Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CMનો રાજકોટવાસીઓને સફાઈનો પ્રશ્ન, કોંગ્રેસે સાવરણો લઈને જવાબ આપ્યો:મ્યુ. કમિશનર બંગલા પાસે, મેયરના વોર્ડની સબરજીસ્ટ્રાર કચેરીમાં સફાઈ કરી

    1 day ago

    2 ઓગસ્ટ રવિવારે મુખ્યમંત્રીએ રાજકોટવાસીઓને સફાઈ અંગે પ્રશ્ન કર્યો હતો, ત્યારે તેનો જવાબ આપતા વિરોધ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના બંગલાથી 100 મીટર દૂર અને મેયર ડૉ.નેહલ શુક્લના મતવિસ્તાર યાજ્ઞિક રોડ ઉપર આવેલી ઝોન-3ની સરકારી સબ રજીસ્ટ્રાર કચેરીમાં ફેલાયેલી ગંદકીની સફાઈ કરી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓએ હાથમાં સાવરણો લઈ કચરો એકત્ર કરી તેનો નિકાલ કર્યો હતો. આ દરમિયાન મહાનગરપાલિકા વિરુદ્ધ 'સફાઈના નામે નાટક બંધ કરો, સ્વચ્છતાના નામે વેરો ઉઘરાવવાનું બંધ કરો' જેવા નારા લગાવવામાં આવ્યા હતા. જે દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખે લોકોને અપીલ તરીકે જે પણ કચરો દેખાય તેનો ફોટો પાડી સોશિયલ મીડિયામાં મ્યુનિસિપલ કમિશનર અને મેયરને હેશ ટેગ કરીને મૂકો. જેથી તેઓને પણ ખબર પડે કે રાજકોટ શહેર સ્માર્ટ નથી. સ્વચ્છ રાજકોટ, સ્માર્ટ શહેર' ની રેવન્યુ કચેરીમાં કચરો રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મેયર અને મ્યુનિસિપલ કમિશ્નર 'સ્વચ્છ રાજકોટ, સ્માર્ટ શહેર' ની વાતો કરતા આપણને જોવા મળે છે. બે દિવસ પહેલાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ આવ્યા ત્યારે રોડ-રસ્તા શણગારવામાં આવ્યા, પણ આજે તમે જુઓ કે આ રેવન્યુ કચેરી છે. અહીંયા રાજકોટના આપણા રહીશો, સામાન્ય માણસથી લઈ અને ક્લાસ વાળા લોકો પણ અહીંયા દસ્તાવેજ કરાવવા અથવા લે-વેચ જે કરતા હોય એ અહીંયા આવતા હોય છે. વકીલો પણ આવતા હોય છે. ત્યારે તમે જોઈ શકો કે અહીંયા કેટલો કચરો છે. મેયરના વોર્ડમાં જ સફાઈનો અભાવ! તેમણે વધુમાં જણાવ્યું કે, આ મ્યુનિસિપલ કમિશ્નરના બંગલોની નજીકની કચેરી છે. માત્ર 100 મીટરની ડિસ્ટન્સની અંદર આ જગ્યા છે. લોકો અહીંયા આવીને હેરાન-પરેશાન થાય છે. વોર્ડ નંબર-7 એટલે કે મેયર ડો.નેહલ શુક્લનો આ વોર્ડ છે. મેયરના રાજકોટ મહાનગરપાલિકા મુખ્ય યુનિટથી પણ નજીક છે. મ્યુનિસિપલ કમિશ્નરને પણ અમે કહેવા માગીએ છીએ કે અહીંયા જે લોકો દસ્તાવેજ કરવા આવે છે અને જે અગવડતા પડે છે. આ કચરાથી ક્યાંક ને ક્યાંક રોગચાળો ન ફાટી નીકળે! પાણી, વોશરૂમ, બેસવાની પણ સુવિધા નથી 'આજે કોંગ્રેસે એટલા માટે સફાઈનો કાર્યક્રમ આપ્યો કારણ કે, સરકારી કચેરીઓ અને વસાહતોમાં તેમજ બસ સ્ટેન્ડ સહિતની જાહેર જગ્યાઓ પર આ જ પરિસ્થિતિ છે. એટલે સ્માર્ટ સીટી બનાવતા પહેલાં કમિશ્નર અને મેયરને આ બાબતે જોવું જોઈએ બીજી આપણે વાત કરવા જઈએ તો અહીંયા જે બહેનો દસ્તાવેજ કરવા આવતા હોય અથવા ભાઈઓ આવતા હોય તો તમે વોશરૂમ સામે છે, જોઈ શકો કે એમની હાલત શું છે! અહીંયા અંદર લોકોએ દસ્તાવેજ કરવા આવ્યા હોય તો સમય આપવો પડે છે. વકીલો પણ આવતા હોય છે, અડધી-અડધી પોણી-પોણી કલાક લોકો હેરાન થાય છે. વોશરૂમની સુવિધા નથી, બેસવાની પણ સુવિધા નથી, સારા પાણીની પણ સુવિધા નથી. પણ આપણે આપણા કમિશ્નરને પૂછીએ તો એમ કહે કે 'રાજકોટ સ્માર્ટ સીટી'. સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ નંબર રાજકોટ શહેરનો.' તો કમિશ્નરે હકીકત આજે જોવી પડશે.' 'કચરો દેખાય તો ફોટો પાડીને # સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરો' 'હું આપના મીડિયાના માધ્યમથી એ કહેવા માગું છું, રાજકોટની જનતાને અપીલ કરવા માગું છું કે જાહેર સ્થળોએ જ્યાં તમને કચરો દેખાય ત્યાં સોશિયલ મીડિયાનો યુગ છે તો એની અંદર એક ફોટો પાડી હેશટેગ (#) કરી અને રાજકોટના મેયર અને રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નરને મોકલી આપો. જેથી એ લોકોને ખ્યાલ આવશે કે આ સ્માર્ટ સીટી નથી! આપણે જે સ્માર્ટ સીટીની વાત કરી રહ્યા છીએ એ નથી. રાજકોટમાં સમગ્ર જગ્યાએ અહીં બાજુમાં જ બીજી રેવન્યુ કચેરી છે ત્યાં પણ આવી જ હાલત છે.' ‘CMએ સફાઈનો લોકોને પ્રશ્ન પૂછ્યો હતો એનો જવાબ અમે રાજકોટની જનતા વતી આપ્યો’ ‘રાજકોટના મુખ્યમંત્રીને વિરોધ પક્ષ તરીકે અમે તો સૂચન સારા આપીએ છીએ. સત્તામાં એ લોકો છે, પ્રજાની સુખાકારી માટે વિરોધ પક્ષ હોય કે સત્તા પક્ષ હોય, બંનેએ કામ કરવાનું રહેતું હોય છે. તો વિરોધ પક્ષ તરીકેની અમે એમને સાચી વાત કરીએ છીએ પણ આ તંત્રની અંદર સાચી વાત જોવાતી નથી. મુખ્યમંત્રીએ સફાઈ અંગે લોકોને પ્રશ્ન પૂછ્યો હતો એનો જવાબ અમે આજે રાજકોટની જનતા વતી વિરોધ પક્ષ તરીકે અમે આપી રહ્યા છીએ. મુખ્યમંત્રીએ એ સફાઈની વાત કરી એ બહુ સારી વાત છે અને આવકારદાયક પણ છે. જોકે મેયર અને કમિશ્નરે આમાં જાગવું જોઈએ.’
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં વરસાદના 5 દિવસ બાદ પાણીનો નિકાલ:સતત 3 દિવસ ધોધમાર વરસ્યો, સોસાયટીઓમાંથી પાણી ઓસરતા સ્થાનિકોએ રાહત અનુભવી
    Next Article
    3 ફૂટ ઊંડા ખાડામાં બાઈક પડતા જ યુવક પટકાયો, CCTV:હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાના PAનું મોત નિપજ્યું હતું, SMCની ઘોર બેદરકારી સામે આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment