Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરે પૈસા પરત ન કરતા મિત્રએ છરીના ઘા માર્યા:વચ્ચે પડેલા મિત્રને હાથમાં 19 ટાંકા આવ્યા, અડધી રાતે વાડજ રામાપીરના ટેકરા પાસે બોલાવી હુમલો

    11 घंटे पहले

    અમદાવાદના થલતેજમાં રહેતા 16 વર્ષના સગીરે નવી એક્ટિવા ખરીદ્યા બાદ ઉછીના લીધેલા રૂ. 90 હજાર પરત ન આપતાં બોડકદેવના મિત્રએ અડધી રાત્રે વાડજ રામાપીરના ટેકરા પાસે બોલાવી છરાથી હુમલો કર્યો હતો. કિશોરને સાથળના ભાગે છરાનો ઘા વાગતાં પાંચ ટાંકા આવ્યા હતા, જ્યારે બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર પર પણ છરાથી ઘા ઝીંકી દેતાં તેના હાથમાં 19 ટાંકા આવ્યા છે. ઘટના અંગે સગીરની માતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં બે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રાત્રે બે વાગ્યે મળવા બોલાવી ઉઘરાણી કરી થલતેજ ગામમાં રહેતા ગીતાબેન મિસ્ત્રીએ ફરિયાદ નોંધાવી છે કે, તેમનો સગીર વયનો દીકરો તેના મિત્ર સાથે 5 સપ્ટેમ્બરે રાત્રે દોઢ વાગે બહાર ગયો હતો. આ દરમિયાન બોડકદેવની નર્મદા આવાસ યોજનામાં રહેતા તેના મિત્ર ઓમ મકવાણાનો ફોન આવ્યો હતો અને તેણે દીકરાને વાડજ રામાપીરના ટેકરા પાસે મળવા બોલાવ્યો હતો. સગીર અને તેનો મિત્ર એક્ટિવા લઈને રાત્રે બે વાગ્યે ત્યાં પહોંચ્યા ત્યારે ઓમ BRTS રોડ સામે કૃષ્ણ ગોકુલ સોસાયટીના ગેટ પાસે ઊભો હતો. સગીર ત્યાં પહોંચતા જ ઓમે ઉશ્કેરાઈને કહ્યું કે, મેં તને 90 હજાર ઉછીના આપ્યા છે, તે કેમ પાછા આપતો નથી? નવી એક્ટિવા લીધી છે તો મારા પૈસા પાછા આપી દે. ભાગવા જતાં એક છરાનો ઘા સાથળમાં વાગ્યો આટલું કહી ગંદી ગાળો બોલી ઝગડો શરૂ કર્યો હતો. આ દરમિયાન ઓમના સાગરીતે કમરમાંથી છરો કાઢી ઓમને આપ્યો હતો. સગીર ભાગવા જતાં ઓમે એક્ટિવા પર છરાથી ઘા માર્યા હતા, જેથી એક્ટિવા નમી જતાં એક ઘા સગીરના જમણા પગના સાથળ પર વાગી ગયો હતો. ઓમે સગીરનું શર્ટ પકડી લેતાં મિત્ર તેને છોડાવવા વચ્ચે પડ્યો હતો, જેથી ઓમના કહેવાથી તેના સાગરીત ગુજ્જુ મરાઠીએ છરો ઝૂંટવી સગીરના મિત્ર પર હુમલો કર્યો હતો. સગીરને 5 અને મિત્રને 10 ટાંકા આવ્યા સગીરના મિત્રના હાથ પર વાગતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. બંને મિત્રો જીવ બચાવી સોસાયટીમાં સંતાઈ ગયા હતા અને 108ને ફોન કરતાં સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સગીરને 5 અને મિત્રને 10 ટાંકા આવ્યા હતા. વાડજ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતે 15 વીઘાના ખેતરમાં ગાયો ચરાવી દીધી:દોઢ મહિનાથી વરસાદ નહીં, કપાસ-મગફળીનો પાક મુરઝાયો, ખેડૂતોની હાલત કફોડી
    Next Article
    Saharanpur Masjid Demolished: पहले थी मस्जिद... 18 घंटे बाद कलेक्ट्रेट में बदला नजारा |Akhilesh | UP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment