Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંગી વચ્ચે હજારો લિટર પાણીનો વેડફાટ:હરિનગર બ્રિજ નજીક પાણીની લાઈનમાં ભંગાણ, કોન્ટ્રાક્ટરની બેદરકારી

    1 day ago

    શહેરના હરિનગર બ્રિજ નીચે ફરી એકવાર પાણીની મુખ્ય લાઈનમાં મોટો ભંગાણ સર્જાવાની ઘટના સામે આવી છે, જેને કારણે હજારો ગેલન ચોખ્ખા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બ્રિજ નીચે ચાલી રહેલી કામગીરી સમય દરમિયાન કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી અને એક નાની ભૂલના કારણે આ લાઈન લીકેજ થઈ ગઈ છે. રસ્તા ઉપર તળાવ ભરાયું ભંગાણ એટલું મોટું હતું કે, રસ્તા પર પાણીના નદી જેવા વહેણ શરૂ થઈ ગયા છે અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા પૂરતી તકેદારી રાખ્યા વિના જ ખોદકામ કે અન્ય કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે આ દુર્ઘટના ઘટી છે. ચોમાસાની ઋતુ નજીક હોય કે સામાન્ય દિવસો હોય, વડોદરા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોની આવી બેદરકારી હવે શહેરીજનો માટે રોજની સમસ્યા બની ગઈ છે. પાણીની અછત વચ્ચે અવારનવાર આવી ઘટના વડોદરા શહેરમાં પાણીની અછત જોવા મળી રહી છે. તેવામાં અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે. એક તરફ ચોમાસુ હજુ શરૂ નથી થયું અને પાણીની તંગી વર્તાઈ રહી છે, ત્યારે તંત્રની લાલિયાવાડીને કારણે હજારો લોકોને પીવાના પાણી વગર ટળવળવાનો વારો આવ્યો છે. જવાબદારો સામે પગલા ક્યારે? સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે વારંવાર આવી ભૂલો કરનારા બેજવાબદાર કોન્ટ્રાક્ટરો સામે પાલિકા ક્યારે કડક પગલાં ભરશે? હાલમાં પાણીનો બગાડ અટકાવવા અને લાઈનના વહેલામાં વહેલી તકે સમારકામ માટે તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા, પરંતુ ત્યાં સુધીમાં લાખો લીટર પાણી ગટરોમાં વહી ચૂક્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કસ્ટમના સ્નિફર ડોગે 11 કરોડનો ગાંજો ઝડપી પાડ્યો:બેંગકોકથી અમદાવાદ એરપોર્ટ પર આવેલા જૂનાગઢના મુસાફરની બેગમાંથી હાઈબ્રીડ ગાંજો મળ્યો
    Next Article
    નવસારીના રૂમલા ગામે દીપડી કૂવામાં પડી:વન વિભાગે સમયસર રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment