Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રી પરષોત્તમ સોલંકી લાંબી બીમારી બાદ પરિવાર સાથે સાળંગપુર પહોંચ્યા:કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરી ધ્વજા ચઢાવી, કોઠારી સ્વામીએ સ્વાગત કર્યું

    2 days ago

    મંત્રી પરષોત્તમ સોલંકી લાંબી બીમારી બાદ સ્વસ્થ થયા છે. તેઓ પરિવાર સાથે સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા. તેમણે દાદાના દર્શન કરી ધ્વજા ચઢાવી વિશેષ પૂજન-અર્ચન કર્યું. આ દરમિયાન બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, મહામંત્રી વનરાજસિંહ ડાભી, વિનુભાઈ સોલંકી અને કોળી સમાજના અગ્રણીઓ પણ મંત્રીને શુભેચ્છા પાઠવવા સાળંગપુર આવ્યા હતા. પરષોત્તમ સોલંકી એક મહિનાથી વધુ સમય હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તબિયત સુધરતા તેઓ ફરી જાહેર જીવનમાં સક્રિય થયા. સાળંગપુર આવતા પહેલા તેઓ ભાવનગર પહોંચ્યા. તેમની સાથે પત્ની, પુત્ર દિવ્યેશ અને પુત્રીએ પણ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. તેમણે પોતાની તબિયત અને કામ અંગે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, તબિયત ખરાબ હોવાથી ઘણા લોકોને મળી શક્યા નથી. જેટલા કામ થઈ શકે તેટલા કરવાનો પ્રયાસ કર્યો છે. દાદાના ચરણોમાં પ્રાર્થના કરી કે લોકોના કામ તેમના હાથે પૂરા થતા રહે.
    Click here to Read More
    Previous Article
    ગોહિલવાડમાં શરદપૂર્ણિમાની ઉજવણી:શરદ પૂર્ણિમા પર ઊંધિયું અને ગુલાબજાંબુની જમાવટ, મોંઘવારી વચ્ચે પણ ભાવમાં કોઈ વધારો નહીં
    Next Article
    જામનગર સહિત 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર:પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિર્ણય આવકાર્યો; હેક્ટર દીઠ ₹8,500ની સહાયથી ખેડૂતો નારાજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment