Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોહિલવાડમાં શરદપૂર્ણિમાની ઉજવણી:શરદ પૂર્ણિમા પર ઊંધિયું અને ગુલાબજાંબુની જમાવટ, મોંઘવારી વચ્ચે પણ ભાવમાં કોઈ વધારો નહીં

    2 days ago

    આજે આસોસુદ પૂનમ એટલે કે શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી., આધ્યાત્મિકતા અને સ્વાદોત્સવનો સમન્વય એટલે શરદપૂનમ ત્યારે ઊંધિયું, દહીંવડા અને ગુલાબજાંબુ સહિતના સ્વાદિષ્ટ વ્યંજનોનો આસ્વાદ આજે સોમવારના રોજ ભાવનગરીવાસીઓએ મનભરીને માણ્યુ હતું. દર વર્ષે સ્વાદપ્રિય ભાવનગરવાસીઓ શરદપૂનમની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હોય છે શહેર તથા જિલ્લામાં શરદપૂનમના એક દિવસ અગાઉથી જ ઉંધીયુ, દહીંવડા સહિતની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. શહેરના નાના મોટા તમામ વિસ્તારમાં મિઠાઈ-ફરસાણના વેપારીઓથી લઈને દર વર્ષે જાહેર રસ્તાઓને અડીને મંડપ-શમીયાણાઓ ઉભા કરી ઊંધિયાનું વેચાણ કરવામાં આવ્યું છે. જેમાં ઊંધીયુ અને દહીવડા પ્રતિ કિલો 320 ના ભાવે અને ગુલાબજાંબુ 200 પ્રતિ કિલો વહેચાય રહ્યા છે. આ અંગે દવે મીઠાઈવાળા કિશનભાઈએ જણાવ્યું હતું કે, આજે શરદ પૂનમની જે ઉજવણી ઉજવાઈ રહી છે, પરંપરાગત રીતે ઘણા વર્ષોથી જે ભાવનગરથી શરૂઆત થઈ હતી. ઊંધિયું, દહીંવડા, ગુલાબજાંબુની શરૂઆત આપણા ભાવનગરથી થયેલી છે, લોકો તો દૂધ અને પૌંઆ ખાઈને શરદ પૂર્ણિમાની, શરદ ઋતુ શરૂ થાતી હોય ઈ લોકો ઉજવી રહ્યા હતા. પણ ઘણા વર્ષોની પરંપરા આપણા ભાવનગરમાં નવો ક્રેઝ બન્યા હતા. ઊંધિયું, દહીંવડા, ગુલાબજાંબુ ખાઈને ઉજવી રહ્યું છે આ જ વખતે શરદ પૂનમ આપણા સનાતન ધર્મની અંદર કોઈપણ તિથિ બબ્બે હોવાથી બે શરદ પૂનમ જેવો માહોલ બન્યો. કે ભાઈ કાલે પણ શરદ પૂનમ જેવું બન્યું હતું. અમારા મીઠાઈ એસોસિએશને સોમવારે શરદ પૂનમ આજે ઉજવણી કરી છે. આજે બગદાણાની અંદર પણ આજે શરદ પૂનમ કરવામાં આવેલી છે.તો ગુરુ પરંપરા જે ચાલી આવે છે ઈ મુજબ અમે આજે શરદ પૂનમની બધું ઊંધિયું, દહીંવડા, ગુલાબજાંબુ લોકો આરોગે છે. અને મોટા પ્રમાણની અંદર ભાવનગરનું આપણું લોકો પ્રેમ કરે છે, ઈ મોટા પ્રમાણમાં ઊંધિયું, દહીંવડા, ગુલાબજાંબુ ખાય છે.ઊંધિયું-દહીંવડા આમ તમે જુઓ તો બધી વસ્તુમાં ગેસમાં ભાવવધારો, તેલમાં ભાવવધારો, આવો બધો વધારો છે, પણ એની સામે શાક થોડુંક અત્યારે વ્યાજબી ભાવમાં છે. તો જેથી કરીને અમે ગયા વર્ષે જે ભાવે ઊંધિયું, ઈ ભાવે જ ઊંધિયું આ વર્ષે અમે વેચી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં 19 વર્ષીય યુવતીનો પતિના ત્રાસથી એસિડ પીને આપઘાત:પિતાએ રડતાં રડતાં કહ્યું-દીકરી કહેતી કે, પપ્પા હું જીવીશ તો એની સાથે ને મરીશ તો પણ એના ઘરે જ
    Next Article
    મંત્રી પરષોત્તમ સોલંકી લાંબી બીમારી બાદ પરિવાર સાથે સાળંગપુર પહોંચ્યા:કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરી ધ્વજા ચઢાવી, કોઠારી સ્વામીએ સ્વાગત કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment