Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ ધોળીપોળ ખાતે મહારાણા પ્રતાપની 486મી જન્મજયંતિ ઉજવાઈ:શૌર્ય અને રાષ્ટ્રભક્તિના પ્રતીક મહારાણા પ્રતાપના જીવનચરિત્ર પર ચર્ચા કરાઈ

    17 hours ago

    વઢવાણના ધોળીપોળ ખાતે મહારાણા પ્રતાપસિંહજીની 486મી જન્મજયંતિ (તિથિ મુજબ) શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે તેમની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ઝાલાવાડ ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ અને અગ્રણી આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વક્તાઓએ મહારાણા પ્રતાપને શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રભક્તિના અદ્વિતીય પ્રતીક ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મહારાણા પ્રતાપે દેશ અને સનાતન સંસ્કૃતિની રક્ષા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું હતું. વક્તાઓએ વધુમાં જણાવ્યું કે મહારાણા પ્રતાપ માત્ર એક સમાજના નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રના ગૌરવ છે અને તેમના આદર્શો આજે પણ સૌને પ્રેરણા આપે છે. ઉપસ્થિતોએ તેમના જીવનચરિત્ર અને શૌર્યને યાદ કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો હતો. આયોજકોએ સુરેન્દ્રનગર અને ઝાલાવાડના સર્વ સમાજના નાગરિકોને આવા ઐતિહાસિક મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વાઘ નદીનો બ્રિજ જોખમી, વાહનવ્યવહાર બંધ:વલસાડમાં 15 ઓક્ટોબર, 2026 સુધી ડાયવર્ઝન અમલમાં
    Next Article
    ગુજરાતમાં શિક્ષણનો નવો અધ્યાય:CM ભૂપેન્દ્ર પટેલે ‘નિપુણ ગુજરાત’ અભિયાન અને નવી શૈક્ષણિક ફ્રેમવર્કનું લોન્ચિંગ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment