Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના રૂમલા ગામે દીપડી કૂવામાં પડી:વન વિભાગે સમયસર રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢી

    1 day ago

    નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામમાં પાણીની શોધમાં આવેલી એક દીપડી કૂવામાં પડી ગઈ હતી. વન વિભાગ અને સ્થાનિક ગ્રામજનોની મદદથી દીપડીને કોઈ ઈજા પહોંચ્યા વિના સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે. વન વિભાગે દીપડીનો કબજો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના રૂમલા ગામના મોપાડા ફળિયામાં બની હતી. વન વિભાગના પ્રાથમિક તારણ મુજબ, ગઈકાલે રાત્રિના સમયે જંગલ વિસ્તારમાંથી રહેણાંક વિસ્તાર તરફ પાણીની શોધમાં આવેલી દીપડી અંધારામાં કૂવામાં ખાબકી હતી. મોડી રાત્રે કૂવામાંથી અવાજ આવતા આસપાસના લોકો જાગી ગયા હતા. કૂવાના માલિક ધર્મેશભાઈને સવારે આ ઘટનાની જાણ થઈ હતી. તેમણે તાત્કાલિક વન વિભાગના અધિકારીઓનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. કૂવામાં દીપડી પડી હોવાના સમાચાર મળતા આસપાસના ગ્રામજનો પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ વન વિભાગના અધિકારીઓ અને રેસ્ક્યુ ટીમ તમામ જરૂરી સાધનો અને પાંજરા સાથે તાત્કાલિક મોપાડા ફળિયા પહોંચી ગઈ હતી. વન વિભાગની ટીમે સ્થાનિક લોકોની મદદથી કૂવામાં પાંજરું ઉતારીને ભારે જહેમત બાદ દીપડીને કોઈ પણ પ્રકારની ઈજા વગર સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી. વન વિભાગે દીપડીનો સુરક્ષિત કબજો મેળવી લીધો છે. હાલ દીપડીનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે અને તે સંપૂર્ણ સ્વસ્થ હોવાની ખાતરી થયા બાદ તેને તેના કુદરતી આવાસમાં (જંગલ વિસ્તારમાં) મુક્ત કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    તંગી વચ્ચે હજારો લિટર પાણીનો વેડફાટ:હરિનગર બ્રિજ નજીક પાણીની લાઈનમાં ભંગાણ, કોન્ટ્રાક્ટરની બેદરકારી
    Next Article
    માતા પુત્રીને કચડી મારનાર ઝડપાયા:સુરતમાં ભેસ્તાન બ્રિજ પર ડમ્પરચાલકે અકસ્માત સર્જયો હતો, ડમ્પરચાલક અને ડમ્પર માલિકની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment