Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાલોલ-ગોધરા બાયપાસ પર ટાયર ભરેલી આઇસરમાં આગ લાગી:ટોટો કંપની અને નવજીવન હોટલ વચ્ચે બની ઘટના; ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો

    1 day ago

    પંચમહાલ જિલ્લાના હાલોલ-ગોધરા બાયપાસ રોડ પર વહેલી સવારે ટાયર ભરેલી એક આઈસરમાં આગ લાગી હતી. આ ઘટના ટોટો કંપની અને નવજીવન હોટલની વચ્ચે બની હતી. આઈસર વડોદરા તરફ જઈ રહી હતી. આઈસરમાં મોટી સંખ્યામાં ટાયરો ભરેલા હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. આગના કારણે આકાશમાં દૂર સુધી ધુમાડો જોવા મળ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી. ઘટનાની જાણ થતાં જ હાલોલ અને કાલોલની ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ખાનગી કંપનીની ફાયર ટીમની પણ મદદ લેવાઈ હતી. ટાયરોમાં આગ હોવાથી તેને ઓલવવામાં મુશ્કેલી પડી હતી. ફાયર ટીમોએ પાણી અને ફોમનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો. આગ એટલી હતી કે આઈસરમાં ભરેલા ટાયરો સહિત આખી આઈસર બળી ગઈ હતી. આ ઘટનાને પગલે બાયપાસ રોડ પર લોકો ભેગા થયા હતા. આગના કારણની તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં કોળી સમાજના ઇષ્ટદેવ વેલનાથ બાપુની મૂર્તિ સ્થાપના કરાઈ:વેલનાથ છાત્રાલય ખાતે શરદ પૂર્ણિમા ઉત્સવ સાથે ધાર્મિક કાર્યક્રમ યોજાયો
    Next Article
    વિક્ટોરિયા ડોક ખાતે વિકસિત ભારત મુંબઈ મરીના વિકસાવવામાં આવશે:બિડ મગાવાઈઃ બોલીઓ 15 ડિસેમ્બર 2026 ના રોજ મુકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment