Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પાવર બેંક બ્લાસ્ટ થતા યુટ્યુબર શિવાનીના બેડરૂમમાં આગ:ડાયમંડ-ગોલ્ડન બટન સહિત લાખોનો સામાન બળીને ખાખ, રડતાં-રડતાં કહ્યું, મારી આખી દુનિયા વેરવિખેર થઈ

    1 day ago

    સોશિયલ મીડિયા પર 'લિટલ ગ્લવ્ઝ' તરીકે જાણીતી અને લાખો ફોલોઅર્સ ધરાવતી પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટર, યુટ્યુબર શિવાની કપિલાના સુરતના જહાંગીરપુરા ખાતે આવેલા ઘરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. શિવાનીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કરીને આ ચોંકાવનારી ઘટનાની માહિતી આપી છે. તેના બેડરૂમમાં ચાર્જિંગમાં મુકેલી એક વાયરલેસ પાવર બેંક અચાનક બ્લાસ્ટ થતાં આખા રૂમમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ યુટ્યુબ દ્વારા મળેલા પ્રતિષ્ઠિત ડાયમંડ અને ગોલ્ડન પ્લે બટન સહિત લાખો રૂપિયાની કિંમતી સામગ્રી બળીને રાખ થઈ ગઈ છે. પાવર બેંકનો પ્રચંડ બ્લાસ્ટ ને આખો રૂમ આગની લપેટમાં શિવાનીએ વીડિયોમાં ઘટનાની વિગત આપતા જણાવ્યું કે, તેની સાસુને અચાનક તીવ્ર તાવ આવવાને કારણે તે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા ગઈ હતી. આ દરમિયાન ઘરમાં તેના પિતા હાજર હતા. શિવાની હોસ્પિટલ પહોંચી જ હતી કે તેના પર ફોન આવ્યો કે તેના રૂમમાં આગ લાગી છે. શરૂઆતમાં તેને લાગ્યું કે નાની-મોટી આગ હશે, પરંતુ જ્યારે તે ઘરે પહોંચી ત્યારે દ્રશ્યો જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પાવર બેંકના પ્રચંડ બ્લાસ્ટને કારણે આખો રૂમ કાળોમેશ થઈ ગયો હતો અને આગની લપેટમાં બધું જ નાશ પામ્યું હતું. પેટડોગ 'કોકો'નો રૂમમાં જ હતો, છતાં ચમત્કારિક બચાવ આ ઘટના સમયે શિવાનીનો વ્હાલો પાલતુ કૂતરો 'કોકો' તે જ રૂમમાં બંધ હતો. રૂમમાં એસી ચાલુ હોવાને કારણે તેને ત્યાં રાખવામાં આવ્યો હતો. આગ લાગ્યા બાદ શિવાનીના પિતા અને મેનેજર રાજીવે ત્વરિત પગલાં લીધા હતા અને ડોલ ભરી ભરીને પાણી નાખી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ ભયાનક આગ અને ધુમાડાની વચ્ચેથી કોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. શિવાનીએ જણાવ્યું કે, 'જાકો રાખે સાઇયાં, માર સકે ન કોય' એ કહેવત અહીં સાચી સાબિત થઈ છે. કોકોને માત્ર પાછળના ભાગે થોડા વાળ બળવા સિવાય કોઈ ગંભીર ઈજા થઈ નથી. ડાયમંડ-ગોલ્ડન બટન સહિત લાખોનો સામાન બળીને ખાખ આગ એટલી ભયાનક હતી કે રૂમમાં રાખેલું એસી સંપૂર્ણપણે ઓગળી ગયું હતું. આ સિવાય શિવાનીની મોંઘી બેગ્સ, કપડાં, એક્સેસરીઝ, કબાટ અને પુત્રી આધ્યાની બાળપણની યાદગીરી રૂપે બનાવેલું વોલ ડ્રોઈંગ પણ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. શિવાનીએ રડતા અવાજે કહ્યું કે, એક મિડલ ક્લાસ પરિવારમાંથી આવીને મેં મારી મહેનતથી આ સપનાનું ઘર બનાવ્યું હતું. મારી ઓળખ સમાન યુટ્યુબના સિલ્વર, ગોલ્ડન અને ડાયમંડ બટન પણ આ આગમાં બળી ગયા છે, જેનું મને સૌથી વધુ દુઃખ છે. લોકોને કરી ખાસ અપીલ, ચાર્જિંગ બાબતે આ ભૂલ ક્યારેય ન કરતા આ વીડિયો દ્વારા શિવાનીએ તેના ચાહકો અને સામાન્ય લોકોને એક મોટી ચેતવણી આપી છે. તેણે અપીલ કરી છે કે ક્યારેય પણ પાવર બેંક કે મોબાઈલ ફોનને બેડ પર અથવા પોતાના માથાની નજીક રાખીને ચાર્જ ન કરવો. આજકાલ તમામ વસ્તુઓ સિન્થેટિક હોવાથી આગ ખૂબ જ ઝડપથી પકડે છે. માત્ર એક મિનિટની બેદરકારી આખા ઘરને બરબાદ કરી શકે છે. અકસ્માત બાદ રૂમમાં ફેલાયેલા ઝેરી કાર્બન મોનોક્સાઇડ ધુમાડાને કારણે શિવાની, તેના પિતા અને મેનેજરને સતત ઉલ્ટીઓ અને પેટમાં દુખાવાની ફરિયાદ થઈ રહી હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં આખો પરિવાર આ આઘાતમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. 'મારી આખી દુનિયા પલભરમાં વેરવિખેર થઈ ગઈ' શિવાની કપિલા જણાવ્યું હતું કે, તાજેતરમાં મારી સાથે એક અત્યંત આઘાતજનક અને દુઃખદ અકસ્માત સર્જાયો છે. મેં મારી સખત મહેનત અને લોહી-પરસેવાની કમાણીથી ખૂબ જ હોંશપૂર્વક મારા સપનાનું ઘર તૈયાર કર્યું હતું. પરંતુ એક અણધારી આકસ્મિક ઘટનાને કારણે મારી આખી દુનિયા પલભરમાં વેરવિખેર થઈ ગઈ છે અને આખો રૂમ સળગીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું મુખ્ય કારણ પાવર બેંકમાં થયેલો બ્લાસ્ટ છે. હું મારા રૂમમાં એક જાણીતી અને પ્રતિષ્ઠિત કંપનીની પાવર બેંક (જેની કિંમત આશરે 4000થી 4500) ચાર્જિંગમાં મૂકીને બહાર ગઈ હતી. ચાર્જિંગ દરમિયાન આ પાવર બેંક પાછળના ભાગથી અચાનક બ્લાસ્ટ થઈ ગઈ હતી, જેને કારણે આખા રૂમમાં ભયાનક આગ પકડી લીધી હતી. 'આ અકસ્માતને કારણે તે ખૂબ જ ગભરાઈ ગયો છે અને ઊંડા આઘાતમાં' વધુમાં જણાવ્યું કે, આ સમયે હું એટલી હદ સુધી નિરાશ થઈ ગઈ છું કે મને એ પણ સમજાતું નથી કે આમાં આખરે મારી ભૂલ શું હતી. એક સુરક્ષિત ઉપકરણ વાપરવા છતાં આવી દુર્ઘટનાનો ભોગ બનવું પડ્યું છે. આ ભયાનક આગ લાગી તે સમયે કમનસીબે મારો પાલતુ શ્વાન 'કોકો' પણ એ જ રૂમની અંદર બંધ હતો. આ અકસ્માતને કારણે તે ખૂબ જ ગભરાઈ ગયો છે અને ઊંડા આઘાતમાં છે. પરંતુ ભગવાનની અસીમ કૃપાથી તેને કોઈ શારીરિક ઈજા પહોંચી નથી અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે, જે આ મુશ્કેલ સમયમાં મારા માટે મોટી રાહતની વાત છે. પાવર બેંકના બ્લાસ્ટે આખા રૂમને રાખના ઢગલામાં ફેરવી દીધો આ આગ એટલી ગંભીર હતી કે રૂમમાં રહેલી તમામ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ છે. રૂમનું એર કંડિશનર, લાઈટ અને પાવરની તમામ સ્વિચો, મારા પહેરવાના કપડાં તેમજ મારી કિંમતી અને મોંઘી બેગ્સ સહિતની તમામ સામગ્રી સંપૂર્ણપણે નાશ પામી છે. પાવર બેંકના એક બ્લાસ્ટે મારા આખા રૂમને રાખના ઢગલામાં ફેરવી દીધો છે.
    Click here to Read More
    Previous Article
    રસ્તાઓ પર ચપ્પુ લઈને ફરતા યુવાનો:લિંબાયતમાં પોલીસ પેટ્રોલિંગ સમયે જંગલશા બાવાની દરગાહ પાસેથી ચપ્પુ સાથે 19 વર્ષનો યુવક ઝડપાયો
    Next Article
    ‘She spat chicken into his hand 20 times’: How Salman Khan shocked Bajrangi Bhaijaan actor

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment