત:લોખંડના દરવાજામાં ફસાઈને ઘાયલ થયેલા સિંહબાળને ગિરનાર અભયારણ્યમાં મુક્ત કરાયું, માતા સાથે પુનઃમિલન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment