Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતા પુત્રીને કચડી મારનાર ઝડપાયા:સુરતમાં ભેસ્તાન બ્રિજ પર ડમ્પરચાલકે અકસ્માત સર્જયો હતો, ડમ્પરચાલક અને ડમ્પર માલિકની ધરપકડ

    1 day ago

    સુરત શહેરમાં ભારે વાહનોની બેરોકટોક અવરજવર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મોપેડ પર સવાર મહિલા, તેના ભાઈ અને બે માસૂમ બાળકી સાથે પિયરથી સાસરીમાં જતી હતી, ત્યારે ભેસ્તાન બ્રિજ પરથી પસાર થતી વેળા માતેલા સાંઢની જેમ આવતા ડમ્પરે મોપેડને અડફેટે લીધું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલા અને તેની એક બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા ડમ્પરચાલક આશિષ પ્રેમશંકર દુબે (ઉ.વ.32, રહે. ગોડાદરા આસપાસ) અને ડમ્પર માલિક હીરાલાલ પાટિલ સામે ગુનો નોંધી બંને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ચાર વર્ષીય માસૂમ દીકરી સાથે માતાનું મોત નિપજ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે સવારે ભેસ્તાન આવાસમાં રહેતા અઝફલઉદ્દીન શેખની 22 વર્ષીય પત્ની રૂકસાર અને બે વર્ષીય પુત્રી જૈનબ અને ચાર વર્ષીય પુત્રી સાથે મોપેડ પર પોતાના ભાઈ ઈમરાન સાથે ઉનથી ભેસ્તાન આવાસ પોતાના ઘર તરફ જવા માટે નીકળ્યા હતા. દરમિયાન ભેસ્તાન બિજ ચઢતી વખતે બેફામ દોડી રહેલા ડમ્પરે મોપેડને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાળમુખા ડમ્પરના ચાલકે મોપેડને ટક્કર મારતાં રૂકસાર સૈયદ અને પુત્રી જૈનબનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. જ્યારે રૂકસારના ભાઈ સહિત અન્ય એક પુત્રીને સામાન્ય ઈજા પહોંચી હતી. સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ટીમ સ્થળ પર પહોંચી હતી અને રૂકસાર અને જૈનબને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ માતા-પુત્રીને મૃત જાહેર કરતાં પરિવારના માથે આભ તૂટી પડયું હતું. ડમ્પરચાલક અને માલિકની ધરપકડ બીજી તરફ ઘટનાને પગલે સ્થાનિકો અને પરિવારજનો મોટી સંખ્યામાં સ્થળ પર આવી પહોંચ્યા હતા. તેઓ દ્વારા ડમ્પરચાલક વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ સ્થાનિક તંત્ર સામે ભારે બળાપો કાઢ્યો હતો. સ્થાનિકો દ્વારા આ રોડ પર બેફામ દોડતા ડમ્પરો સહિત ભારે વાહનો દ્વારા અવારનવાર નાના વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા ડમ્પરચાલક આશિષ પ્રેમશંકર દુબે (ઉ.વ.32, રહે. ગોડાદરા આસપાસ) અને ડમ્પર માલિક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક આશિષ પ્રેમશંકર દુબેની ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે આજરોજ ડમ્પરના માલિક હીરાલાલ પાટીલની પણ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છેકે જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી ડમ્પર ચાલકની સાથે ડમ્પર માલિકની સામે પણ ફરિયાદ નોંધ તેને કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના રૂમલા ગામે દીપડી કૂવામાં પડી:વન વિભાગે સમયસર રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢી
    Next Article
    રસ્તાઓ પર ચપ્પુ લઈને ફરતા યુવાનો:લિંબાયતમાં પોલીસ પેટ્રોલિંગ સમયે જંગલશા બાવાની દરગાહ પાસેથી ચપ્પુ સાથે 19 વર્ષનો યુવક ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment