Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઘ નદીનો બ્રિજ જોખમી, વાહનવ્યવહાર બંધ:વલસાડમાં 15 ઓક્ટોબર, 2026 સુધી ડાયવર્ઝન અમલમાં

    16 घंटे पहले

    વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ટુકવાડા ગામ પાસે વાઘ નદી પરના મેજર બ્રિજમાં નુકસાન જણાતા વાહનવ્યવહાર બંધ કરાયો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય 15 ઓક્ટોબર, 2026 સુધી અમલમાં રહેશે. સમારકામ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને અને લોકોના જાનમાલની સુરક્ષા જળવાઈ રહે તે માટે આ મહત્વપૂર્ણ પગલું લેવાયું છે. જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે બ્રિજની સ્થિતિ અંગે અહેવાલ રજૂ કર્યો હતો. સુલિયા-જોઈનિંગ ટીટુમાળ દિધી રોડ પર આવેલા આ જૂના બ્રિજમાં તિરાડો અને અન્ય નુકસાની જોવા મળી હતી, જેના કારણે તાત્કાલિક સમારકામની જરૂરિયાત ઊભી થઈ. ધરમપુરના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે સ્થળ તપાસ બાદ બ્રિજ બંધ કરી વૈકલ્પિક માર્ગ જાહેર કરવાની ભલામણ કરી હતી. આ ભલામણના આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહિપાલસિંહ ચુડાસમાએ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 33(1)(બી) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરી આ હુકમ જાહેર કર્યો છે. આદેશ મુજબ, 15 ઓક્ટોબર, 2026 સુધી બ્રિજ પરથી તમામ વાહનવ્યવહાર બંધ રહેશે. વાહનચાલકોએ હવે ટુકવાડા-ઉમરપાડા-ઘાડવી-બીલધરી-ગુનસા-વાડી-ધાણવેરી થઈ અસલકાટી બ્રિજના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે. વહીવટીતંત્રે વાહનચાલકોને સૂચિત ડાયવર્ઝન રૂટનું પાલન કરવા અને અનાવશ્યક જોખમ ન લેવા અપીલ કરી છે. જાહેરનામાના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 તથા ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ હુકમના અમલ અને દેખરેખ માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી ઉપરના તમામ અધિકારીઓને સત્તા સોંપવામાં આવી છે. બ્રિજના સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો જ ઉપયોગ કરવો અનિવાર્ય છે.
    Click here to Read More
    Previous Article
    મોટી બહેનના ઘરે રહેતી નાની બહેનની આત્મહત્યા:પ્રેમસંબંધમાં નિષ્ફળતા મળતા અંતિમ પગલું ભર્યાની આશંકા, પરિવારજનોનું હૈયાફાટ રૂદન
    Next Article
    વઢવાણ ધોળીપોળ ખાતે મહારાણા પ્રતાપની 486મી જન્મજયંતિ ઉજવાઈ:શૌર્ય અને રાષ્ટ્રભક્તિના પ્રતીક મહારાણા પ્રતાપના જીવનચરિત્ર પર ચર્ચા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment